તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SPLCનો રિપોર્ટ:ટ્રમ્પકાળમાં હેટ ગ્રૂપમાં ઘટાડો, ઘૃણાસ્પદ કન્ટેન્ટ 4 ગણા વધ્યાં

વોશિંગ્ટનએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઓબામા અને બુશની તુલનાએ ટ્રમ્પના સમયમાં હેટ ગ્રૂપ નિયંત્રણમાં રહ્યાં

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં ભેદભાવ વધ્યો હતો અને શ્વેત રાષ્ટ્રવાદની છત્રછાયા હેઠળ રંગભેદ ચરમસીમાએ પહોંચી ગયો હતો. એટલું જ નહીં ટ્રમ્પની વિદાય પહેલાં કેપિટલ હિલમાં હિંસા પણ થઈ. તેમ છતાં હેટ ગ્રૂપ્સની સંખ્યા સતત બીજા વર્ષે ઘટી હતી. જોકે ઘૃણાસ્પદ કન્ટેન્ટમાં 4 ગણો વધારો નોંધાયો હતો. ઓબામા-બુશના દોરમાં હેટ ગ્રૂપની સંખ્યા વધારે હતી.

3 વર્ષમાં પહેલીવાર 900થી ઓછાં થયાં

વર્ષહેટ ગ્રૂપ
2020838
2019940
20181020
 • શ્વેત રાષ્ટ્રવાદી સમૂહોની સંખ્યા એક વર્ષમાં 155થી ઘટી 128 થઈ.

ક્લિન્ટન આ ત્રણેયથી શ્રેષ્ઠ, ત્યારે 667 હેટ ગ્રૂપ હતાં
અમેરિકામાં ગત 20 વર્ષનાં હેટ ગ્રૂપનું વિશ્લેષણ કરીએ તો બિલ ક્લિન્ટન આ ત્રણેયની તુલનાએ શ્રેષ્ઠ સાબિત થયા છે. તેમના કાર્યકાળનાં છેલ્લાં વર્ષમાં અમેરિકામાં ફક્ત 667 હેટ ગ્રૂપ સક્રિય હતાં જ્યારે બુશ અને ઓબામાના કાર્યકાળમાં તે 900થી વધુ હતાં. ટ્રમ્પના કાર્યકાળમાં સતત બીજીવાર સંખ્યા ઘટી હતી.

ઈન્ટરનેટને કારણે ઘૃણાસ્પદ કન્ટેન્ટ વધી રહ્યું છે
રિપોર્ટ મુજબ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઘૃણા ફેલાવતા કન્ટેન્ટને ફેલાવવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. તેમાં રંગભેદ, જાતિવાદ, રાષ્ટ્રવાદ અને કટ્ટરતા સંબંધિત ઘૃણા ઓનલાઈન ચાલે છે. 2020માં એન્ટિ ઈમિગ્રેશન, એન્ટિ મુસ્લિમ, એન્ટિ એલજીબીટીક્યૂ, જાતિવાદ સંબંધિત કન્ટેન્ટના આશરે 4900 કેસ સામે આવ્યા. આ 2019ની તુલનાએ આશરે 4 ગણા વધુ છે.

વિચારધારાસંખ્યા
વ્હાઈટ નેશનાલિસ્ટ51
એન્ટી-એલજીબીટીક્યૂ45
એન્ટિ-મુસ્લિમ36
નાઝીવાદી26
એન્ટિ-ઈમિગ્રન્ટ19

​​​​​​​14 વિચારધારાવાળા 317 જૂથ સૌથી વધુ સક્રિય

અમેરિકામાં આશરે 25 અલગ અલગ વિચારધારાવાળાં જૂથ સક્રિય છે. 14 વિચારધારાનાં 317 જૂથ સૌથી વધુ સક્રિય છે. એન્ટિ-મુસ્લિમ, એન્ટિ-એલજીબીટીક્યૂ વિચારધારાવાળાં હેટ ગ્રૂપની સંખ્યા પણ 35થી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો