તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Hamas Fires 7 Rockets, 20 Killed, 153 Wounded In Israeli Airstrikes In Response; What Is The Controversy Over The Gaza Strip And Jerusalem

7 વર્ષ પછી ઈઝરાયલ પર મોટો હુમલો:પેલેસ્ટાઈને 300 રોકેટ છોડ્યા, ભારતીય મહિલા સહિત 20 લોકોના મોત, ઈઝરાયલી એરફોર્સેના જવાબી હુમલા ચાલુ

3 મહિનો પહેલા
પેલેસ્ટાઈનના મિલિટન્ટ સંગઠન હમાસે ઈઝરાયેલના હવાઈ હુમલાના જવાબમાં 130થી વધુ રોકેટ્સથી તેલ અવીવ પર હુમલો કર્યો હતો.
  • ઇઝરાયેલના અસ્તિત્વ બાદથી આરબ રાષ્ટ્રો વચ્ચે તેઓ સંઘર્ષ કરી રહ્યાં છે
  • 50ના દશકામાં છ જેટલાં આરબ રાષ્ટ્રોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો
  • પેલેસ્ટાઈન અને ઇઝરાયેલ વચ્ચે ગાઝા પટ્ટી અને જેરૂસલેમને લઈને માથાકૂટ ચાલે છે

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો સંઘર્ષ વધુ લોહિયાળ બન્યો છે. મિલિટન્ટ ગ્રૂપ હમાસ દ્વારા ઈઝરાયેલના તેલ અવીવ શહેર પર 130 રોકેટથી હુમલો કરાયો હતો. કાર્પેટ બોમ્બિંગ જેવા આ હુમલામાં તેલ અવીવમાં મોટું નુકસાન અને જાનહાનિ થયાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

પેલેસ્ટાઈનના મિલિટન્ટ ગ્રૂપ હમાસે કહ્યું હતું કે તેમણે ઈઝરાયેલના તેલ અવીવ પર 130 રોકેટથી હુમલો કર્યો હતો. આ હુમલો તેમણે ઈઝરાયેલ દ્વારા કરાયેલા ગાઝા પટ્ટી પરના હવાઈ હુમલાના જવાબમાં કર્યો છે.

અગાઉ ઈઝરાયેલના હવાઈ હુમલામાં ટાવર બ્લોક ધ્વસ્ત થયો હતો. આ હવાઈ હુમલા અંગે ઈઝરાયેલ મિલિટરીએ દાવો કર્યો હતો કે તેઓ ગાઝામાં આતંકીઓને નિશાન બનાવી રહ્યા છે. વાસ્તવમાં, સોમવારથી બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો છે. અત્યાર સુધીમાં હમાસ દ્વારા 400થી વધુ રોકેટ્સથી હુમલા કરાયા છે. હાલના 130 રોકેટ્સ દ્વારા કરાયેલા હુમલામાં ઈઝરાયેલ પક્ષે મોટી ખુવારી થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જોવા મળતું ઘર્ષણ સોમવારે મોડી રાત્રે ફરી એક વખત લોહિયાળ સંઘર્ષમાં પરિવર્તીત થયું હતું. પેલેસ્ટાઈનના સંગઠન હમાસ, જેને ઇઝરાયેલ આતંકી સંગઠન ગણાવે છે. તેઓએ પોતાના કબજાવાળા ગાઝા પટ્ટીથી ઇઝરાયેલના જેરુસલેમ પર 7 રોકેટ છોડ્યા. આ હુમલામાં ઇઝરાયેલનો માત્ર એક સૈનિક સામાન્ય રીતે ઘાયલ થયો છે. જ્યારે અન્ય રોકેટ ઇઝરાયેલના ડિફેન્સ સિસ્ટમે વચ્ચે જ રોકી લીધા. જે બાદ ઇઝરાયેલ જવાબી કાર્યવાહી કરી અને માત્ર 10 જ મિનિટમાં ગાઝા પટ્ટીના અનેક વિસ્તારો ધ્વસ્ત કરી દીધા. હમાસનો દવાો છે કે ઇઝરાયેલની એરસ્ટ્રાઈકમાં તેના 20 લોકો માર્યા ગયા છે જ્યારે 170થી વધુ ઘાયલ થયા છે.​​​​​

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ મરનારમાં 9 બાળકો છે. ઉત્તરી ગાઝામાં એક વિસ્પોટમાં ત્રણ બાળકો સહિત એક જ પરિવારના ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. મૃતકની સંખ્યાની દ્રષ્ટીએ આ મૃત્યુઆંક છેલ્લાં ઘણાં વર્ષોથી જોવા મળતા ઘર્ષણનો સૌથી વધુ છે.

હિંસાને લઈને એકબીજા પર આરોપ
આ મામલો છેલ્લાં 2 દિવસથી જોવા મળતો હતો. પેલેસ્ટાઈનના કેટલાંક લોકો જેરૂસલેમમાં આવેલી અલ અક્સા મસ્જિદ આવ્યા હતા. અલ અક્સા મસ્જિદ મુસ્લિમો માટે પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને તેનું મહત્વ મક્કા-મદીના જેટલું જ છે. અલ અક્સા મસ્જિદમાં જ મોહમ્મદ પયંગબર સાહેબે છેલ્લી નમાઝ પઢી હતી. તો યહૂદી માટે પણ આ જગ્યા ઘણી જ મહત્વની માનવામાં આવે છે.

અલ અક્સા આવેલા પેલેસ્ટાઈનવાસીઓએ ઇઝરાયેલી સૈનિકો પર પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ અથડામણ રવિવારે થઈ હતી. જેમાં 300 લોકો ઘાયલ થઈ ગયા હતા. સોમવારે સાંજે પેલેસ્ટાઈનના જૂથ હમાસે જેરૂસલેમમાં 7 રોકેટ છોડ્યા હતા. જો કે ઇઝરાયેલની એર ડિફેન્સ સિસટમે જેરૂસલેમને તબાહ થતાં બચાવી લીધું હતું.ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે આ અથડામણ વિવાદિત સ્થળ પર ઇઝરાયેલનો દાવો રજૂ કરવા માટે ઓલ્ડ સિટીમાંથી રેલી કાઢવાના એક દિવસ પહેલાં જ થઈ. ઇઝરાયેલ પોલીસે આરોપ લગાવ્યા કે અલ અક્સા મસ્જિદના પરિસરની નજીક જ રસ્તા પર પથ્થરમારો કરવામાં આવ્યો. તો પેલેસ્ટાઈને કહ્યું કે મસ્જિદ પરિસરમાં સ્ટન ગ્રેનેડ છોડાયા જેના કારણે અનેક લોકો ઘાયલ થઈ ગયા. પેલેસ્ટાઈન ડોકટરના જણાવ્યા મુજબ રવિવારે થયેલી હિંસામાં 215 પેલેસ્ટાઈની ઘાયલ થયા જેમાં 153ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હિંસા થયા બાદ હમાસે 7 રોકેટ છોડ્યા હતા જો કે ઇઝરાયેલની મજબૂત ડિફેન્સ સિસ્ટમને કારણે મોટું નુકસાન થયું ન હતું
હિંસા થયા બાદ હમાસે 7 રોકેટ છોડ્યા હતા જો કે ઇઝરાયેલની મજબૂત ડિફેન્સ સિસ્ટમને કારણે મોટું નુકસાન થયું ન હતું

હિંસા નહીં થવા દઈએઃ નેતન્યાહૂ
ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે જોવા મળેલી હિંસક અથડામણ બાદ પણ ઇઝરાયેલી પોલીસે જેરૂસલેમ દિવસ સમારંભ નિમિતે યોજાનારી પરેડને મંજૂરી આપી છે. ત્યારે આ સમારંભમાં હિંસા ભડકશે તેવી આશંકા વધી ગઈ છે. જો કે જેરૂસલેમ દિવસ પહેલાં મંત્રીમંડળની એક વિશેષ બેઠકમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, "એક પણ આતંકી તાકાતને જેરૂસલેમમાં શાંતિને પ્રભાવિત નહીં કરવા દઈએ. અમે નિર્ણાયક રૂપથી તથા જવાબદારીથી કાયદો વ્યવસ્થા લાગુ કરીશું. અમે તમામ ધર્મોના લોકોની પૂજા-અર્ચના કરવાની સ્વતંત્રતા યથાવત રાખીશું પરંતુ હિંસક પ્રવૃતિઓ નહીં થવા દઈએ."

