તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Hashmat Ghani Said There Was A Plot To Kill Ashraf Ghani To Create Chaos, So That Some Of These Retired Old Warlords Can Play Their Cards

અશરફ ગનીએ અફઘાનિસ્તાન કેમ છોડ્યું:ભાઈ હશમતે કહ્યું- અશરફની હત્યા કરવાનું કાવતરું હતું જેથી અમુક નિવૃત્ત વોર લોર્ડ તેમનું ધાર્યું કરી શકે

એક મહિનો પહેલા

અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો છે. પરંતુ તેમના ભાઈ હશમત હજી પણ કાબુલમાં છે. પ્રભાવશાળી અફઘાની નેતા અને બિઝનેસમેન હશમતે કહ્યું છે કે, તેમણે તાલિબાની શાસન સ્વીકારી લીધુ છે, પરંતુ તાલિબાનમાં સામેલ નથી થયા. અશરફ 15 ઓગસ્ટે અફઘાનિસ્તાનથી ફરાર થઈ ગયા હતા અને હાલ તેઓ UAEમાં છે.

મીડિયા હાઉસ વિઓનને આપેલા ઈન્ટરવ્યુમાં હશમતે તે કારણ દર્શાવ્યું છે જેના કારણે અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડ્યું છે. હશમતે કહ્યું છે કે, તેમના ભાઈની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું જેથી કાબુલના રસ્તાઓ પર લોહિયાળ જંગ લડવામાં આવી શકે અને અમુક નિવૃત્ત વોરલોર્ડ તેમની રમત રમી શકે.

વાંચો આ ઈન્ટરવ્યુના સવાલ-જવાબ...
તમે તાલિબાનોને સપોર્ટ કર્યો છે, આ વાત સાચી છે?

આ એક ગેરમાર્ગે દોરનારી વાત છે. મે તેમના શાસનનો સ્વીકાર કરી લીધો છે, પરંતુ હું તેમની સાથે નથી. મેં તેમનો સ્વીકાર નથી કર્યો. મે લોહિયાળ જંગથી બચવા માટે તેમના શાસનનો સ્વીકાર કર્યો છે. હું મારા શીક્ષિત અને વેપાર કરતાં નાગરિકોની સુરક્ષા માટે અહીં રોકાયેલો છું. હું તાલિબાનો સાથે નથી જોડાવાનો નથી. હું દેશમાં રહીશ જેથી તાલિબાનો અને દેશના નાગરિકો વચ્ચે એક પુલનું કામ કરીશ, કેમકે મને ખબર છે કે, દેશ-વેપાર કેવી રીતે ચલાવવો જોઈએ. હું નથી ઈચ્છતો કે દેશ બરબાદ થાય અને અહીં ભૂખમરો થાય. અત્યારે મારું આ જ નિવેદન છે.

અફઘાનિસ્તાન અને ખાસ કરીને કાબુલમાં કેવી સ્થિતિ?
સુરક્ષા વિશે આ લોકોએ બહુ સારુ કામ કર્યું છે. સમસ્યા માત્ર તાલિબાનીઓ અને અમેરિકન સેના વચ્ચે સહયોગની છે. મેં એક પ્રસ્તાવ આપ્યો છે અને બંને તે વિશે રાજી હોય તેવુ લાગે છે. અમે દખલગિરી કરી રહ્યા છે જેથી લોકો સન્માન સાથે અફઘાનિસ્તાન છોડી શકે. અમે એવી વ્યવસ્થા કરી રહ્યા છીએ જેમાં લોકોની હત્યા કરવામાં ના આવે, દરેકનું આત્મસન્માન જળવાય અને કોઈ દુખી થઈને દેશ ના છોડે. જ્યાં સુધી રોજબરોજની ચીજવસ્તુઓની વાત છે તો તેમાં રોજ વધારો કરવામાં આવી રહ્યો છે. કારણ કે હાલ બેન્કિંગ સેક્ચર નથી. અમેરિકાની મદદ બંધ થઈ ગઈ છે. તાલિબાનીઓએ માત્ર અમેરિકન મદદને જ ઠપ્પ નથી કરી પરંતુ અફઘાનિસ્તાનનું નેશનલ રિઝર્વ પણ રોકી દેવામાં આવ્યું છે. જે અહીંની સામાન્ય પ્રજાનું છે.

અફઘાનિસ્તાનની હાલની સ્થિતિમાં તમે ભારતનો શું રોલ જોવો છો?
ભારત અત્યારે અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનનો મોટો રોલ જોઈ રહ્યો છે અને તેને કોઈ નકારી શકે તેમ પણ નથી. સમજણ સાથે ભારતે અત્યારે પીછે હટ કરી લીધી છે. મેં તાલિબાનોને સ્પષ્ટ કહી દીધું છે કે, ભારત, ઈરાન, સેન્ટ્રલ એશિયા, રશિયા જેવા દેશોની સાથે આંતરરાષ્ટ્રીય અને વ્યપારિક સંબંધો અફઘાની સમુદાય અને વેપાર માટે જરૂરી છે. ખાસકરીને આ સિઝનમાં અફઘાનિસ્તાનના ફળ અને ડ્રાયફ્રૂટ્સ વેપાર માટે ખૂબ મહત્વના છે. અહીં ભારત અને પાકિસ્તાન બંનેના દૂતાવાસ હોવા ખૂબ જરૂરી છે. જો આવું હશે તો એવું નહીં કહેવાય કે, અમારી જીમીનનો ઉપયોગ કોઈ અન્ય દેશ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમે તટસ્થ દેશ થવા માંગીએ છીએ.

શું તમારી તમારા ભાઈ અશરફ ગની સાથે કોઈ વાત થઈ છે? તેમને કોણ મારવા માંગે છે?
અશરફ ગની સામે કાવતરુ ઘડવામાં આવ્યું હતું. આ વિશે તો ચોક્ક્સ એમને જ ખબર હશે. અત્યારે તો મારી એમની સાથે વાત નથી થઈ પણ મને ખબર છે કે એ મીડિયા સાથે વાત ચોક્કસ કરશે. અમુક લોકો તેમની હત્યા કરીને અહીં લોહિયાળ જંગ લડવા માંગતા હતા. અમુક વોરલોર્ડ ઈચ્છતા હતા કે તે લોકો ફાયદો ઉઠાવી શકે, પરંતુ અશરફ ગનીએ દેશ છોડી દીધો અને આ બધુ ના થયું. તેમણે કાબુલમાં લોહિયાળ જંગ થતો અટકાવી દીધો.

તેમને કોણ મારવા માંગે છે, તે વિશે અમણે માહિતી આપવી જોઈએ. તેઓ જ્યારે UAEમાંથી બહાર આવશે ત્યારે એવા દેશમાં હશે જ્યાં રાજકિય નિવેદન આપી શકે. તેઓ જ આ વિશે માહિતી આપશે.

મને લાગે છે કે, ભારત અને અફઘાનિસ્તાનના સંબંધો પર તાલિબાની શાસનનો કોઈ ફેર નહીં પડે. રાજકારણ તો આવતું-જતુ રહે, પરંતુ લોકો હંમેશા રહેતા હોય છે. એક દિવસ આપણે ભારત, પાકિસ્તાન અને સેન્ટ્રલ એશિયા વચ્ચે સામાન્ય રાજનીતિ જોઈશું. 30-40 કરોડ લોકોને સારુ જીવન અને ભવિષ્ય મળશે. તેઓ એકબીજા સામે બંદૂક તાણેલા નહીં દેખાય.

અન્ય સમાચારો પણ છે...