તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Google Locked All Email Accounts Of The Former Afghan Government; Terrorist Groups Will Not Receive Intelligence

ગૂગલની ગૂગલી:પૂર્વ અફઘાન સરકારનાં તમામ ઇમેલ એકાઉન્ટને લોક કર્યાં, તાલિબાનોને નહિ મળે ગુપ્ત માહિતી

કાબુલ14 દિવસ પહેલા
  • 15 ઓગસ્ટે તાલિબાને કાબુલની સાથે જ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો
  • તાલિબાન પૂર્વ અફઘાન સરકારના કર્મચારીઓનો ડેટા એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હતા

ગૂગલે પૂર્વ અફઘાનિસ્તાન સરકારનાં તમામ ઇમેલ એકાઉન્ટ્સને લોક કરી દીધાં છે. હવે તાલિબાની આતંકી તેમનાં એકાઉન્ટ્સમાંની માહિતી પ્રાપ્ત કરી શકશે નહિ. 15 ઓગસ્ટે તાલિબાને કાબુલની સાથે જ સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો. એ પછી ઘણા એવા રિપોર્ટ્સ આવ્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાલિબાન અશરફ ગની સરકારના સમયની સંવેદનશીલ માહિતી અલગ-અલગ સોર્સ દ્વારા એકત્રિત કરી રહ્યા છે. એનાથી બે પ્રકારનાં જોખમ હતાં. પ્રથમ જોખમ એ હતું કે વિશ્વના ઘણા દેશો સાથે શેર કરાયેલી માહિતી આતંકીઓના હાથમાં આવી જાત. બીજું જોખમ એ હતું કે અફઘાનિસ્તાનમાં રહેલા કેટલાક અધિકારીઓ કે જાસૂસી અધિકારીઓની માહિતી તાલિબાનને મળી શકતી હતી. એને પગલે તેમના જીવ માટે જોખમ સર્જાત.

બીજા દેશોને પણ જોખમ હતું
ગની સરકારના સમયમાં અફઘાનિસ્તાનના ઘણા દેશો સાથે નજીકના સંબંધો હતા. એમાં ભારત સિવાય અમેરિકા, બ્રિટન અને યુરોપીય યુનિયન પણ સામેલ હતા. તાલિબાન અફઘાનિસ્તાનના કબજા પછી ડિજિટલ ડોક્યુમેન્ટ્સને પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા હતા. પશ્ચિમી દેશોને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ માહિતીને લીક થતી બચાવવા માટે ગૂગલે તમામ ઈમેલ એકાઉન્ટ્સને લોક કરી દીધાં છે, જેથી કોઈપણ દેશને નુકસાન ન થાય અને સંવેદનશીલ માહિતી તાલિબાન કે તેના મદદગાર સાથી દેશો સુધી ન પહોંચે.

જોખમમાં આવી જાત પૂર્વ કર્મચારીઓ
એક રિપોર્ટ મુજબ, તાલિબાન પૂર્વ અફઘાન સરકારના કર્મચારીઓ સાથે જોડાયેલા ડેટા એકત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હતા, જેમાં તેમની સેલરી અને બાકીની માહિતી હતી. એવી પણ એક શંકા હતી કે જો તાલિબાન આ ડેટા એક્સસ કરી લે છે તો પૂર્વ કર્મચારીઓની જિંદગી ખતરામાં પડી શકે છે. આ કારણે આ એકાઉન્ટ્સને લોક કરી દેવામાં આવ્યાં છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઈન્કે પણ તેના એક નિવેદનમાં એ વાતની પુષ્ટિ કરી છે કે પૂર્વ અફઘાન સરકારનાં તમામ એકાઉન્ટ્સને લોક કરી દેવામાં આવ્યાં છે.

તાલિબાનના ઈરાદની પુષ્ટિ
પૂર્વ અફઘાન સરકારમાં અધિકારી રહી ચૂકેલા એક અધિકારીએ ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં માન્યું કે તાલિબાન ડિજિટલ ડેટા એકત્રિત કરવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છે. આ અધિકારીને તાલિબાને ડેટા સુરક્ષિત રાખવાનું પણ કહ્યું હતું. એ પછીથી આ અધિકારી છુપાતો ફરી રહ્યો છે.

અંતે કેટલો ડેટા
રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, 20 વર્ષથી ડિજિટલ એક્સચેન્જ થઈ રહ્યું હતું, આ કારણે દરેક પ્રકારનો સરકારી ડેટા પૂરતો છે. તાલિબાન લોકલ સર્વર પર પણ કબજો જમાવવા માગે છે. ઈમેલ એકાઉન્ટ્સ સિવાય તેની નજર ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રી, હાયર એજ્યુકેશન અને માઈનિંગ મિનિસ્ટ્રી પર સૌથી વધુ છે. કાબુલ સાથે જોડાયેલી માહિતી તેના હાથે લાગી શકત. સિક્યોરિટી એક્સપર્ટ ચાડ એન્ડરસને આ વાતને ડિજિટલ ખજાનો ગણાવ્યો છે અને ગૂગલના પગલાને યોગ્ય ગણાવ્યું છે.

માઈક્રોસોફટ કોર્પ્સની ઈમેલ સર્વિસનો પણ કેટલાંક મંત્રાલયોમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. અત્યારસુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે શું માઈક્રોસોફટે પણ ગૂગલની જેમ જ ડેટા અને એકાઉન્ટ્સ પ્રિઝર્વ કર્યા છે કે નહિ.

અન્ય સમાચારો પણ છે...