તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Health Commission Claims 1 1 Billion Doses Of Corona Vaccine Administered; That Is 4 Times More Than India

વેક્સિનેશનમાં ચીન સૌથી આગળ:ચીનના હેલ્થ કમિશનનો દાવો- કોરોના વેક્સિનના 1 અબજ ડોઝ લગાવાયા; એ ભારત કરતાં 4 ગણા વધારે

બીજિંગ3 મહિનો પહેલા
  • ચીન દ્વારા જણાવવામાં આવેલા કોરોના સંબંધિત ડેટા હંમેશાં શંકાસ્પદ જણાયા છે
  • અમેરિકામાં 31 કરોડ અને ભારતમાં 27 કરોડથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી

ચીને વેક્સિનેશન મામલે મોટો દાવો કર્યો હતો. ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC)નું કહેવું છે કે દેશમાં અત્યારસુધીમાં કોરોના વેક્સિનના એક અબજથી વધુ ડોઝ લગાવવામાં આવ્યા છે. આ સંદર્ભમાં વેક્સિનેશનની બાબતમાં ચીન વિશ્વમાં સૌથી આગળ રહ્યું છે. અમેરિકા બીજા નંબરે છે અને ભારત ત્રીજા નંબરે છે. અમેરિકામાં 31 કરોડ અને ભારતમાં 27 કરોડથી વધારે લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

NHCએ અહેવાલ આપ્યો છે કે માર્ચના અંતમાં સમગ્ર દેશ માટે મફત વેક્સિનેશનની ગતિ ઝડપી થઈ હતી. શનિવારે એક અબજ ડોઝને પાર કરવામાં આવ્યા હતા. આ આખા વિશ્વમાં લગાવવામાં આવેલા કુલ અઢી અરબ ડોઝના 40% છે. જોકે એનએચસીએ જણાવ્યું નથી કે કેટલા લોકોને વેક્સિન આપવામાં આવી છે.

ચીન આ રીતે નીકળ્યું આગળ
ચીન 27 માર્ચે 10 લાખ ડોઝના આંકડાને પાર કરી ગયું હતું. આ સંદર્ભમાં તે યુએસથી બે અઠવાડિયાં પાછળ હતું. NHCના ડેટા અનુસાર, ગયા મહિને 50 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. એને કારણે વેક્સિનેશનમાં ઘણો વધારો થયો છે. ચીનની વસતિ લગભગ 1.40 અબજ છે. આને લીધે પ્રતિ 100 લોકોને ડોઝ લગાવવાની બાબતમાં તે અમેરિકા અને બ્રિટન જેવા દેશોથી હજુ પણ પાછળ છે.

શિન્હુઆના અહેવાલ મુજબ, ચીનને 10 કરોડથી 20 કરોડ ડોઝ સુધી પહોંચવામાં 25 દિવસનો સમય લાગ્યો હતો. 20થી 30 કરોડ સુધી પહોંચવા માટે 16 દિવસ અને 80થી 90 કરોડ સુધી પહોંચવા માટે ફક્ત 6 દિવસ લાગ્યા હતા, એટલે કે એક દિવસમાં એક કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે.

21 વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ, 4ની મંજૂરી
સમાચાર એજન્સી શિન્હુઆના રિપોર્ટ મુજબ, ચીનમાં ગયા વર્ષથી અત્યારસુધીમાં 21 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના તબક્કે પહોંચી છે. સરકારે તાત્કાલિક ઉપયોગ માટે ચાર વેક્સિનને શરતી મંજૂરી આપી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ચીનની બે વેક્સિન સિનોફાર્મ અને સિનોવેકને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. ચીને ઘણા દેશોમાં બંને વેક્સિન સપ્લાય કરી છે.

વુહાનની સેન્ટ્રલ ચાઇના નોર્મલ યુનિવર્સિટીમાં 13 જૂને પદવીદાન સમારોહ યોજાયો હતો. એમાં હજારો વિદ્યાર્થીઓએ માસ્ક પહેર્યા વિના ભાગ લીધો હતો. એ સ્પષ્ટ છે કે કોરોના ચીનમાં નિયંત્રણમાં આવી ગયો છે.
વુહાનની સેન્ટ્રલ ચાઇના નોર્મલ યુનિવર્સિટીમાં 13 જૂને પદવીદાન સમારોહ યોજાયો હતો. એમાં હજારો વિદ્યાર્થીઓએ માસ્ક પહેર્યા વિના ભાગ લીધો હતો. એ સ્પષ્ટ છે કે કોરોના ચીનમાં નિયંત્રણમાં આવી ગયો છે.

આખા ચીનમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત 3થી 17 વર્ષની વયનાં બાળકો માટે પણ હોમ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. શિન્હુઆના રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વય જૂથના વેક્સિનેશન માટે વ્યાપક નીતિઓ તૈયાર કરવામાં આવશે.

NHCના ડેપ્યુટી ચીફ ઝેંગ યિક્સિન કહે છે, આ વર્ષના અંત સુધીમાં ચીનમાં ટાર્ગેટ વસતિના ઓછામાં ઓછા 70% લોકોને વેક્સિન અપાય એવી ધારણા છે.

ચીનના દાવા હંમેશાંથી શંકાસ્પદ રહ્યા છે
કોરોના વાયરસનું મૂળ સ્થાન માનવામાં આવતા ચીનમાં ફક્ત 91 હજાર કેસ મળ્યા છે. એની તુલનામાં અમેરિકામાં આ સંખ્યા 30 કરોડની નજીક પહોંચી ગઈ છે. ચીન દ્વારા જણાવવામાં આવેલા કોરોના સંબંધિત ડેટા હંમેશાં શંકાસ્પદ માનવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં ફક્ત 23 કેસ મળી આવ્યા છે. અહીંના મોટા ભાગનાં રાજ્યોમાં પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે.