તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Haiti | Caribbean Country | Jovenel Moise Was Killed In His Home, His Wife Seriously Injured In The Attack; Increased Political Instability

કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિની હત્યા:જોવેનેલ મોઇસેની તેમના ઘરમાંજ હત્યા કરાઈ, હુમલામાં પત્ની પણ ગંભીરરૂપે ઈજાગ્રસ્ત; રાજકીય અસ્થિરતામાં વધારો

16 દિવસ પહેલા
જોવેનેલ મોઇસની ફાઇલ તસવીર
  • જોવેનેલ મોઇસેના શાસનકાળ દરમિયાન દેશમાં અસ્થિરતા અને અસંતોષના ફેલાયો હતો

કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસેની તેમના ઘરમાં હત્યા થઈ છે. હુમલા પછી તેમની પત્નીની સ્થિતિ પણ ગંભીર જણાઈ રહી છે. હૈતીના વડાપ્રધાને આ ઘટનાની પુષ્ટી કરતા જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મોઇસેની તેમના ઘરમાં હત્યા થઈ ગઈ છે. મોઇસની પત્ની અંગે કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ક્વાર્ટરમાં હુમલા દરમિયાન તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.

રાષ્ટ્રપતિની પત્ની સારવાર હેઠળ
દેશના વચગાળાના વડાપ્રધાન ક્લાઉડ જોસેફે બુધવારે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇઝના ઘર પર કેટલા અજાણ્યા શખસોએ હુમલો કર્યો હતો, તે દરમિયાન તેમની હત્યા કરવામાં આવી હતી. વચગાળાના વડાપ્રધાને જણાવ્યું હતું કે મોઇસેની પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગેંગ વૉર અને આર્થિક અસ્થિરતાને વેગ આપવા હત્યા
PM જોસેફે હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે આ એક ઘૃણિત, અમાનવીય અને બર્બર કૃત્ય છે. હૈતીની રાષ્ટ્રીય પોલીસ અને અન્ય અધિકારીઓએ દેશભરમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. આ હત્યા મંગળવારે મોડી રાત્રે રાજનિતીક અને આર્થિક અસ્થિરતાને વેગ આપવા અને ગેંગ વૉર હિંસામાં થયેલી વૃદ્ધિ વચ્ચે કરવામાં આવી છે.

આર્થિક, સામાજિક સંકટમાં વધારો
જોવેનેલ મોઇઝેના શાસનકાળમાં 1.10 કરોડથી વધુ વસતી વાળા દેશમાં અસ્થિરતા અને અસંતોષના વાતાવરણમાં વૃદ્ધિ થઈ હતી. દેશમાં આર્થિક, રાજનીતિક અને સામાજિક સંકટ વધી રહ્યું છે. રાજધાની પોર્ટ ઓ પ્રિંસ કીમાં ગેંગ વૉરમાં વધારો જોવા મળ્યો છે.

કુદરતી આફતોથી સર્જાયેલા નુકસાનની ભરપાઈ
ફુગાવો વધતો જઈ રહ્યો છે અને આ કરેબિયાઈ દેશમાં ફુડ અને ફ્યુઅલની અછત વર્તાય રહી છે જ્યાં 60% વસતી દરરોજ 2 ડોલરથી ઓછી રકમની કમાણી કરે છે. હૈતી 2010ના ભીષણ ભૂકંપ અને 2016માં આવેલા તોફાન મૈથ્યૂના કારણે જે વિનાશ સર્જાયો હતો તેમાંથી બહાર આવવાના પ્રયત્નો કરે છે.

મોઇઝે 2 વર્ષથી શાસન કરી રહ્યા હતા
દેશમાં ચૂંટણીના આયોજનમાં નિષ્ફળ રહ્યા પછી 53 વર્ષીય મોઇઝે 2 વર્ષ કરતા વધુ સમયથી ન્યાયિક નિર્ણય (ડિક્રી) પછી શાસન કરી રહ્યા હતા, જેના કારણે સંસદ ભંગ થઈ ગઈ હતી. વિપક્ષી નેતાઓએ તેમના પર પોતાની શક્તિ વધારવાના પ્રયત્નો કરવાનો આરોપ લગાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...