તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેપાળમાં સીતાજીના ઘરેથી ગ્રાઉન્ડ રિપોર્ટ:સાસરી જનકપુરમાં વરરાજાના રૂપમાં શ્રીરામની પૂજા કરવામાં આવે છે, જમાઈ જેવું સ્વાગત થાય છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આતિથ્ય સત્કારની મિથિલા પરંપરાનો પૂરો નિર્વાહ થાય છે, દિવસમાં બે વખત રાજભોગ સહિત પાંચ વખત ભોગ ચઢાવાય છે

આખી દુનિયામાં શ્રીરામને રાજા રામની જેમ પૂજવામાં આવે છે, પણ તેમની સાસરી જનકપુરધામમાં તેમની પૂજા વરરાજાના રૂપમાં કરવામાં આવે છે. મિથિલાના રાજા જનકની પુત્રી સીતા સાથે રામના વિવાહ થયા હતા, ત્યારે તેઓ અયોધ્યાના યુવરાજ હતા. એટલા માટે અહીં મંદિરમાં વિરાજમાન શ્રીરામ 18 વર્ષના અને સીતા 16 વર્ષનાં છે. રામ મિથિલાના જમાઈ(સ્થાનિક ભાષામાં પાહુન) છે, એટલા માટે મિથિલાની પ્રસિદ્ધ આતિથ્ય સત્કારની પરંપરાનું પાલન કરતાં આજે પણ અહીં શ્રીરામને દિવસમાં 5 વખત ભોગ ચઢે છે.

જનકધામમાં માત્ર રામના ભોજન માટે 6 પૂજારી અને 8 રસોઈયાની ટીમ લાગેલી છે. આ ભોગ પ્રસાદ તરીકે શ્રદ્ધાળુઓને આપવામાં આવે છે. સાધુ-સંતો અને ગરીબો માટે ભંડારો પણ લગાવવામાં આવે છે, જેમાં દરરોજ 200 લોકો ભોજન કરે છે.

સવારે ઊઠતાંની સાથે જ શ્રીરામને ખીરનો ભોગ ચઢાવવામાં આવે છે
મુખ્ય મહંત રામ તપેશ્વર દાસે જણાવ્યું હતું કે પ્રાતઃજમાઈને ઊઠતાંની સાથે ખીરનો ભોગ ચઢાવવામાં આવે છે. ત્યાર પછી સવારના નાસ્તાને બાળભોગ કહેવામાં આવે છે, જેમાં દહીં, ચૂડા, મીઠાઈ પીરસવામાં આવે છે. ત્યાર પછી બપોરે જમાઈને મુખ્યત્વેઃ 56 અથવા 106 પ્રકારનાં વ્યંજન તૈયાર કરીને પીરસવામાં આવે છે, જેને રાજભોગ કહેવાય છે. સંધ્યાના સમયે ફળ ભોગ પીરસવામાં આવે છે. પછી રાતે રાજભોગ પીરસવામાં આવે છે. મંદિરના મુખ્ય રસોઈયા રામ નગેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વિવિધ ભોગમાં દર મહિને 3 લાખ રૂપિયા ખર્ચ થાય છે.

અકાલ દૂર કરવા માટે 59 વર્ષ પહેલાં શરૂ થયેલો અખંડ મહાયજ્ઞ આજે પણ ચાલુ
1961માં જનકપુરમાં અકાલની સ્થિતિ બની ગઈ હતી. એ વખતે જનકધામમાં અખંડ શ્રી સીતારામ મહાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી. આ મહાયજ્ઞ આજે પણ ચાલુ છે. કોરોના જેવી મહામારીમાં પણ આ મહાયજ્ઞ અટક્યો નથી. કુલ 16 વ્યક્તિની મંડળી અલગ અલગ શિફ્ટમાં સીતારામ મહાયજ્ઞ ચાલુ રાખે છે, જેમને મંદિર સંચાલન ભોજન, ઘર, વસ્ત્ર આપે છે.

દિવાળી પર કેળનાં પાનથી ઘર અને દુકાન સજાવવામાં આવે છે, 8 કરોડનાં વૃક્ષ વેચાય છે
જનકપુરમાં દીપ ઉત્સવના દિવસે તમામ વેપારી અને પ્રતિષ્ઠાનો આગળ કેળના વૃક્ષની સજાવટ કરે છે. સ્થાનિક ઈમ્પોરિયમ સંચાલક નિરંજન કેડિયાએ જણાવ્યું હતું કે નાની-મોટી દુકાન કુલ મળીને 12 હજારથી વધુ છે. લોકો દુકાન પર 6થી 8 વૃક્ષથી સજાવટ કરે છે. દિવાળી પર એક વૃક્ષ 500થી 1000 રૂપિયા સુધીમાં વેચાય છે. દર વર્ષે આ અવસરે 5થી 8 કરોડ રૂપિયાનાં કેળાંનાં વૃક્ષ વેચાઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો