• Gujarati News
  • International
  • Habits Are More Powerful Than Willpower... If You Adopt Habits In Life That You Want To Do Or Be, You Will Surely Succeed.

આદતો બદલી શકાય:ઈચ્છાશક્તિથી વધુ શક્તિશાળી હોય છે ટેવ... જીવનમાં તમે જે કરવા કે બનવા ઈચ્છો છો એવી આદતો અપનાવશો તો ચોક્કસ સફળતા મળશે

વૉશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કહેવાય છે કે આદતો બદલી શકાય છે, પરંતુ તે એટલું સરળ નથી. થોડા સમય માટે પોતાની કોઈ આદત છોડી દેવી જેમ કે ચા કે કોફી પીવાની આદત. તે વધુ મુશ્કેલ પણ નથી, પરંતુ શું તમે એક અઠવાડિયું, મહિનો કે વર્ષ સુધી એવું કરી શકો છો? તમારી ઈચ્છાશક્તિ ગમે તેટલી મજબૂત હોય, જેમ જેમ સમય પસાર થાય છે, તમારી આદતો હાવી થવા લાગે છે અને ફરી ચા કે કોફી પીવાની ઈચ્છા થવા લાગે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના સંશોધક અસફ મજરે ઈચ્છાશક્તિ અને આદતો અંગે ઊંડું સંશોધન કર્યું છે. તેઓ કહે છે કે આદતો આપણા વ્યક્તિત્વનો હિસ્સો હોય છે. તે આપણું વ્યક્તિત્વ ઘડે છે, પરંતુ ઈચ્છાશક્તિથી જ મૂળભૂત પરિવર્તનની શરૂઆત થાય છે. એટલે પહેલાં ઈચ્છા રાખીને કુટેવોને કાબૂમાં લેવી જરૂરી છે. આ સંશોધનમાં માલુમ પડ્યું છે કે ચા કે કોફીના વ્યસનીને થાક લાગે ત્યારે તેની જરૂર પડે છે. તેને લાગે છે કે થાકના કારણે ચા કે કોફીની ઈચ્છા થાય છે, પરંતુ હકીકતમાં તે તેની આદત છે, જે થાકના કારણે મનને નબળું પાડીને ઈચ્છા પર હાવી થઈ જાય છે.

શિકાગો યુનિવર્સિટી ઓફ ઈલિનોઇના ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ રિસર્ચ એન્ડ પોલિસીના સંશોધનમાં પણ માલુમ પડ્યું છે કે દુકાનોમાં સિગારેટના પેકેટ ઓછાં દેખાય તેનું વેચાણ પણ ઘટી જાય છે. ટૂંકમાં લોકોને સ્મોકિંગની ઈચ્છા જ ના થઈ. આદતોનો સીધો સંબંધ આપણી ઈચ્છાશક્તિ સાથે છે. કોઈ પણ આદત બદલવા માટે ઈચ્છાશક્તિ જરૂરી છે અને તે હોવી જ જોઈએ. તમે વર્ષો સુધી દારૂ છોડ્યા પછી લોકોને ફરી દારૂ પીતા જોયા હશે. તે તેમની ઈચ્છાશક્તિ નબળી હોવાનો સંકેત છે.

દુનિયામાં કોઈ પણ બીજા સમાજથી વધુ અમેરિકનો કહે છે કે તેમની સફળતા તેમની મુઠ્ઠીમાં છે. આ વાત ઈચ્છાશક્તિથી વધુ આદતની મોહતાજ હોય છે. સંશોધક અસફ મઝહર કહે છે કે, તમે જેવા બનવા ઈચ્છો છો, તેવી જ આદતો કેળવો. ઈચ્છાશક્તિ નબળી પડશે, તો પણ તમે લક્ષ્ય નહીં ચૂકી જાઓ.

બિહેવિયરલ સાયન્ટિસ્ટ કહે છે કે, માણસોના રોજિંદા વ્યવહારમાં આદતો ઘણી કારણભૂત છે. આદતોના કારણે તેઓ તેમનું વર્તન દોહરાવ્યા કરે છે અને તેમને ખબર પણ નથી પડતી. બાળપણમાં પડેલી આદતો જીવનનું અભિન્ન અંગ બની જાય છે. માતા-પિતા બાળકોને ઉછેરે છે, ત્યારે પડેલી આદતો બદલવી મુશ્કેલ હોય છે. બાળપણની આદતોથી વ્યક્તિનો સ્વભાવ પણ નક્કી થાય છે.

પહેલાં લક્ષ્ય નક્કી કરો, પછી આદતો, પોતાને રિવોર્ડ પણ આપો

  • સૌથી પહેલાં એ આદતોની યાદી બનાવો, જે તમે બદલવા ઈચ્છો છો.
  • કાગળ પર લખો કે, તમારું આદત બદલવાનું કારણ શું છે.
  • ધ્યાન રાખો કે, કોઈ પણ એક સમયે એક જ આદત બદલવાનો પ્રયાસ કરો.
  • પોતાની આદતોમાં ફેરફાર માટે એક નિશ્ચિત સમય આપો અને એ કામ પૂરું થયા પછી પોતાને રિવોર્ડ આપો.
  • આદતો બદલવી એ એક દિવસનું કામ નથી. તેમાં વર્ષો થઈ જશે એટલે ઉત્સાહ જાળવી રાખો.
  • કુટેવોને બદલો, પરંતુ સારી આદતો માટે પોતાને રિવોર્ડ જરૂર આપતા રહો.
અન્ય સમાચારો પણ છે...