તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Heard Immunity Can Also Occur If Only 8% Of The Population Is Infected, If The Diversity In The Population Is High.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:જો વસતિમાં વૈવિધ્ય વધુ હોય તો ફક્ત 8% લોકો કોરોના સંક્રમિત થવાથી પણ હર્ડ ઇમ્યુનિટી આવી શકે

બર્લિન3 દિવસ પહેલા
  • કૉપી લિંક
હર્ડ ઈમ્યુનિટી જુદા જુદા પ્રકારની વસતિમાં.
  • ભારત વૈવિધ્યપૂર્ણ દેશ છે, એટલે આપણા માટે આ સારા સમાચાર હોઈ શકે છે

જર્મનીના મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટના વિજ્ઞાનીઓએ એક અલગ મોડલથી હર્ડ ઈમ્યુનિટી અંગે સંશોધન કર્યું છે. આ સંશોધન પ્રમાણે, કોઈ વૈવિધ્યપૂર્ણ વસતિ ધરાવતા વિસ્તારમાં ઓછી સંખ્યામાં લોકો સંક્રમિત થયા હોય તોપણ હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ શકે છે. પ્રો. ફ્રેંક યુલિચરના નેતૃત્વમાં થયેલું આ સંશોધન ભારત માટે સારા સમાચાર છે.

જો આ વાત માનીએ તો ભારતના વૈવિધ્યનો પણ કોરોનાકાળમાં ફાયદો મળી શકે છે. કોરોના મહામારીમાં એવું મનાય છે કે જ્યારે વસતિનો બહુ જ મોટો હિસ્સો સંક્રમિત થઈ જાય, ત્યારે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થશે અને મહામારી સમાપ્ત થઈ જશે. જુદાં જુદાં સંશોધનોમાં પણ આવું અનુમાન કરાયું છે, કારણ કે કોઈ દેશના કોઈ મોટા વિસ્તારની વસતિમાં બધા લોકો એકસરખા નથી હોતા. દરેક વસતિમાં રહેતા લોકોની રહેણીકરણી, શિક્ષણ, જાતિ, રોગપ્રતિકારક ક્ષમતા, જાગૃતિ અને આર્થિક સ્તરે અનેક વૈવિધ્ય હોય છે. આવું વૈવિધ્ય ભારતીય સમાજમાં ખૂબ જ વધારે છે, જેનો ફાયદો કોરોના સામે લડવામાં મળી શકે છે. મોટા ભાગની સંક્રમિત વસતિમાં જોવા મળ્યું છે કે બહુ જ મોટી વસતિ સંક્રમિત થાય તો મહામારી સમાપ્ત થઈ જાય છે, પરંતુ એનું કારણ શું હોય છે એ વિજ્ઞાનીઓ પણ સંપૂર્ણપણે જાણતા નથી.

જુદી જુદી વસતિમાં હર્ડ ઈમ્યુનિટી
મહામારી શરૂ થઈ ત્યારે તમામ પ્રકારની વસતિમાં એક સંક્રમિત વ્યક્તિથી સરેરાશ ત્રણેક લોકો સંક્રમિત થવાની આશંકા હતી. સંશોધનો પ્રમાણે, એક ગ્રાફના માધ્યમથી બતાવાયું છે કે જુદા જુદા પ્રકારની વસતિમાં અસર આ રીતે થશે, જે નીચેના ગ્રાફ પરથી સમજો.

  • વસતિમાં સમાનતા હોય, તો હર્ડ ઈમ્યુનિટી 60% લોકો સંક્રમિત થાય ત્યારે આવી શકે છે. 50 લાખની વસતિમાં 30 લાખ લોકો સંક્રમિત થાય, ત્યારે હર્ડ ઈમ્યુનિટી આવી શકે.
  • વસતિમાં સામાન્ય વૈવિધ્ય હોય, તો હર્ડ ઈમ્યુનિટી 37% વસતિથી સંક્રમિત થશે ત્યારે આવશે. વસતિ 40.5 લાખ હોય, તો 15 લાખ લોકો સંક્રમિત થયા પછી હર્ડ ઈમ્યુનિટી આવી શકે.
  • વસતિમાં બહુ જ વૈવિધ્ય હોય, તો 8% વસતિ સંક્રમિત થાય તોપણ હર્ડ ઈમ્યુનિટીની શક્યતા છે. વસતિ 31.2 લાખ હોય, તો 25 હજાર સંક્રમિત થાય તોપણ હર્ડ ઈમ્યુનિટી આવી શકે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો