તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:ગૂગલે AIમાં નૈતિકતાની તરફેણ કરતી અશ્વેત મહિલાને પાણીચું આપ્યું, કર્મચારીઓમાં આક્રોશ

ન્યૂયોર્ક4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એઆઇ એથિક્સ અંગે રિસર્ચ માટે તિમનિત ગેબરુ દુનિયાભરમાં પ્રતિષ્ઠિત છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)માં સતત થઇ રહેલી પ્રગતિ વચ્ચે એવા સવાલ વારંવાર ઊઠે છે કે શું તે માનવીય મૂલ્યો અને નૈતિકતાને અનુકૂળ છે કે નહીં? તેને ધ્યાનમાં રાખીને વિશ્વની સૌથી મોટી ઇન્ટરનેટ કંપનીમાંથી એક ગૂગલે 2018માં એઆઇ એથિક્સ રિસર્ચ તિમનિત ગેબરુને કંપની સાથે જોડી હતી પણ 2 વર્ષમાં જ તેને કંપનીમાંથી વિદાય આપી દેવાઇ. કહેવાય છે કે ઘણાં મુદ્દે તેનો મત ગૂગલના વરિષ્ઠ અધિકારીઓથી જુદો રહેતો.

સાથે જ ગૂગલ સામે એવો આક્ષેપ પણ થયો છે કે તે પોતાને ત્યાં વિવિધતાને પ્રોત્સાહન આપવામાં નિષ્ફળ રહી છે. તિમનિત અશ્વેત મહિલા છે. ગૂગલના 14 હજાર સ્ટાફ મેમ્બર્સે તિમનિતની હકાલપટ્ટીના વિરોધમાં ઓનલાઇન વિરોધ નોંધાવ્યો છે.

તિમનિત એઆઇમાં રહેલા ભેદભાવ અને અસમાનતા પર કામ કરવા માટે જાણીતી છે. 2018માં તેણે એક રિસર્ચ પેપરમાં જણાવ્યું હતું કે ફેશિયલ રિકગ્નિશન સોફ્ટવેર કેવી રીતે મહિલાઓ અને અશ્વેતોની ઓળખમાં સંપૂર્ણપણે સાચા પરિણામ નથી આપતું? આ રિસર્ચે એઆઇમાં રહેલી ખામીઓ અંગે વિશ્વભરમાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું. ખાસ કરીને એ જાણી શકાયું કે મનુષ્યો અંગે કોઇ નિર્ણય લેવામાં એઆઇ હજુ નિષ્પક્ષ નથી.

એવું મનાય છે કે તિમનિતનું નવું રિસર્ચ પેપર કંપનીના બિઝનેસ આઇડિયા સાથે બંધ નથી બેસતું. તેણે તેના તાજેતરના રિસર્ચમાં લાર્જ લેંગ્વેજ મોડલના વધુ ઉપયોગ સંબંધી જોખમો અંગે જણાવ્યું હતું. બીજી તરફ ગૂગલમાં આ મોડલને બહુ વધારે મહત્ત્વ અપાઇ રહ્યું છે. તિમનિતે લખ્યું છે કે કંપની તેની ઘણી શરતો સાથે અસહમત છે. તેથી તેનું રાજીનામું તત્કાળ સ્વીકારી લેવાયું છે. અગાઉ તેણે એમ કહેલું કે તેને કાઢી મુકાઇ છે.

વિવિધતાનો અભાવ: ગૂગલમાં માત્ર 3.7% અશ્વેત કર્મચારી
ગૂગલમાં માત્ર 3.7% કર્મચારીઓ જ અશ્વેત છે. તેથી કંપની સામે આક્ષેપ થતો રહે છે કે તે તેના વર્ક ફોર્સમાં વિવિધતાને પ્રોત્સાહન આપવા ઝાઝો પ્રયાસ નથી કરતી. તિમનિતે કોઇ રિસર્ચ પેપરના રિવ્યૂ માટે ગૂગલમાં અપનાવાતી પ્રક્રિયાને પણ ખામીયુક્ત ગણાવી છે. તેણે કહ્યું કે રિસર્ચ પેપર્સને હાલ જે રીતે જોવાય છે તેનાથી લાગે છે કે કંપની બધું પહેલેથી જ નક્કી કરી ચૂકી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો