• Gujarati News
  • International
  • Harpreet Chandi Reached The South Pole After Covering A Distance Of 1100 Km In 40 Days Alone Amidst Freezing Cold.

ભારતીય મૂળની મહિલાએ ઈતિહાસ રચ્યો:હરપ્રિત ચાંડી માઈનસ 50 ડિગ્રી તાપમાન વચ્ચે દક્ષિણ ધ્રુવ પર પહોંચી, કોઈપણ મદદ વગર 40 દિવસમાં 1100 કિમી અંતર કાપ્યું

13 દિવસ પહેલા
ભારતીય મૂળની હરપ્રીતે 40 દિવસમાં દક્ષિણ ધ્રુવ પહોંચી
  • ભાંગડા અને પંજાબી ગીતો સાંભળી યાત્રાને આનંદદાયક બનાવી
  • 113 કિમી ઝડપથી ફૂકાતા પવન અને અનેક મુશ્કેલીનો સામનો કરેલો

32 વર્ષની ભારતીય મૂળની બ્રિટીશ મહિલા હરપ્રિત ચાંડી એકલા જ દક્ષિણ ધ્રુવ (South Pole) પર પહોંચી નવો ઈતિહાસ રચ્યો છે. તેણે કોઈની પણ મદદ વગર દક્ષિણ ધ્રુવ ફતેહ કરનારી પ્રથમ મહિલા બની ગઈ છે. 32 વર્ષિય ભારતીય મૂળની બ્રિટીશ શીખ આર્મી ઓફિસર અને ફિઝીયોથેરાપીસ્ટ પોલર પ્રીત (Polar Preet)ના નામથી પણ ઓળખ ધરાવે છે. હરપ્રીતે હાડ થીજવી નાંખતી અસહ્ય ઠંડી વચ્ચે આર્કટીક સુધીની આશરે 700 માઈલ એટલે કે 1,100 કિ.મીની યાત્રા એકલા જ પૂરી કરી છે. આ અંગે હરપ્રીતે તેના બ્લોગમાં માહિતી આપી છે. તેણે આ યાત્રા પૂરી કરવામાં ફક્ત 40 દિવસનો સમય લીધો હતો.

હરપ્રીતે 1,100 કિ.મીની યાત્રા એકલા જ પૂરી કરી
હરપ્રીતે 1,100 કિ.મીની યાત્રા એકલા જ પૂરી કરી

તેણે 24 નવેમ્બ,2021ના રોજ શરૂઆત કરી હતી કે જ્યારે તેને યુનિયન ગ્લેસિયર પર સ્ટાર્ટીંગ પોઇન્ટ પર ઉતારવામાં આવેલી. 39માં દિવસે તેણે લખ્યું કે હવે હું દક્ષિણ પોલથી ફક્ત 15 નૌટીકલ માઈલ (27.78 કિમી) જ દૂર છું. અહીં પ્રતિ કલાક 70 માઈલ એટલે કે 113 કિમી પ્રતિ કલાક ઝડપથી ખૂબ જ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે અને માઈનસ 45 (-45) ડિગ્રી તાપમાન છે.

અહીં ફક્ત બરફ જ બરફ છે

ત્રણ વર્ષ અગાઉ તે દક્ષિણ ધ્રુવ વિશે કોઈ માહિતી ધરાવતી ન હતી
ત્રણ વર્ષ અગાઉ તે દક્ષિણ ધ્રુવ વિશે કોઈ માહિતી ધરાવતી ન હતી

હરપ્રીત ચાંડીએ તેના બ્લોગમાં લખ્યું કે ''હું દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગઈ છું, જ્યાં ફક્ત બરફ જ બરફ છે. હું અહીં અત્યારે ઘણીબધી ભાવનાનો અહેસાસ કરી રહ્યો છું. ત્રણ વર્ષ અગાઉ હું દક્ષિણ ધ્રુવ વિશે કોઈ માહિતી ધરાવતી ન હતી, પણ છેવટે હું અહીં છું તે મને એક સપના જેવું લાગે છે. અહીં સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતું.

ભાંગડા-પંજાબી ગીતોની મજા માણી મુશ્કેલ સફર આસાન બનાવી

દરરોજ હરપ્રીત 11 કલાકની સફર કરતી
દરરોજ હરપ્રીત 11 કલાકની સફર કરતી

દરરોજ હરપ્રીત 11 કલાકની સફર કરતી અને માર્ગમાં ભાગડા (Bhangra) ઉપરાંત પંજાબી ગીતો સાથે સફરને આનંદદાયક બનાવતા હતા. આ સફર એટલી સરળ ન હતી. હરપ્રીત માર્ગમાં ખૂબ જ તાવ અને બેચેની, તથા ડાયેરિયાનો પણ ભોગ બન્યા હતા.
લોકો મુશ્કેલ કામને જાતે જ સરળ બનાવો-હરપ્રીત

હરપ્રીતે કહ્યું કે હું ઈચ્છું છું કે લોકો પોતાની સીમાઓથી આગળ વધે અને પોતાની જાતમાં વિશ્વાસ રાખે. મને અનેક વખત કહેવામાં આવ્યું છે કે ''સામાન્ય (Normal)"કામ કરો, પણ આપણે આપણું નોર્મલ જાતે જ બનાવી છીએ. તમે જે પણ ઈચ્છો છો તેના માટે તમે સક્ષમ છો અને તેનાથી ખાસ ફર્ક પડતો નથી કે તમે ક્યાંથી આવો છો અથવા તમારી શરૂઆત ક્યાંથી થઈ છે. કોઈપણ વ્યક્તિ ક્યાંકને ક્યાંકથી તો શરૂઆત કરે જ છે.​​​​​​​

હરપ્રીતે વધુમાં કહ્યું કે હું ફક્ત કાચની છતને જ તોડવાની જાણકારી ધરાવતી નથી. હું તેના લાખો ટૂકડા તોડી દેવા માગુ છું. અત્રે ઉલ્લેખનીય છે કે હરપ્રીત દક્ષિણ ધ્રુવની યાત્રા સમયે સતત બ્લોક અને લાઈવ વીડિયો શેર કરતી રહેતી હતી.​​​​​​​
પહેલો બ્લોગ દાદાને સમર્પિત કર્યો​​​​​​​​​​​​​​

19 વર્ષની ઉંમરે લશ્કરમાં જોડાયેલા
19 વર્ષની ઉંમરે લશ્કરમાં જોડાયેલા

હરપ્રીત 19 વર્ષની ઉંમરે લશ્કરમાં જોડાયા હતા અને પાંચ વર્ષ અગાઉ રેગ્યુલર આર્મી સાથે સાઈન અપ કરી હતી, તેઓ ક્લિનિકલ ટ્રેઈનિંગ ઓફિસર તરીકે કામગીરી કરે છે. દક્ષિણ ધ્રુવની મુશ્કેલ યાત્રા શરૂ કરી તે અગાઉ તેમણે 27 દિવસ સુધી ગ્રીનલેન્ડમાં આઈસ કેપ (Ice Cap)પર તાલીમ લીધી હતી.​​​​​​​હરપ્રીતે તેમની પ્રથમ બ્લોગ તેમના દાદાને સમર્પિત કરી હતી. તેમણે લખ્યું હતું કે હું તે મારા બાબા જી ને સમર્પિત કરું છું,જેઓ 99 વર્ષ સુધી અસાધારણ જીવન જીવ્યા છે. જ્યારે મારો જન્મ થયેલો તે સમયમાં તેઓ UK આવેલા અને મારો ઉછેર કરેલો.

અન્ય સમાચારો પણ છે...