ફરી હિંસા ભડકવાનું કારણ શું?
1967માં આરબ-ઇઝરાયેલ યુદ્ધમાં મળેલી જીત બાદ ઇઝરાયેલ જેરૂસલેમ ડે, એટલે કે જીતની વર્ષગાંઠ મનાવે છે. જેરૂસલેમના શેખ જર્રાહ વિસ્તારને યહૂદી અને મુસ્લિમ બંને લોકો પવિત્ર સ્થળ માને છે. અહીં આેલી અલ અક્સા મસ્જિદની બહાર હાજર પેલેસ્ટાઈનવાસીઓએ પવિત્ર દીવાલ પાસે પ્રાર્થના કરી રહેલા લોકો અને તેમની સુરક્ષા કરતા જવાનો પર પથ્થરમારો કર્યો. અલ અક્સા મસ્જિદ જૂના જેરુસલેમમાં છે. અહીીં યહૂદીઓનું ટેમ્પલ માઉન્ટ પણ આવેલું છે. એટલે કે બંને જ સંપ્રદાય આ જગ્યાને પોતાનું પવિત્ર સ્થળ માને છે અને આ જગ્યા તેમની હોવાનો દાવો કરે છે.

ઇઝરાયેલ ઝુકવા તૈયાર નથી
ઇઝરાયેલ જેરુસલેમ શહેરના એક હિસ્સાને આધુનિક શહેર તરીકે તૈયાર કરી રહ્યું છે. જે વાત પેલેસ્ટાઈનને મંજૂર નથી. દુનિયાના અનેક દેશ ઇઝરાયેલને કન્સ્ટ્રકશન રોકવાની માગ કરે છે પરંતુ ઇઝરાયેલનું કહેવું છે કે તેઓ આ કામ કોઈ કાળે નહીં અટકાવે કેમકે આ તેમનો જ વિસ્તાર છે.

જીતનો જશ્ન મનાવવા એકઠા થયેલા ઇઝરાયેલવાસીઓ
જીતનો જશ્ન મનાવવા એકઠા થયેલા ઇઝરાયેલવાસીઓ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે જેરૂસલેમમાં વધતી હિંસાને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી
સંયુક્ત રાષ્ટ્ર પરિષદે સોમવારે પૂર્વી જેરૂસલેમમાં વધતી હિંસાને લઈને ઈમરજન્સી બેઠક બોલાવી એક પ્રસ્તાવિત નિવેદન પર વિચાર વિમર્શ કર્યા, જેમાં ઇઝરાયેલને આહ્વાન કરવામાં આવ્યું કે તેઓ આ મામલાને લઈને સંયમ રાખ અને આ પવિત્ર સ્થળો પર ઐતિહાસિક યથાસ્થિતિનું સન્માન કરે.

અમેરિકા-UNને ચિંતા
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને ઇઝરાયેલના NSA સાથે ફોન પર વાતચીત કરી, થયેલી અથડામણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તો સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્તોનિયો ગુટેરસે પણ પૂર્વી જેરૂસલેમમાં હિંસા યથાવત રહેવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા ઈમલી હોર્ને જણાવ્યું કે સુલિવને ઇઝરાયેલને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી છે.

