બાઇડનનું મોદીને સેલ્યૂટ:કાલે પણ આવીને ઉત્સાહથી હાથ મિલાવ્યો હતો, G20 શિખર સંમેલનમાં એકબીજાને પાઠવી શુભેચ્છા

4 મહિનો પહેલા

ઇન્ડોનેશિયાના બાલીમાં G20 શિખર સંમેલનમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડન બાલીમાં મેન્ગ્રોવ જંગલની મુલાકાત લીધી હતી. પછી તેઓએ ત્યાં એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન જો બાઈડન PM મોદીને સેલ્યૂટ આપતા નજરે ચડ્યા છે. આ ઘટનાના એક દિવસ પહેલાં જો બાઈડને પોતે આગળ વધી અને બેસતા પહેલાં વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વિશ્વના નેતાઓ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા માટે મેન્ગ્રોવનાં જંગલમાં રોપાઓ લગાવી રહ્યા છે.

આમાંના એક ફોટામાં વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ બાઇડન અને તેમના ઈન્ડોનેશિયાના સમકક્ષ જોકો વિડોડો કેમેરા સામે હસતા જોવા મળે છે. અન્ય ફોટામાં, વડાપ્રધાન રાષ્ટ્રપતિ બાઇડન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી રહ્યા છે.

ગઈકાલે સામે આવેલા એક વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે પહેલા તો વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ બાઈડનને પોતાની તરફ આવતા જોતા ચૂકી જાય છે, પરંતુ પછી અચાનક ફરીને તેમને હાથ જોડીને ગળે લગાવે છે. જ્યારે રાષ્ટ્રપતિ બાઇડન તેમની બેઠક પર બેસે છે, ત્યારે મોદી તેમને કંઈક કહે છે જેનાથી બાઈડન હસવા લાગે છે.

G-20માં સામેલ તમામ નેતાઓ બાલીના મેન્ગ્રોવ ફોરેસ્ટ પહોંચ્યા
આ પહેલાં પીએમ મોદી સહિત G-20માં સામેલ તમામ નેતાઓ બાલીના મેન્ગ્રોવ ફોરેસ્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન G20 નેતાઓએ મેન્ગ્રોવ ફોરેસ્ટમાં આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરવા માટે છોડનું વાવેતર કર્યું હતું. તાજેતરના સમયમાં જળવાયુ પરિવર્તન ખૂબ જ ગંભીર સમસ્યા તરીકે ઊભરી આવ્યું છે. 2022માં ઇંગ્લેન્ડ અને સમગ્ર યુરોપમાં લોકો ગરમીથી પરેશાન હતા. પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારતમાં પ્રથમ હીટવેવથી પાકને નુકસાન થયું હતું. અમેરિકામાં પણ કાળઝાળ ગરમીને કારણે જંગલોમાં આગ લાગી હતી તો બીજી તરફ વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ બધા પાછળ ક્લાઈમેટ ચેન્જ હોવાનું માનવામાં આવે છે.

G20 નેતાઓની મેન્ગ્રોવ ફોરેસ્ટની મુલાકાત મહત્ત્વપૂર્ણ છે
. તાજેતરમાં ભારતે ગ્લોબલ મેન્ગ્રોવ એલાયન્સમાં જોડાવાની જાહેરાત કરી હતી. આ જોડાણ ઈન્ડોનેશિયા અને UAE દ્વારા કરવામાં આવ્યું છે. મેન્ગ્રોવ્સ દરિયાકાંઠાનાં જંગલો છે, જે ચક્રવાત અને તોફાનોની અસરોને ઘટાડે છે. આ ઉપરાંત તેઓ વધુ કાર્બન ઉત્સર્જનને શોષી લે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને G20 નેતાઓએ અહીં વૃક્ષારોપણ કર્યું છે.

બાલીના મેન્ગ્રોવ ફોરેસ્ટમાં G20 નેતાઓની તસવીરો...

અન્ય સમાચારો પણ છે...