તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Group Of 36 Scientists Concludes Corona Can Be Avoided For Up To 8 Hours If The Room Is Well Ventilated And Wearing A Mask

ધ ઈકોનોમિસ્ટમાંથી...:36 વિજ્ઞાનીના જૂથનું તારણ – રૂમમાં સારું વેન્ટિલેશન અને માસ્ક પહેર્યું હશે તો 8 કલાક સુધી કોરોનાથી બચી શકાશે

ન્યુયોર્ક2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં આજથી કેટલાંક રાજ્યો અનલૉક થઈ રહ્યા છે. લોકો કામધંધે પાછા ફરશે. આ સ્થિતિમાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે સંક્રમણ ફેલાવાના કારણો વિશેના નવા સંશોધનના તારણો તમારા માટે ઉપયોગી બને શકે છે. ચીન અને અમેરિકાની બે ઘટનાઓને સમજવા જેવી છે.

2020ની 24 જાન્યુઆરીએ ચીનના ગ્વાંગઝોઉની એક રેસ્ટોરાંમાં ત્રણ પરિવારના 21 લોકો પહોંચ્યા. એ જ સાંજે એક વ્યક્તિને તાવ આવ્યો હતો. બીજા દિવસે તે કોરોના પોઝિટિવ થયો અને બે સપ્તાહમાં 21માંથી 10 લોકો સંક્રમિત થયા. વીડિયો ફૂટેજમાં ખબર પડી કે લંચ દરમિયાન તેમની વચ્ચે પરસ્પર કોઈ સંપર્ક થયો નહોતો. બીજી ઘટના માર્ચ 2020ની છે. વોશિંગ્ટનની સ્કેગીટ વેલીમાં એક મ્યુઝિક ગ્રૂપની અઢી કલાક માટે બેઠક થઈ. તેમાં 61 લોકો હતા.

એ પછી તેમાંથી 53 સંક્રમિત થયા. આ ઘટના ઇન્ડોર સ્પેસમાં પહેલીવાર નોંધાયેલી સુપરસ્પ્રેડર ઘટના હતી. સુપરસ્પ્રેડિંગને સમજતી વખતે અમેરિકા અને ચીનના સંશોધકોને ખ્યાલ આવ્યો કે 2020ના અંત સુધીમાં સુપરસ્પ્રેડિંગની મોટાભાગની ઘટનાઓ ઇન્ડોર સ્પેસમાં જ થઈ છે. તેનું સૌથી મોટું કારણ હતું પૂરતા વેન્ટિલેશનનો અભાવ.

આ ઘટનાઓ દર્શાવે છે કે મહામારીના હવે પછીના તબક્કાનો સામનો કરવા માટે વિશ્વએ વેન્ટિલેશન પર ધ્યાન આપવું પડશે. કારણ કે દુનિયા અનલૉક થઈ ચૂકી છે. જુલાઇ 2020માં ઑસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના ફિઝિક્સના પ્રોફેસર ડૉ.લિડિયા મોરાવસ્કાએ 36 વિજ્ઞાનીઓનું એક જૂથ બનાવ્યું હતું.

તેમના સંશોધનના તારણો હવે આવ્યા છે. તેમનો દાવો છે કે જે હૉલમાં કુદરતી કે મિકેનીકલ વેન્ટિલેશન હશે, પૂરતું સોશિયલ ડિસ્ટન્સિંગ હશે અને દરેકે માસ્ક પહેરેલું હશે તો ત્યાં 8 કલાક સુધી રહેવા છતાં સંક્રમણ ફેલાશે નહીં.

રૂમમાં હવા કેટલી સુરક્ષિત? આ રીતે ચકાસો
ડૉ.મોરાવસ્કાનું માનવું છે કે રૂમમાં કાર્બન ડાયોક્સાઇડ મીટરથી હવાને ચકાસતા રહેવું જોઈએ. બહારના વાતાવરણમાં 400 પીપીએમ કાર્બન ડાયોક્સાઇડ હોય છે. જ્યારે તંદુરસ્ત વ્યક્તિ શ્વાસ છોડે છે ત્યારે તેમાં 40,000 પીપીએમ કાર્બન ડાયોક્સાઇડ હોય છે. જો ઓરડામાં પૂરતું વેન્ટિલેશન નહીં હોય તો કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધતું જશે. એર ક્વોલિટી એક્સપર્ટનું માનવું છે કે રૂમમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર 500 પીપીએમથી ઓછું હોય તો માનવું કે વેન્ટિલેશન સારું છે. 800 પીપીએમનો મતલબ છે કે જે લોકો શ્વાસ લે છે તેમાં 1 ટકા હવા એવી છે જે કોઈના શ્વાસમાંથી નીકળેલી છે. 4,400 પીપીએમ પર તે વધીને 10 ટકા થઈ જાય છે. જેનો મતલબ એ છે કે રૂમમાં સ્થિતિ ભયજનક છે. કોરોનાનું જોખમ ઘટાડવા માટે રૂમમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર 700 પીપીએમથી ઓછું રાખવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...