ઇઝરાયેલ હંમેશાથી કોઈને કોઈ વિવાદોમાં રહે છે, અહીં લાંબા સમયથી આરબ અને યહૂદીઓ વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે. ગાઝા પટ્ટી હંમેશાથી જ સમાચારમાં ચમકે છે, જ્યારે કે જેરૂસલેમ દુનિયાનું સૌથી વિવાદિત શહેરમાંથી એક માનવામાં આવે છે. એક તરફ જ્યાં ઇઝરાયેલ જેરૂસલેમને પોતાની રાજધાન ગણાવે છે તો વિશ્વના મુસ્લિમ રાષ્ટ્રો જેરૂસલેમને ઇઝરાયેલની રાજધાની નથી ગણાવતું, આટલું જ નહીં ઘણાં મુસ્લિમ રાષ્ટ્રો તો ઇઝરાયેલને જ એક અલગ દેશ નથી ગણતા. ઇઝરાયેલને કનાન, અલ શામ, લેવાંતા કે ધ પ્રોમિસ લેન્ડના નામથી પણ ઓળખવામાં આવે છે.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેનો ઈતિહાસ
ઓટમન સામ્રજ્યે 14મી સદીમાં સમગ્ર મિડલ ઈસ્ટ પર પોતાનો કબજો જમાવી દિધો હતો અને 19મી સદીમાં તેઓ નબળા પડી ગયા હતા. 19મી સદીમાં સમગ્ર યુરોપમાં રાષ્ટ્રવાદનો જુવાર આવ્યો જેમાં ઈટાલી, જર્મની મહત્વના છે. આ તમામ દેશ નાના-નાના ટુકડાઓમાં વહેંચાયેલા હતા. પરંતુ એકીકરણના આ સમયમાં આ દેશ 1950ની આસપાસ એક થવાના શરૂ થઈ ગયા. આ એકીકરણના સમયમાં જ થિયોડોર હર્ઝલે યદૂદી રાષ્ટ્રની વાત શરૂ કરી, જેને જાઈનિસ્ટ આંદોલન નામ આપવામાં આવ્યું. જાઈનિસ્ટ આંદોલન તેને કહેવાય જેમાં યહૂદી ફરી એક વખત પોતાની પવિત્ર ધરતી પર જવા માગે છે, જ્યાંથી યહૂદી ધર્મની શરૂઆત થઈ હતી. લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં પેલેસ્ટાઈનમાં તેની શરૂઆત થઈ હતી. યહૂદીઓ માટે ઇઝરાયેલ જવાનું વધુ એક મોટું કારણ હતું સમગ્ર યુરોપમાં યહૂદીઓનો સંહાર કરવામાં આવી રહ્યો હતો. જેમાં જર્મની કે હિટલર જ નહીં પરંતુ સંગ્ર યુરોપ જેવા કે ફ્રાંસ, રશિયા, ઈટાલી, પોલેન્ડમાં યહૂદીઓ પર અત્યાચાર કરતા હતા. તેમના ધાર્મિક સ્થળો પર પણ પ્રતિબંધ લગાવી દિધા.. આ અત્યાચારને કારણે યહૂદીઓએ પોતાની ધરતી પર પરત જવાની શરૂઆત કરી.

1947માં UNમાં એક નવું રિઝોલ્યૂશન આવ્યું કે યહૂદીઓને પોતાનો એક દેશ મળવો જોઈએ, જેના પર ઇઝરાયેલને સમર્થન મળ્યું. આ રિઝોલ્યૂશન પછી ઇઝરાયેલ બે ભાગમાં વેચાઈ ગયું. એક ભાગ હતો યહૂદી રાજ્ય અને એક હતું આરબ રાજ્ય. પરંતુ મોટી સમસ્યા હતી જેરૂસેલમ કેમકે અહીં અડધી વસ્તી યહૂદીઓની હતી અને અડધી મુસ્લિમોની હતી. તેથી UNએ નિર્ણય કર્યો કે જેરૂસલેમને આંતરરાષ્ટ્રીય સરકાર ચલાવશે. પરંતુ સમય જતા ઇઝરાયેલે ગાઝા પટ્ટી અને જેરુસલેમ પોતાનું નિયંત્રણ મજબૂત કરી દિધું હતું.

જેરૂસલેમને લઈને પેલેસ્ટાઈન અને ઇઝરાયેલ વચ્ચે વર્ષોથી ઘર્ષણ જોવા મળે છે
જેરૂસલેમને લઈને પેલેસ્ટાઈન અને ઇઝરાયેલ વચ્ચે વર્ષોથી ઘર્ષણ જોવા મળે છે
ઇઝરાયેલની આસપાસ આવેલા આરબ દેશો ઇઝરાયેલને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપતા નથી.
ઇઝરાયેલની આસપાસ આવેલા આરબ દેશો ઇઝરાયેલને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપતા નથી.

ઇઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષ
ઇઝરાયેલ વિરૂદ્ધ પીએલઓ એટલે કે પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશને ઇઝરાયેલ વિરૂદ્ધ પોતાની લડાઈ શરૂ કરી જેના ચર્ચાસ્પદ નેતા હતા યાસિર અરાફત. પેલેસ્ટાઈનના લોકોને ઇઝરાયેલ સરકાર વિરૂદ્ધ પોતાનો વિરોધ શરૂ કરી દિધો કેમકે આ લોકોને તેમના અધિકાર ન મળ્યા અને વેસ્ટ બેંક પર ઇઝરાયેલની સેના તહેનાત હતી. આ વિવાદ હિંસામાં ફેરવાયો અને લગભગ 100 યહૂદી અને 1000 આરબના મોત નિપજ્યા. આ દરમિયાન જ હમાસનો જન્મ થયો, જે પીએલઓથી પણ વધુ ખતરનાક હતું. પીએલઓ ઇઝરાયેલની સાથે સમજૂતી કરવા તૈયાર હતું પરંતુ હમાસનું માનવું હતું કે ઇઝરાયેલ દેશનું અસ્તિત્વ જ નથી અને તેઓ તેને રાષ્ટ્ર જ માનતા ન હતા.

