બાળકોની વેક્સિન પર મોટો નિર્ણય:બ્રિટનની વેક્સિન એડવાઈઝરી બોડીએ કહ્યું- 16 વર્ષથી નાની ઉંમરના સ્વસ્થ બાળકોને કોરોના વેક્સિનની કોઈ જરૂરિયાત નથી

લંડન2 મહિનો પહેલા
JCVIનું કહેવું છે કે 12થી 15 વર્ષની ઉંમરના સ્વસ્થ બાળકોને વાયરસથી ઓછો ખતરો છે

બ્રિટનની વેક્સિન એડવાઈઝરી બોડી JCVIએ 12થી 15 વર્ષના બાળકોને કોરોનાની વેક્સિન લગાડવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. હાલનો સમય દુનિયાભરમાં બાળકો પર કોરોનાનો ખતરો રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં પણ માનવામાં આવે છે કે આગામી લહેર સૌથી વધુ બાળકોને પ્રભાવિત કરી શકે છે. એવામાં બ્રિટનમાં લેવાયેલા નિર્ણયથી વેક્સિનેશનને લઈને નવી ચર્ચા શરૂ થઈ શકે છે.

ડેઈલી મેઈલ મુજબ JCVIએ શુક્રવારે કહ્યું કે 12થી 15 વર્ષની ઉંમરના સ્વસ્થ્ય બાળકોને વાયરસનો ખતરો ઓછો હોય છે. તેઓએ એમ પણ કહ્યું કે આવા 2 લાખ વધુ યુવકોને વેક્સિન આપવી જોઈએ, જેઓ કિડની, હાર્ટ અને ફેફસાંની બીમારીઓનો સામનો કરી રહ્યાં છે. પેનલે કહ્યું કે કોરોના સંક્રમિત થવાને કારણે 10 હજારમાંથી એક બીમાર બાળકની સ્થિતિ ગંભીર હોવાનો ખતરો છે. તો સ્વસ્થ બાળકોમાં આ 5 લાખમાંથી એક બાળક પર ખતરો વધુ રહે છે. તેથી તેઓને કોરોના વેક્સિન લગાડવાની કોઈ જ જરૂરિયાત નથી.

સ્કૂલ ખોલવાની વાત પર જોર આપ્યું
જો કે એક્સપર્ટ પેનલે સરકારને આ અંગે અન્ય લોકોની સલાહ લેવાનું પણ કહ્યું છે કે શું સ્કૂલમાં મોટા પાયે વેક્સિનેશનથી ફાયદો થશે. તેમાં સ્કૂલ ખુલી રાખવી અને ભવિષ્યમાં લોકડાઉનથી બચવા અંગેની વાત પણ સામેલ છે. માનવામાં આવે છે કે એજ્યુકેશન સેક્રેટરી ગેવિન વિલિયમસન સહિત અનેક મંત્રીઓ દ્વારા આ પ્લાનને ગ્રીન સિગ્નલ આપવા માટે પેનલ પર ભારે દબાણ હતું.

હવે બ્રિટનના 4 ચીફ મેડિકલ ઓફિસર આગામી સપ્તાહે આ અંગે સમીક્ષ કરશે કે સેકેન્ડરી સ્કૂલના બાળકોને વેક્સિનેશન કરવાથી સોસાયટીને શું ફાયદો થશે. આ ઉપરાંત 16 વર્ષથી નાની ઉંમરના એલિજિબલ બાળકોને ફાઈઝર વેક્સિન લગાડવાનું કહેવામાં આવશે, કેમકે આ અંગેના ટ્રાયલ ડેટા તે રજૂ કરવા માટે પર્યાપ્ત છે કે આ વેક્સિન બીમારીનો સામનો કરી રહેલા બાળકો માટે સેફ છે.