• Gujarati News
  • International
  • Hafiz Saeed's Son Talha Not Allowed To Be Declared A Global Terrorist, China Rescues 5 Terrorists In 4 Months

ચીને ભારત-અમેરિકાના પ્રસ્તાવ પર વિટો પાવરનો ઉપયોગ કર્યો:હાફિઝ સઈદના પુત્ર તલ્હાને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાની મંજૂરી ન આપી, ચીને 4 મહિનામાં 5 આતંકીને બચાવ્યા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીને UNSCમાં વિટો પાવરનો ઉપયોગ કરીને લશ્કરના આતંકવાદી હાફિઝ તલ્હા સઈદને ગ્લોબલ ટેરરિસ્ટની યાદીમાં સામેલ થવાથી બચાવી લીધો છે. તલ્હા 5મો આતંકવાદી છે, જેને ચીન દ્વારા 4 મહિનામાં બ્લેકલિસ્ટ થવાથી બચાવી લેવામાં આવ્યો છે. આ અઠવાડિયે 19 ઓક્ટોબરે ચીને આતંકવાદી શાહિદ મહમૂદને બ્લેકલિસ્ટ થવાથી બચાવ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને અમેરિકા આ માટે પ્રસ્તાવ લાવ્યા હતા. હાફિઝ તલ્હા સઈદ આતંકવાદી જૂથ લશ્કરનો નેતા અને 26/11ના મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદનો પુત્ર છે. આ વર્ષે એપ્રિલમાં તેને ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો.

46 વર્ષીય હાફિઝ તલ્હા સઈદ જમ્મુ-કાશ્મીરમાં જેહાદ ફેલાવવાની વાત કરી હતી.
46 વર્ષીય હાફિઝ તલ્હા સઈદ જમ્મુ-કાશ્મીરમાં જેહાદ ફેલાવવાની વાત કરી હતી.

હાફિઝ તલ્હા સઈદ આતંકવાદીઓની ભરતી કરતો હતો
હાફિઝ તલ્હા સઈદ આતંકવાદીઓની ભરતી કરવામાં, ભંડોળ એકત્ર કરવા તેમજ ભારત અને અફઘાનિસ્તાનમાં ભારતીય હિતો પર આતંકવાદી હુમલાની યોજના બનાવવા તથા તેને પરિણામ આપવા માટે સક્રિય રીતે સામેલ છે. તે ખુલ્લેઆમ પાકિસ્તાન જાય છે અને સભાઓમાં ભારત, ઈઝરાયેલ, અમેરિકા અને પશ્ચિમી દેશોમાં ભારતીય હિતો વિરુદ્ધ જેહાદને ઉશ્કેરે છે.

ચીને 4 મહિનામાં 5 આતંકીને બચાવ્યા

  • અબ્દુલ રહેમાન મક્કી: લશ્કર-એ-તૈયબાનો નેતા અને 26/11ના મુંબઈ હુમલાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો બનેવી છે.
  • અબ્દુલ રઉફ અઝહરઃ 1999માં એર ઈન્ડિયાના વિમાનને હાઈજેક કરવામાં સંડોવાયેલો હતો.
  • સાજિદ મીરઃ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી સાજિદ મીર મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલામાં સામેલ હતો.
  • શાહિદ મહમૂદ: જૂન 2015થી જૂન 2016 સુધી મહમૂદ લશ્કર-એ-તૈયબાને ફંડ પૂરું પાડતી સંસ્થા ફલાહ-એ-ઈન્સાનિયત (FIF)નો વાઇસ-ચેરમેન પણ હતો.
  • હાફિઝ તલ્હા સઈદઃ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો પુત્ર છે.

અલ-કાયદાની સેંક્શન કમિટી દ્વારા 1267 આતંકવાદીને બ્લેકલિસ્ટ કરાયા
સંયુક્ત રાષ્ટ્ર ગુનેગારો પર પ્રતિબંધો લાદીને આતંકવાદનો જવાબ આપે છે. UN સિક્યોરિટી કાઉન્સિલ 1267 કમિટી (સેંક્શન રેજિમ) હેઠળ આતંકવાદીઓને પ્રતિબંધિત કરે છે. આ સમિતિની રચના વર્ષ 1999માં કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2001માં અમેરિકામાં થયેલા આતંકવાદી હુમલા બાદ એને વધુ મજબૂત કરવામાં આવ્યું હતું. એ હવે ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ-કાયદા સેંક્શન કમિટી તરીકે ઓળખાય છે.