રશિયામાં કેટલાય કેદીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવી:યુદ્ધમાં યુક્રેનના જવાનો પર ગોળીઓ ચલાવવાની ના પાડી હતી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુક્રેનના સૈનિકો પર ગોળીઓ ચલાવવાથી ઇનકાર કરવા માટે રશિયને કેટલાય કેદીઓને મોતને ઘાટ ઉતારી દીધા. - Divya Bhaskar
યુક્રેનના સૈનિકો પર ગોળીઓ ચલાવવાથી ઇનકાર કરવા માટે રશિયને કેટલાય કેદીઓને મોતને ઘાટ ઉતારી દીધા.

યુક્રેન પર રશિયાના હુમલા 322મા દિવસે પણ ચાલુ છે. એની વચ્ચે રશિયામાં એ કેદીઓને જાહેરમાં ફાંસી આપી દેવામાં આવી, જેમણે યુક્રેનની સેના પર ગોળી ચલાવવા મના કરી દીધી. ડેઇલી બીસ્ટના રિપોર્ટ અનુસાર, કેટલાક કેદીઓએ બતાવ્યું કે તેમને રશિયા સમર્થિત વૈગનર ગ્રુપની સાથે યુક્રેની સેનાની વિરુદ્ધ લડવા માટે અગ્રિમ મારચા પર મોકલવામાં આવ્યા હતા. તેમાંથી કેટલાકે યુક્રેનના સૈનિકો પર ગોળી ચલાવવા મના કરી દીધી. ત્યાર બાદ તેમને હુકમનો અનાદર કરવાના આરોપમાં પકડીને સૂમસામ વિસ્તારમાં લઇ જઇને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આદેશ ન માનવા માટે કેદીઓને મોતને ઘાટ ઉતાર્યા
રિપોર્ટ અનુસાર, વૈગનરની તરફથી ભરતી કરેલા એક પૂર્વ કેદી યેવગેની નોવિકોવે કહ્યું, ‘જે લોકો હુકમ નથી માનતા, તેમને આ રીતે જાહેરમાં મોત આપવામાં આવે છે.’નોવિકોવે કહ્યું કે એવા સૈનિક જે સેનાનો આદેશ માનવાનો ઇનકાર કરે છે, તેમની સાથે પતાવવા માટે રશિયાએ અલગથી સ્ક્વોડ્રન બનાવી રાખી છે. રિપોર્ટમાં અનેય એક કેદી અલેક્ઝાન્ડર ડ્રોઝ્ડોવએ કહ્યું કે વૈગનર દ્વારા યુક્રેનમાં અગ્રિમ હરોળમાં મોકલેલા કેટલાય રશિયન કેદી નશાખોર અને પાગલ જેવા છે. તેઓ આદેશ માનવા માટે મના કરી દે છે. તેમના વલણથી બનેલું કામ બગડી જાય છે.

પુતિને સેનાના સૌથી મોટા ઓફિસરને સોંપી કમાન
યુક્રેન પર પોતાના આક્રમણ માટે પુતિને કમાન્ડરને જ બદલી નાખ્યા છે. રશિયન રક્ષામંત્રી સર્ગેઇ શોઇગૂએ જનરલ સ્ટાફના પ્રમુખ વાલેરી ગેરાસિમોવને યુક્રેન અભિયાન માટે નવા કમાન્ડર બનાવી દીધા છે. વાલેરી રશિયન સેનાના સૌથી મોટા અધિકારી જનરલ છે. તેઓ ચીફ ઓફ જનરલ સ્ટાફ છે. તેઓ 2012થી આ હેદ્દા પર છે. તેઓ સર્ગેઇ સુરોવિકિનની જગા લેશે.

અન્ય સમાચારો પણ છે...