ઇઝરાયેલ વિરૂદ્ધ પીએલઓ એટલે કે પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશને ઇઝરાયેલ વિરૂદ્ધ પોતાની લડાઈ શરૂ કરી જેના ચર્ચાસ્પદ નેતા હતા યાસિર અરાફત. (ફાઈલ તસવીર)
ઇઝરાયેલ વિરૂદ્ધ પીએલઓ એટલે કે પેલેસ્ટાઈન લિબરેશન ઓર્ગેનાઈઝેશને ઇઝરાયેલ વિરૂદ્ધ પોતાની લડાઈ શરૂ કરી જેના ચર્ચાસ્પદ નેતા હતા યાસિર અરાફત. (ફાઈલ તસવીર)

હમાસે શરૂ કર્યા ઇઝરાયેલ પર હુમલા
વધતા વિવાદ વચ્ચે હમાસે ઇઝરાયેલ પર હુમલાઓ કરવાનું શરૂ કરી દિધું. હમાસે રેહણાંક વિસ્તારોમાં હુમલાઓ કર્યા. એવામં ઇઝરાયેલા ગાઝાપટ્ટીની ઘેરાબંધી કરી દિધી જે અંતર્ગત હવે ગાઝામાં કોઈ પણ પ્રકારનો સામાન ન જઈ શકે. અનેક જગ્યાએ ચેકપોસ્ટ પણ બનાવી દિધી. કોઈ પણ બહારનું જહાજ ગાઝામાં ન આવી શકે. ઇઝરાયેલનું કહેવવં છે કે ઈરાન જેવા અનેક દેશ અહીં રોકેટ મોકલે છે. પરંતુ આ નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય સંસ્થાનો પાસેથી મળનારી મદદ અહીં ન પહોંચી શકી, જેના કારણે 10 વર્ષમાં ગાઝાની સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ. અહીં 40 ટકા બેરોજગારી છે, લોકોના ઘરમાં વીજળી - પાણી પણ નથી. ગાઝામાં ઇઝરાયેલી સેના અને હમાસ વચ્ચે અનેક યુદ્ધ થયા જેમાં હજારોના મોત થયા છે.

જેરૂસલેમ શહેરનો વિવાદ
ઈસ્લામમાં મક્કા અને મદીના પછી આ ત્રીજું પવિત્ર સ્થળ છે. ઈસાઈ ધર્મ માટે પણ આ ઘણું જ મહત્વનું સ્થાન છે કેમકે અહીં જીસસ ક્રાઈસ્ટને ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. ત્રણેય ધર્મને અબ્રાહમ ધર્મ કહેવામાં આવે છે. પૂર્વી જેરૂસલેમમાં મોટા ભાગે મુસ્લિમ વસ્તી રહે છે, જ્યારે પશ્ચિમી વિસ્તારમાં યહૂદીની આબાદી છે જ્યારે આ બંને વચ્ચે આ પવિત્ર સ્થાન આવેલા છે. અહીં અલ અક્સા મસ્જિદમાં ઇઝરાયેલ 18થી 50 વર્ષના લોકોને જતા રોકે છે કેમકે તે લોકો વાંરવાર અહીં પ્રદર્શન કરે છે. જેરૂસલેમને વિશ્વના ઘણાં દેશોએ ઇઝરાયેલની રાજધાની તરીકે માન્યતા નથી આપી. ઇઝરાયેલ જેરૂસલેમને પોતાની રાજધાની ગણાવે છે જ્યારે કે દુનિયાના અન્ય દેશ તેલઅવીવને ઇઝરાયેલની રાજધાની ગણાવે છે. મોટા ભાગના દેશોના દૂતાવાસ પણ તેલઅવીવમાં જ છે.

જેરૂસલેમ ઘણું જ મોટું શહેર છે, આ શહેર ઈસ્લામ, ઈસાઈ અને યહૂદી ધર્મ માટે ઘણું જ પવિત્ર સ્થળ છે.
જેરૂસલેમ ઘણું જ મોટું શહેર છે, આ શહેર ઈસ્લામ, ઈસાઈ અને યહૂદી ધર્મ માટે ઘણું જ પવિત્ર સ્થળ છે.