તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Google's New Office Design: Robot To Build Balloon Walls, Plans To Do Something Different In Post epidemic Situation

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:ગૂગલની ઓફિસની નવી ડિઝાઈનઃ મહામારી પછીની સ્થિતિના હિસાબે કંઈક અલગ કરવાની યોજના, બલૂનની દીવાલો બનાવશે રોબોટ

ન્યૂયોર્ક13 દિવસ પહેલાલેખક: દાઈસુકે વાકાબયાશી
 • કૉપી લિંક
સિલિકોન વેલીમાં આવેલી ગૂગલની ઓફિસ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સિલિકોન વેલીમાં આવેલી ગૂગલની ઓફિસ - ફાઇલ તસવીર

દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલની સિલિકોન વેલી ખાતેની મુખ્ય ઓફિસ પોતાની આધુનિક ડિઝાઈન અને કર્મચારીઓને ભરપૂર સુવિધાઓ માટે પ્રખ્યાત છે. હવે કંપની મહામારી પછીની સ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઓફિસને નવેસરથી ડિઝાઈન કરી રહી છે. એક વર્ષથી ઘરેથી કામ કરતા કર્મચારીઓને વેક્સિન મુકાવીને સપ્ટેમ્બર સુધી ઓફિસે આવવાનું કહી શકાય છે. કંપનીએ નવી પેઢીના વ્યવહારનો અભ્યાસ કરતા સમાજશાસ્ત્રીઓ સહિત સલાહકારોના એક ગ્રૂપની સેવાઓ લીધી છે. ઓફિસમાં થઈ રહેલા પરિવર્તન અંતર્ગત હવે ડેસ્કની લાઈનના બદલે ટીમ પોડ ડિઝાઈન કરાઈ રહ્યા છે. ગૂગલ લંડન, લોસ એન્જેલિસ, મ્યુનિખ, ન્યૂયોર્ક અને સિડનીમાં ખુલ્લા સ્થાનમાં કામ કરવા જેવું સ્થાન બનાવી રહી છે. એક સરવેમાં જાણવા મળ્યું કે, ગૂગલના 70% કર્મચારી ઘરેથી જ કામ કરવા માગે છે.

હવે કાયમી દિવાલો અને હીટિંગ, કૂલિંગ સિસ્ટમમાં પરિવર્તન થઈ રહ્યું છે. અહીં-તહીં શિફ્ટ કરી શકાય તેવી દીવાલો બનાવાઈ રહી છે. તેમને પેક કરીને ગમે ત્યાં લઈ જઈ શકાશે. દરેક સીટ પર લોકો પોતાની રીતે કૂલિંગ, હીટિંગનું તાપમાન એડજસ્ટ કરી શકશે. જો કોઈને મીટિંગમાં પ્રાઈવસીની જરૂર હશે તો સેન્સરોથી સજ્જ રોબોટ તાત્કાલિક બલૂનની દીવાલ ઊભી કરી દેશે, જેથી બહાર કંઈ દેખાય નહીં. કર્મચારી હવે પોતાના હિસાબે ડેસ્કનું સ્વરૂપ બદલી શકશે. તેઓ તેની ઊંચાઈ અને મોનિટરના સ્થાનમાં પરિવર્તન લાવી શકશે. આખી ઓફિસમાં તાજી હવાનો ફેલાવો થશે. ઓફિસમાં સેન્સર લેસ ઉપકરણ ફીટ કરાશે, જેથી સપાટીને હાથ વડે સ્પર્શ કરવાની જરૂર નહીં પડે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો