અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ સોમવાર:ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે જાહેરાત કરી, સોશિયલ મીડિયા યુઝર્સે નિર્ણયને 'સ્માર્ટ' ગણાવ્યો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વીકેન્ડની રજાઓ બાદ સોમવારે કામ પર જવું એ મોટા ભાગના લોકો માટે સજાથી ઓછું નથી. લોકોનો આ ગુસ્સો અને નિરાશાને સમજીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR)એ સોમવારને સત્તાવાર રીતે અઠવાડિયાના સૌથી ખરાબ દિવસનું ખિતાબ આપ્યો છે. આ અંગેની માહિતી GWRએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ થયા ખુશ
GWRના ટ્વીટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખુશ હતા. તેઓ આ નિર્ણય પર મીમ્સ અને જોક્સ દ્વારા પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે GWRને સ્માર્ટ કહ્યો, તો એકે લખ્યું- આ કારણસર હું સોમવારે ઓફ લઉં છું. અન્ય યુઝરે સોમવારે પ્રતિબંધની અરજી દાખલ કરવાની પણ માગ કરી હતી.

સોમવારનો દિવસ લોકો માટે મુશ્કેલીભર્યો
સોમવારે મોટા ભાગના લોકોને તેમનાં કામ અને અભ્યાસ શરૂ કરવાની ઈચ્છા હોતી નથી. આ આળસ સામે લડવા માટે ઘણા ઈન્ફ્લુએન્સર્સ અને સેલિબ્રિટીઝ મન્ડે મોટિવેશનના રૂપમાં તેમના ફોલોઅર્સના લાઈફ ગોલ્સ પર ધ્યાન આપવાની ભલામણ કરે છે, જેમાં કરોડપતિ બિઝનેસમેન આનંદ મહિન્દ્રાનો સમાવેશ થાય છે.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડની શરૂઆત 1955માં થઈ હતી
GWR પ્રથમ 27 ઓગસ્ટ 1955ના રોજ પ્રકાશિત થયું હતું. તેને શરૂ કરવાનું શ્રેય બ્રિટિશ-દક્ષિણ આફ્રિકન એન્જિનિયર સર હગ બીવરને જાય છે. 1999 સુધીમાં GWRને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નામથી ઓળખવામાં આવતું હતું. આ રેકોર્ડ બુકમાં દર વર્ષે માનવ સિદ્ધિઓ અને નેચરલ વર્લ્ડના રેકોર્ડ નોંધવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...