• Gujarati News
  • International
  • Haunted Homes Weren't Sold In Japan, Even Murdered Homes Were 50% Cheaper, Now Startups Have Increased Star Rating

એક્સિડેન્ટ પ્રોપર્ટી:જાપાનમાં ભૂતિયાં ઘર વેચાતાં ન હતાં, મર્ડર થયું હોય એવાં ઘર પણ 50% સસ્તાં, હવે સ્ટાર્ટઅપે વધાર્યું સ્ટાર રેટિંગ

ટોક્યો16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટોક્યોમાં ‘એક્સિડેન્ટ પ્રોપર્ટી’ શબ્દ જાણીતો છે, લોકો તે ઓછા ભાવે ખરીદવા આવે છે

કોઈ જૂના ઘરમાં કોઈનું મર્ડર થયું હોય કે પછી કોઈ ગુનાખોરી થઈ હોય તો તે વેચાવું લગભગ અશક્ય હોય છે. જાપાનમાં એવાં ઘણાં ઘર છે જ્યાં આ પ્રકારની ઘટનાઓ થઈ ચૂકી છે. અહીં આ પ્રકારનાં ઘરો વેચાવાના બંધ થઈ ગયાં હતાં.

આ દરમિયાન જોબુત્સુ નામની એક રિયલ એસ્ટેટ સ્ટાર્ટઅપ કંપનીએ જોરદાર આઈડિયા અમલમાં મૂક્યો. તેણે આ પ્રકારનાં ઘરોનું સ્ટાર રેટિંગ વધાર્યું. જે ઘરમાં મર્ડર થયું હોય તેને 7 સ્ટાર અપાયા. જ્યાં કોઈ દુર્ઘટના ઘટી હોય તેને 6 કે 5 સ્ટાર અપાયા. એટલું જ નહીં, મર્ડર થયું હોય એવી પ્રોપર્ટીની કિંમત 50% ઘટાડી દીધી.

આ આઈડિયા કામ કરી ગયો. આમ તો જાપાનમાં એવો કાયદો છે કે ઘર વેચનારી વ્યક્તિએ એ કહેવું જરૂરી નથી હોતું કે ત્યાં કોઈનું મર્ડર કે કોઈ દુર્ઘટના ઘટી હતી. જાપાનના લોકો આ પ્રકારની એક્સિડેન્ટ પ્રોપર્ટી ખરીદતા નથી. સ્ટાર્ટઅપ જોબુત્સુએ પોતાની વેબસાઈટ પર આવાં ઘરોની સંપૂર્ણ માહિતી સાથેની યાદી મૂકી છે. જેના આધારે લોકો એક્સિડેન્ટ પ્રોપર્ટી ખરીદી શકે છે. ટોક્યોમાં કથિત રીતે ભૂતિયાં ઘરો પણ હવે વેચાઈ રહ્યાં છે.

મર્ડર થયું હોય એવાં ઘરોનું સ્પેશિયલ ક્લિનિંગ તેમજ રિડિઝાઈનિંગ
જોબુત્સુ કંપનીનું કહેવું છે કે અમે બજારભાવમાં 50%ની છૂટ આપ્યા પછી પણ આવી પ્રોપર્ટી વેચાતી નહોતી. એટલે અમે એ ઘરોનું સ્પેશિયલ ક્લિનિંગ કરાવવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, તેમાં તોડફોડ કરીને કેટલાક હિસ્સા નવા બનાવ્યા, નવું ડિઝાઈનિંગ, નવું ફર્નિચર લાવીને અનેક ઘરોને રિફર્નિશ પણ કર્યા. પરિણામે કેટલાક ખરીદારો વધુ પૈસા ચૂકવવા પણ તૈયાર છે. અમારો હેતુ એક્સિડન્ટ પ્રોપર્ટીની છબિ બદલવાનો છે. અમારા આઈડિયાથી ખરીદારોની માનસિકતા બદલાઈ છે. ટોક્યોમાં આવી અનેક પ્રોપર્ટી છે, જેના ભાવ હવે ઊંચકાયા છે.

અન્ય સમાચારો પણ છે...