H1B વીઝાથી ભારતીયોને દૂર કરવાની કોશિશ / અમેરિકાની સંસદના બન્ને ગૃહમાં બિલ રજૂ, તેમા USમાં ભણેલા વિદેશી વર્કરને પ્રાથમિકતા આપવાનો પ્રસ્તાવ

X

  • H1B વીઝા દ્વારા અમેરિકાની કંપનીઓમાં કામ કરનાર ભારતીય ટેક્નોલોજી એક્સપર્ટ વધારે હોય છે
  • બિલમાં કહેવાયું છે કે H1B વીઝા ધારકને નિયુક્તિ આપવાથી એમેરિકાના વર્કર્સ ઉપર તેની વિરુદ્ધ અસર નહીં થાય
  • સેનેટર ચક ગ્રેસલીએ કહ્યું- તેનો હેતુ અમેરિકાના કર્મચારીઓની સુરક્ષા અને સારા પગારને સુનિશ્ચિત કરવાનો છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:21 PM IST

વોશિંગ્ટન. અમેરિકાની સંસદ (કોંગ્રેસ)માં H1B વીઝા કાનૂનમાં ફેરફાર કરવાને લઈને બિલ રજૂ કરાયું છે. તેમાં અમેરિકામાં ભણેલા વિદેશી ટેક પ્રોફેશનલ્સને પ્રાથમિકતા આપવાની વાત કરાઈ છે. બિલનો હેતુ અમેરિકાના કર્મચારીઓની સુરક્ષા અને સારા પગારને સુનિશ્ચિત કરવાનો છે. H1B વીઝા દ્વારા અમેરિકાની કંપનીઓમાં કામ કરનાર ભારતીય ટેક્નોલોજી એક્સપર્ટ વધારે હોય છે.

જો બિલ, કાયદાનું રૂપ લઈ લેશે તો આવું પહેલીવાર બનશે કે અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસ એચ-1બી વિઝા પ્રાથમિકતાના આધારે આપશે. પ્રસ્તાવ મુજબ અમેરિકામાં એજ્યુકેટેડ યોગ્ય વિદ્યાર્થીને H1B વીઝા માટે પસંદ કરવાનો રહેશે. સાથે એ વિદ્યાર્થીઓને પણ તક મળશે જેમની પાસે એડવાન્સ ડિગ્રી અને જે વધારે પગાર લઈ રહ્યા છે.

કયા સાંસદોએ બિલ રજૂ કર્યુસેનેટમાં: ચક ગ્રેસલી, ડિક ડર્બન
હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવમાં : બિલ પાસ્ક્રેલ, પોલ ગોસર, રો ખન્ના, ફેન્ક પાલોન અને લાંસ ગૂડન

બિલનો હેતુ શું છે?

તેના દ્વારા H1B કે L1 વીઝા ધારકોને અમેરિકાના કર્મચારીઓની જગ્યા લેતા રોકવાનો છે. બિલમાં સ્પષ્ટ પણે કહેવાયું છે કે H1B વીઝા ધારકને નિયુક્તિ આપવા પર અમેરિકાના કર્મચારી ઉપર તેની વિરુદ્ધ અસર નહીં થાય. ખાસ કરીને બિલમાં 50થી વધારે કર્મચારીવાળી કંપનીઓને પ્રતિબંધિત કરશે. જેમાં અડધા H1B કે L1 વિઝાધારક છે. સાથે કંપનીઓ પણ છે જેઓ H1B વીઝા ધારકોને વધારે કામ ઉપર રાખે છે.

અમારી નીતિઓ અમારું જ નુકસાન કરે છે
સેનેટર ગ્રેસલીએ કહ્યું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે અમુક કંપનીઓ અમારા દ્વારા બનાવાયેલી નીતિઓના આધારે ઓછા પગારે કર્મચારીઓની ભરતી કરે છે. જેનાથી અમેરિકાના નાગરિકોને નુકસાન થાય છે. આપણે એવી નીતિ બનાવવાની જરૂર છે, જેમા અમેરિકાના વર્કરને પ્રાથમિકતા અપાય. અમારું બિલ એ સુનિશ્ચિત કરે છે કે અમેરિકાના નાગરિકો અને કુશળ વિદેશી કર્મચારીઓ સમાન રીતે કામ કરે છે.

H1B વીઝા શું છે?

કંપની આ વિઝા દ્વારા બીજા દેશના ટેક્નિકલ એક્સપર્ટને નિયુક્ત કરે છે. નિયુક્તિ પછી સરકાર પાસે આ લોકો માટે H1B વીઝા માંગે છે. અમેરિકાની મોટા ભાગની આઈટી કંપનીઓમાં દર વર્ષ ભારત અને ચીનમાંથી લાખો કર્મચારીઓની આ H1B વીઝા મળે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી