• Gujarati News
  • National
  • Hanuman Chalisa Lessons In One Thousand Temples Of Karnataka From Today, Police Alert

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:કર્ણાટકના એક હજાર મંદિરોમાં આજથી હનુમાન ચાલીસાના પાઠ, પોલીસ એલર્ટ

બેંગ્લુરુ9 દિવસ પહેલાલેખક: વિનય માધવ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • મસ્જિદોમાં લાઉડસ્પીકર પર રોક ન લગાવવાના વિરોધમાં અભિયાન

કર્ણાટકમાં રાજ્ય સરકાર દ્વારા મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવાની કાર્યવાહી ન કરવામાં આવતા તેના વિરોધમાં હિન્દુ સંગઠનોએ સોમવારે મોટું અભિયાન છંછેડવાની જાહેરાત કરી હતી. શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુતાલિકે કહ્યું કે રાજ્ય સરકારને 8 મે સુધી તમામ મસ્જિદો પરથી લાઉડસ્પીકરને હટાવી દેવા અલ્ટીમેટમ અપાયું હતું પણ તેના પર કોઈ કાર્યવાહી ન કરાઈ.

શ્રીરામ સેનાના રાજ્ય પ્રમુખ સિદ્ધાલિંગા સ્વામીએ કહ્યું કે કર્ણાટકના 1000 મંદિરો પર હવે લાઉડસ્પીકર લગાવી દેવાયા છે. સોમવારે સવારે 4 વાગ્યે આ મંદિરો પર હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરાશે. હનુમાન ચાલીસા પાઠ અને સુપ્રભાતને લાઉડસ્પીકર પર વગાડવા વિશે સંબંધિત મંદિર તંત્ર જ નિર્ણય કરશે. આ પાઠ મસ્જિદોમાં અઝાન ચાલવા સુધી વગાડાશે.

સિદ્ધાલિંગા કહે છે કે સોમવારના અભિયાન બાદ જો મસ્જિદો પરથી લાઉડસ્પીકર નહીં હટાવાય તો રાજ્યના અન્ય મંદિરો ઉપર પણ લાઉડસ્પીકર લગાવાશે. હિન્દુ સંગઠનોએ કહ્યું કે જો પોલીસ અને તંત્ર તરફથી મંદિરો પર લાઉડસ્પીકર વગાડવા વિરુદ્ધ કાર્યવાહી કરાશે તો તેમના સંગઠન તેના માટે તૈયાર છે. અમે રાજ્ય સરકારને મસ્જિદો પરથી લાઉડસ્પીકર હટાવવા અલ્ટીમેટમ આપ્યું હતું પણ તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી તો હવે અમારી કાર્યવાહી કરવા સ્વતંત્ર છીએ.

લાઉડસ્પીકરને લઈને રાજ્યમાં બે પક્ષો વચ્ચે તણાવની આશંકાને જોતા પોલીસ-તંત્ર એલર્ટ પર છે. આ મામલાની સંવેદનશીલતાને જોતા ખુદ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કમાન સંભાળી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં શાંતિ વ્યવસ્થા જાળવવા તમામ લોકો સૌહાર્દનો પરિચય આપે. તેમણે બંને પક્ષોને સંયત વર્તવા અપીલ કરી હતી પણ તણાવની આશંકાને જોતા તેમણે લાઉડસ્પીકર લગાવાયેલા એક હજાર મંદિરોની બહાર વધારાના પોલીસ દળને તહેનાત કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ દેશભરમાં રાજ્ય પોલીસને હાઈએલર્ટ પર રખાઈ છે.

તમામ પોલીસ સ્ટેશનોને વધારાની ચોક્સાઈ રાખવા કહેવાયું છે. સાથે જ રિઝર્વ પોલીસ દળને પણ એલર્ટ પર રખાયું છે. કર્ણાટકમાં હિજાબ વિવાદ અને પછી બજરંગ દળ કાર્યકરની હત્યા બાદ શ્રીરામ સેના અને બજરંગ દળ તરફથી મસ્જિદો પરના લાઉડસ્પીકરનો મુદ્દો ઊઠાવાયો હતો.

લાઉડસ્પીકર અંગે કર્ણાટકની 600 મસ્જિદોને નોટિસ મોકલાઇ
રાજ્ય સરકાર તરફથી રાજ્યભરમાં આવેલી મસ્જિદોને લાઉડસ્પીકર અંગે નોટિસ પણ જારી કરાઈ છે. મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશથી પહેલા જ રાજ્ય સરકાર તરફથી 250 મસ્જિદોને નોટિસ મોકલાઈ હતી. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદથી અન્ય 350 મસ્જિદોને પણ નોટિસ મોકલાઈ. આ નોટિસ મસ્જિદો પરથી લાઉડસ્પીકરના અવાજને લઈને જારી કરાઈ હતી. તેમાં સાયલન્ટ ઝોનમાં આવેલી મસ્જિદોના લાઉડસ્પીકરનો અવાજ 50 ડેસિબલ, રહેણાક વિસ્તારોમાં 55 ડેસિબલ જોકે ઔદ્યોગિક વિસ્તારોમાં 75 ડેસિબલનો મહત્તમ અવાજ નક્કી કરાયો હતો. રાજ્ય સરકારનો દાવો છે કે શ્રીરામ સેના અને બજરંગ દળના અભિયાનથી પહેલા જ મસ્જિદોના લાઉડસ્પીકરનો અવાજ નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...