કેનેડામાં ભારતવિરોધી ખાલિસ્તાની આંદોલનનું જોર હવે ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળી રહ્યું છે. વધી રહેલા કટ્ટરવાદને કારણે ઓસ્ટ્રેલિયામાં વસતા શાંતિપૂર્ણ ભારતીય સમુદાયમાં વૈમનસ્ય વધ્યું છે. ઓસ્ટ્રેલિયામાં આશરે અઢી કરોડની વસ્તીમાં હિન્દુ અને શીખોની સંખ્યા આશરે 10 લાખ જેટલી છે.
વોટબેન્કના રાજકારણને કારણે આ મુદ્દે ઓસ્ટ્રેલિયાના બે મુખ્ય રાજકીય પક્ષ સત્તાધીશ લેબર અને વિપક્ષી લિબરલે મૌન સાધી લીધું છે. વોટ ખાતર સરકારી શરણથી મંદિરો પરના હુમલા અટકી રહ્યા નથી. મેલબોર્નના એક મંદિર પર ગુરુવારે હુમલો થયો હતો. આ દરમિયાન 29 જાન્યુઆરીના રોજ મેલબોર્નમાં ખાલિસ્તાનની માગને લઈને ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ દ્વારા જનમત સંગ્રહની તૈયારી થઈ રહી છે. તેને લઈને પણ તણાવ પેદા થવાની આશંકા છે.
હિન્દુ કાઉન્સિલ ઓસ્ટ્રેલિયાના ઉપાધ્યક્ષ સુરિન્દર જૈને કહ્યું હતું કે ગત બે-ત્રણ વર્ષથી કેટલાક લોકો ઓસ્ટ્રેલિયામાં હિન્દુ સમુદાયમાં ભય પેદા કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કેનેડા જેવા દેશમાં વકરી રહેલા આંદોલનોને ઓસ્ટ્રેલિયામાં ફેલાતા રોકવા માટે સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવી રહ્યાં નથી.
સવાલ પૂછાયો તો ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રીએ બોલવાનું ટાળ્યું
ભારત સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયા સરકાર સમક્ષ ખાલિસ્તાની સંગઠનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જો કે ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેર ઑ નીલને હાલમાં જ આ મુદ્દે પૂછવામાં આવ્યું તો તેમણે કશું બોલવાનો ઈનકાર કરી દીધો હતો.
ભારતીયોની વોટબેન્ક પર કેમ નજર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.