તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • The Original Gujarati Family Also Went Missing In The Accident In Miami, The Details Of The Woman Being Pregnant Came Out

USમાં 12 માળની ઈમારત ધરાશાયી:મિયામીમાં થયેલી દુર્ઘટનામાં ગુજરાતી પરિવાર પણ લાપતા; 1 વ્યક્તિના મોતની પુષ્ટિ, 99 લોકો ગુમ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પતિ વિશાલ (41 વર્ષ)  1 વર્ષની પુત્રી એશા અને ભાવના પટેલ (38 વર્ષ). - Divya Bhaskar
પતિ વિશાલ (41 વર્ષ) 1 વર્ષની પુત્રી એશા અને ભાવના પટેલ (38 વર્ષ).
  • 38 વર્ષના ભાવના પટેલ પ્રેગ્નેન્ટ હતાં
  • ઈમારતમાં રિપેરિંગના અભાવે આ દુર્ઘટના ઘટી છે
  • રેસ્ક્યૂ પછી દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે

અમેરિકાના મિયામીમાં દરિયાકાંઠે બનેલી શેમ્પ્લેન ટાવર્સ નામની 12 માળની એક ઈમારત ગુરુવારે રાત્રે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. મોડી રાત્રે દોઢ વાગ્યે બનેલી આ દુર્ઘટનામાં 1 વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે અને 99 લોકો લાપતા છે. બચાવ ટુકડીએ અત્યારસુધીમાં 102 લોકોને હેમખેમ બહાર કાઢ્યા છે. લાપતા થયેલા લોકોમાં મૂળ ગુજરાતી ભાવના પટેલ (38 વર્ષ), તેનો પતિ વિશાલ (41 વર્ષ) અને 1 વર્ષની પુત્રી એશાનો પણ સમાવેશ થાય છે. ભાવના પટેલના ફેમિલી ફ્રેન્ડના જણાવ્યા મુજબ, ભાવના હાલ પ્રેગ્નેન્ટ પણ હતા. ગુમ થયેલા લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ટીમ સોનાર ટેક્નિક અને ડોગ-સ્કવોડની મદદ લઈ રહી છે.

40 વર્ષ જૂની ઈમારતના બે ટાવર અચાનક ધરાશાયી થયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પ્રકાશમાં આવ્યો છે. આ ઈમારત 40 વર્ષ જૂની હતી. આ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને 99 લોકો હજી ગુમ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને અહીં ઈમર્જન્સી લાગુ કરી દીધી છે. રેસ્ક્યૂ ટીમે કેમ્પ્લેન ટાવરના નામના આ બિલ્ડિંગની નીચે બનેલા અંડરગ્રાઉન્ડ પાર્કિંગમાં સુરગ ખોદવાનું કામ શરૂ કર્યું છે, જેથી ઘટનાકેમ્પ્લેન ટાવરમાં બચેલા લોકોને શોધી શકાય છે.

મિયામી-ડેડના પોલીસ ડાયરેક્ટર ફ્રેડી રેમિરેજે જણાવ્યું હતું કે તેમની ટીમ રેસ્ક્યૂ એન્ડ સર્ચ મોડ પર કામ કરી રહી છે. આ ટીમે આખી રાત કામ કર્યું છે અને સતત કોશિશ જ ચાલુ છે. કાટમાળમાંથી કેટલાક લોકોના અવાજ સંભળાઈ રહ્યા છે. અત્યારસુધીમાં 35 લોકોને બચાવી લેવાયા છે.

40 વર્ષ જૂના આ બિલ્ડિંગનો ટ્વિન ટાવર થોડી સેકન્ડમાં જ ધરાશાયી થઈ ગયો.
40 વર્ષ જૂના આ બિલ્ડિંગનો ટ્વિન ટાવર થોડી સેકન્ડમાં જ ધરાશાયી થઈ ગયો.

દુર્ઘટનામાં બચનારા લોકોએ કહ્યું- ભૂકંપ જેવો અનુભવ થયો
આ ઈમારતમાં રહેનાર બેરી કોહેને કહ્યું હતું કે હું 3 વર્ષથી રહેતો હતો. ઈમારત પડવાના સમયે બેરી અને તેમની પત્ની તાત્કાલિક બહાર નીકળ્યાં, પરંતુ ઈમારતમાં કઈ બચ્યું નહોતું. છતમાંથી માત્ર કાટમાળ અને ધૂળ જ નીચે પડી રહ્યાં હતાં. અમે અમારી બાલ્કનીમાં ફસાઈ ગયા, અમને ફાયર ફાઈટરે રેસ્ક્યૂ કર્યા. તેમણે જણાવ્યું હતું કે આ રેસ્ક્યૂમાં 20 મિનિટ લાગી, જોકે અમને લાગ્યું કે અમારી જિંદગી જ આ ઘટનામાં નહિ બચે.

દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના પરિવારના સભ્ય ઘટનાસ્થળે પહોંચી ગયા.
દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોના પરિવારના સભ્ય ઘટનાસ્થળે પહોંચી ગયા.

50 વર્ષના સેન્ટો મેજિલનાં પત્ની પણ આ દુર્ઘટનામાં બચી ગયાં છે. તેમણે કહ્યું હતું કે આ ટાવરમાં કેરટેકરનું કામ કરતી મારી પત્નીએ મને કોલ કરીને ઉઠાડ્યો. પત્નીએ કહ્યું હતું કે ખૂબ જ મોટો અવાજ સાંભળ્યો છે. તેને એવું લાગ્યું કે ભૂકંપ આવ્યો. સેન્ટોએ જણાવ્યું હતું કે હું નજીક રહેતો હતો. હું તાત્કાલિક તેની ખબર જોવા ભાગ્યો. એ પછી તેમની પત્નીએ ફરીથી કોલ કર્યો અને કહ્યું કે રેસ્ક્યૂ વર્કર્સ તેમને ઈમારતમાંથી નીચે ઉતારી રહ્યાં છે.

1980માં બની હતી ઈમારત
12 માળની ઈમારત ફ્લોરિડાના મિયામીમાં આવેલી છે. એનું નામ શેમ્પલેન ટાવર્સ છે. એ સમુદ્રની સામે બની છે. આ બિલ્ડિંગનું નિર્માણ 1980માં થયું હતું. ઘટનાસ્થળે હાજર અધિકારીઓનું કહેવું છે કે આ ઈમારતને બીજી વખત રિપેરિંગની જરૂર હતી, જે થઈ શક્યું ન હતું. બેદરકારીને કારણે આ દુર્ઘટના બની છે. જોકે રેસ્ક્યૂ પછી દુર્ઘટનાની તપાસ કરવામાં આવશે.