અસલી ચહેરો સામે આવ્યો:તાલિબાની નેતા હક્કાનીએ મહમૂદ ગઝનવીની કબર પર પહોંચી સોમનાથ મંદિર તોડ્યું તેને સફળતા ગણાવી, લોકોએ ઠેકડી ઉડાવી કહ્યું- ગઝનવીની કબર ગટર સમાન

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલિબાની નેતા અનસ હક્કાની મંગળવારે મહમૂદ ગઝનવીની કબર પાસે પહોંચ્યો હતો. ગઝનવીએ ગુજરાતના સોમનાથ મંદિર પર ઘણી વખત હુમલો કર્યો હતો. હક્કાની નેટવર્કના તાલિબાનના નવા આંતરિક મંત્રી સિરાઝુદ્દિન હક્કાનીનો નાનો ભાઈ અનસ હક્કાનીએ ગઝનવીને એક પ્રસિદ્ધ મુસ્લિમ યોદ્ધા ગણાવ્યો.

અનસ હક્કાનીએ ટ્વિટ કરીને કહ્યું કે આજે અમે 10મી શતાબ્દીના એક પ્રસિદ્ધ યોદ્ધા અને મુઝાહિદ સુલ્તાન મહમૂદ ગઝનવીની દરગાહનો પ્રવાસ કર્યો. ગઝનવીએ ગઝનીથી એક મજબૂત મુસ્લિમ શાસન સ્થાપિત કર્યું અને સોમનાથની મૂર્તિને તોડી હતી.

હક્કાનીનું ટ્વિટ સોશિયલ મીડિયામાં વાઈરલ થયું છે. સોશિયલ મીડિયા પર હક્કાનીની ભારે ઠેકડી ઉડાવવામાં આવી રહી છે. ટ્વિટર યુઝર્સે કહ્યું કે આજે ભારતનું સોમનાથ મંદિર ગગનચુંબી છે જ્યારે અફઘાનિસ્તાનમાં ગઝનીની કબર ગટર સાથે સરખાવી હતી.

ગઝનવીએ સોમનાથ મંદિર પર 17 વખત હુમલો કર્યો હતો
ગઝનવીએ તુર્ક વંશનો પહેલો સ્વતંત્ર શાસક મહમૂદ ગઝનવી હતો. જેણે 998થી 1030 ઈસ્વી સુધી શાસન કર્યું. મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર 17 વખત આક્રમણ કર્યુ અને છેલ્લે 1024 ઈસ્વીમાં અહી લૂંટફાટ કરવામાં સફળ રહ્યો. ગઝનવીએ ખાસ કરીને હિન્દૂ મંદિરોને નિશાનો બનાવ્યો હતો. મંદિર તે વખતે હિન્દુઓ માટે ધન, અર્થવ્યવસ્થા અને વિચારધારાનું કેન્દ્ર હતાં.

હક્કાની નેટવર્ક અને તાલિબાન 1990માં નજીક આવ્યાં
અનસ હક્કાની દોહામાં તાલિબાનના વાર્તાદળનો સભ્ય હતો. હક્કાની નેટવર્ક અને તાલિબાન 1990ના દશક દરમિયાન નજીક આવ્યા અને આ વખતે ખૂંખાર આતંકવાદી સંગઠન હક્કાની તાલિબાનના નેતૃત્વવાળી સરકારનો ભાગ છે. ગ્લોબલ આતંકી રહેલો સિરાઝુદ્દીન હક્કાની હાલ અફઘાનિસ્તાનનો આતંરીક મંત્રાલયનો પ્રમુખ છે.

અનસ હક્કાનીએ કહ્યું- ભારત અફઘાનિસ્તાનનો સાચો મિત્ર નથી
થોડા દિવસો પહેલા અનસ હક્કાનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકો ભારતને સાચો મિત્ર માનતા નથી. ભારતે અફઘાનિસ્તાન અંગે પોતાની નીતિ માં ફેરફાર કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, "આ દુર્ભાગ્યપૂર્ણ છે કે ભારત પક્ષપાતી છે અને છેલ્લા 20 વર્ષથી યુદ્ધ ભડકાવી રહ્યું હતું. તેમણે શાંતિ માટે કશું જ કર્યું નથી, અત્યાર સુધી તેમની ભૂમિકા નકારાત્મક રહી છે. ભારતીય મીડિયામાં પણ તેમણે તાલિબાનની ખરાબ છબી રજૂ કરી છે."

અન્ય સમાચારો પણ છે...