ભારતમાં ખાસ કરીને ગુજરાત સહિત પશ્ચિમ, મધ્ય ભારતમાં અસહ્ય ગરમી પડી રહી છે, દેશના અનેક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઉપર ચાલી રહ્યો છે. દેશમાં આ વર્ષે અનેક ભાગોમાં ગરમીએ લગભગ 100 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. જો તાપમાન 45-47 ડિગ્રી આસપાસ આવવાથી સ્થિતિ અસહ્ય બની જાય છે તો વિશ્વના એવા દેશો કે જ્યાં તાપમાનનો પારો 50-55 ડિગ્રીને પાર થઈ જાય છે ત્યાં શું સ્થિતિ સર્જાતી હશે. આજે આપણે વિશ્વના એવા કેટલાક પ્રાંતોની વાત કરશું કે જ્યાં તાપમાન 50 ડિગ્રીની વિક્રમજનક સપાટી સુધી પહોંચી જાય છે.
તિરાત ઝ્વી (Tirat Zvi)ઈઝરાયેલ
તિરાત ઝવીના નાના એવા પ્રાંત કિબુટ્ઝે એશિયામાં વિક્રમજનક સૌથી વધારે ગરમ તાપમાનનો દાવો કર્યો હતો - જૂન 1942માં અહીં 54 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચ્યું ગયુ હતું. સામાન્ય દિવસોમાં પણ અહીં સરેરાશ 37 ડિગ્રી તાપમાન રહે છે.
વાદી હાલ્ફા, સુદાન
ઈજિપ્ત સાથે જોડાયેલી સરહદ પર નાઈલ નદીના પૂર્વી કિનારે વર્ષ દરમિયાન, સુદીમાં આવેલા નુબિયા સરોવરના કિનારે આવેલા એક ઘુમાવદાર શહેર વાડી હાલ્ફામાં ક્યારેય વરસાદ થતો નથી. જૂન મહિનામાં તાપમાનનો પારો સૌથી ઊંચે જતો રહે છે. સરેરાશ તાપમાન 41 ડિગ્રી રહે છે. આ વિસ્તારમાં એપ્રિલ 1967માં સૌથી વધારે 53 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ટિમ્બકટૂ, માલી
માલી આફ્રિકાની ઉત્તર અને દક્ષિણમાં વિભાજીત સહારા તથા સાવન્ના વચ્ચે આવેલો પ્રાંત છે. એટલે કે સહારાના દક્ષિણ ભાગ પર આ શહેર ઠંડીની સિઝનમાં પણ ગરમ રહે છે. જાન્યુઆરી મહિનામાં આ પ્રાંતનું સરેરાશ તાપમાન 30 ડિગ્રી રહે છે. આ વિસ્તારમાં ઉનાળામાં તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચવું તે સામાન્ય વાત છે.
દશ્ત ઈ- લૂટ, ઈરાન-
નાસા દ્વારા સાત વર્ષ સુધી અવકાશમાંથી તાપમાન માપવામાં આવ્યું હતું. વર્ષ 2004, 2005, 2006, 2007, 2009માં લુટ ડેઝર્ટમાં પૃથ્વી પરનું સૌથી ગરમ તાપમાન નોંધાયું હતું. અલબત વર્ષ 2005માં અધિકૃત રીતે સૌથી ઊંચુ 70.7 ડિગ્રી માપવામાં આવ્યું છે. આ વિસ્તારમાં કોઈ જ માનવ વસ્તી નથી અને તે અહીં રહેવા માટે સક્ષમ પણ નથી. UNESCOએ પૃથ્વી પર તેને સૌથી ગરમ સ્થળ તરીકે ગણાવ્યું છે.
ઘડામેસ લીબિયા-
રણની વચ્ચે આવેલો આ ઓએસિસ એક યૂનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળ છે, જે માટીમાં બનેલા તેના ખૂબ જ જાણીતા ઝૂંપડા માટે ખૂબ જ ખ્યાતી ધરાવે છે. આ રહેઠાણો આશરે 7,000 લોકોને અસહ્ય ગરમીથી બચાવવામાં મદદરૂપ બને છે. તે 'રણના મોતી' તરીકે ઓળખ ધરાવે છે અને અહીં સરેરાશ 40 ડિગ્રી તાપમાન રહે છે અને એક વખત તો 55 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું.
ડેથ વેલી, કેલિફોર્નિયા-
ડેથ વેલી નામથી ઓળખાતા આ વિસ્તારમાં સૌથી વધારે ગરમ હવાના તાપમાનનો રેકોર્ડ છે. વર્ષ 1913માં કાળઝાર ગરમીમાં રણ વિસ્તારનું તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. જે સ્પષ્ટપણે માનવ અસ્તિત્વની મર્યાદા માટે ખૂબ જ ખતરનાક હતું. ગરમીની સિઝનમાં સામાન્ય રીતે અહીં સરેરાશ તાપમાન 47 ડિગ્રી પહોંચી જાય છે અને તે અમેરિકાના રાજ્યોમાં સૌથી શુષ્ક જગ્યા પૈકી એક માનવામાં આવે છે.
આ ઉપરાંત બંદર-એ-માહશાહર, ઈરાન- બંદર-એ-માહશાહરે જુલાઈ,2015માં 74 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અહીં સૌથી વધારે તાપમાન 51 ડિગ્રી હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.