તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્રિટન:હેલ્થ મિનિસ્ટરના મહિલા સહકર્મી સાથે રંગરેલિયા, ઑફિસમાં કિસ કરતાં CCTV ફૂટેજ લીક

3 મહિનો પહેલા

બ્રિટનના સ્વાસ્થ્યમંત્રીના સહકર્મી સાથે મનાવેલા રંગરેલિયાના CCTV ફૂટેજ સામે આવતાં ત્યાંના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. સ્વાસ્થ્યમંત્રી મેટ હેનકોક અને તેમની સહકર્મી જીના કોલાંગેલોનો આપત્તિજનક ફોટો બ્રિટિશ અખબાર ‘The Sun’એ 25 તારીખના ફ્રન્ટ પેજ પર છાપતાં હોબાળો મચી ગયો છે. આ પછી હેનકોકની ગર્લફ્રેન્ડ ભૂગર્ભમાં જતી રહી છે. બ્રિટિશ અખબાર ‘The Sun’ મુજબ, 43 વર્ષીય જીના કોલાંગેલોને સ્વાસ્થ્યમંત્રી મેટ હેનકોક સાથે તેના અફેરના ઘટસ્ફોટનો અણસાર આવી ગયો હતો. એટલે તે ક્યાંક જતી રહી છે.

રિપોર્ટમાં મુજબ, 42 વર્ષીય સ્વાસ્થ્યમંત્રી હેનકોક તેમની સહકર્મી જીના કોલાંગેલોને કિસ કરતાં CCTV ફૂટેજ ગત 6 મેના છે. આ ઘટના લંડનના સ્વાસ્થ્ય વિભાગની હેડ ઓફિસમાં તેમના કાર્યાલયની બહાર થઈ હતી. આ ઘટના સામે આવતાં લોકો સ્વાસ્થ્યમંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. સ્વાસ્થ્યમંત્રી હેનકોકે આ ઘટના અંગે માફી માગી છે, પણ તેમના સાથીઓએ કહ્યું, ‘‘આ તેમની અંગત બાબત છે.’’

અન્ય સમાચારો પણ છે...