તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીનમાં ફરી કોરોના સંકટ:ગુઆનઝાઓ શહેરમાં એક દિવસમાં 27 પોઝિટિવ કેસ મળ્યાં બાદ સરકારનું કડક વલણ, 519 ફ્લાઈટ્સ કેન્સલ

બેઈજિંગ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચીનના ગુઆનઝાઓમાં ટેસ્ટ કરાવતા લોકો - Divya Bhaskar
ચીનના ગુઆનઝાઓમાં ટેસ્ટ કરાવતા લોકો

ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. અહીં ગુઆઝનઝાઓ શહેરમાં 30 અને 31 મેનાં રોજ 27 નવા કેસ મળ્યા છે. જેમાંથી માત્ર 7 દર્દી એવા હતા જેઓ બીજા દેશોમાંથી યાત્રા કરીને અહીં આવ્યા હતા. બાકીના 20 કેસ લોકલ ટ્રાંસમિશનના છે. જે બાદ શહેરમાં કડક પગલાં ભરવામાં આવ્યા છે. તમામ લોકોને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવ્યું છે અને તેના માટે શહેરમાં સેંકડો ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 519 ફ્લાઈટ્સ પણ કેન્સલ કરવામાં આવી છે.

બે દિવસથી વધી રહ્યાં છે કેસ
ન્યૂઝ એજન્સી મુજબ, ગુઆનઝાઓમાં 30 મેનાં રોજ 18 કેસ સામે આવ્યા હતા. જે બાદ 31 મેનાં રોજ તેની સંખ્યા 27 થઈ ગઈ. ચીન અનેક વખત કહી ચુક્યું છે કે તેને ત્યાં ઈમ્પોર્ટેડ કેસ વધુ છે. પરંતુ આ વખતે ગુઆનઝાઓમાં મોટા ભાગના કેસ લોકલ ટ્રાંસમિશનના વધારે છે. આ જ કારણ છે કે નેશનલ હેલ્થ ઓથોરિટી ઝડપથી એક્ટિવ થયું અને શહેરમાં બેરિકેડિંગ કરી દેવાયું. હવે અહીંથી બહાર જવા કે અંદર આવવા પર રોક છે. ગુઆનઝાઓ ઉપરાંત ફોસહાન શહેરમાં પણ સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

ફ્લાઈટ્સ પણ કેન્સલ
ગુઆનઝાઓ અને ફોસહાન શહેરોમાં વધતા ઈન્ફેક્શન રેટના કારણે સરકારે કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. સોમવારે અહીં આવતી અને જતી કુલ 519 ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. આ કુલ ફલાઈટ્સના 37% છે. અહીં બાઈયાન ઈન્ટરનેશનલ એરપોર્ટ ચીનના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંથી એક છે. ગત વર્ષે અહીંથી લગભગ 43 લાખ લોકોએ એર ટ્રાવેલ કર્યું હતું.
હવે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે જે પણ યાત્રી શહેરથી બહાર જશે તેઓને કોવિડ-નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે. શહેરના પાંચ વિસ્તારમાં લોકોને ઘરોમાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે. તમામ બજાર અને પબ્લિક પ્લેસ બંધ કરી દેવામાં આવ્યા છે. પ્રશાસનનું કહેવું છે કે અહીં કેટલાંક દર્દીઓમાં ભારતમાં જોવા મળેલા સ્ટ્રેન છે. ચીનમાં 30 મે સુધીમાં કુલ 91,099 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં અહીં કુલ 4 હજાર 636 લોકોનાં કોરોનાને કારણે મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...