• Gujarati News
  • International
  • Good News German made Car Company Bosch, Which Will Test The Corona Virus In About Two And A Half Hours, Will Go On Sale In April.

સારા સમાચાર / જર્મનીની કાર કંપની બોશે બનાવ્યું એવું ડિવાઈસ, જેનાથી કોરોના વાઈરસનો ટેસ્ટ લગભગ અઢી કલાકમાં થશે, એપ્રિલથી વેચાવાનું શરૂ થશે

બર્લિન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ડિવાઈસ દ્વારા 24 કલાકમાં 10 ટેસ્ટ કરી શકાય છે
  • અત્યાર સુધી લેબમાં કરવામાં આવેલા 95% ટેસ્ટના પરિણામ ચોક્કસ રહે છે

બર્લિનઃ જર્મનીની જાણીતી કાર કંપની વોશે એક મહત્વની સિદ્ધી હાંસિલ કરી છે. કંપનીની હેલ્થ કેર યૂનિટે કોરોના વાઈરસની તપાસ માટે એક ડિવાઈસ બનાવ્યું છે, જેના દ્વારા લગભગ અઢી કલાકની અંદર રિપોર્ટ ખબર પડી જશે કે તમે કોરોનાથી સંક્રમિત છો કે નહીં. તેના માટે લેબમાં કોઈ સેમ્પલ પણ લઈ જવાની જરૂર નથી. આ ડિવાઈસથી 24 કલાકમાં 10 ટેસ્ટ સરળતાથી કરી શકાય છે. હાલ ડિવાઈનું જર્મનીની હોસ્પિટલ, લેબ અને મેડિકલ પ્રેક્ટિસમાં ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આ દ્વારા બેક્ટેરિયા અને વાઈરલ બિમારીઓની રેન્જની પણ ભાળ મેળવી શકાશે. બોશ કંપનીનું કહેવું છે કે આ ડિવાઈસ જર્મની અને દુનિયાની માર્કેટમાં એપ્રિલ મહીનાથી વેચાણ શરૂ થઈ જશે. 
જો કે, અત્યાર સુધી જે ટેસ્ટ ઉતાવળમાં કરવામાં આવી રહ્યા છે, તે વિશ્વાસપાત્ર હતા કે કેમ તે મોટી મુશ્કેલી છે. પરંતુ બોશ દ્વારા બનાવાયેલા આ ડિવાઈસ વિશે કહેવામાં આવી રહ્યું છે કે લેબમાં કરવામાં આવેલા વિવિધ ટેસ્ટમાં 95%  પરિણામ ચોક્કસ છે. બોશ કંપનીએ કહ્યું કે, આ ડિવાઈસ WHOના તમામ ટેસ્ટ ધોરણોને પુરા કરે છે. 
બોશ કંપનીના પ્રમુખ ફોલ્કમર ડેનરનું કહેવું છે કે, આ ડિવાઈસ દ્વારા કોરોનાથી સંક્રમિત લોકોની ઓળખ થઈ શકશે અને તેમને આઈસોલેટ કરી શકાશે. આ જીવલેણ વાઈરસ વિરુદ્ધ લડાઈમાં સમય મહત્વનો હોય છે. આ ડિવાઈસનો સૌથી મોટો ફાયદો ઓછામાં ઓછા સમયમાં ટેસ્ટનું પરિણામ મેળવવાનું છે

ડિવાઈસની કિંમત 8.25 લાખ રૂપિયા કરતા વધારે હશે 
કંપનીએ હાલ ડિવાઈસની કિંમત જણાવી નથી, પરંતુ અંદાજિત ભાવ જણાવ્યો છે. જેના પ્રમાણે, કાટ્રિજની કિંમત લગભગ 8 હજાર રૂપિયા અને ડિવાઈસની કિંમત 8.25 લાખ રૂપિયા કરતા વધારે હશે. કંપનીના કહ્યાં પ્રમાણે, આ ડિવાઈસને મોટા પાયે બનાવવાની ક્ષમતા હેલ્થ કેર યૂનિટ પાસે છે. આ ડિવાઈસને બોશ કંપનીની હેલ્થ ટીમે નોર્દર્ન આઈરિશ મેડિકલ ઈક્વિપમેન્ટ મેકર રૈડોક્સ લેબ્રોટેરીઝ સાથે મળીને બનાવ્યું છે. આ ડિવાઈસ પુરી રીતે ઓટોમેટિક ટેસ્ટ કરી શકે છે. 

કોવિડ-19 સિવાય ફ્લૂ જેવી શ્વાસ જેવી અન્ય બિમારીઓનો ટેસ્ટ શક્ય 
આ ડિવાઈસની મદદથી કોવિડ-19 સિવાય ફ્લૂ જેવી શ્વાસની અન્ય બિમારીઓનો પણ ટેસ્ટ કરી શકાય છે. હવે કંપનીઓ એવો પણ પ્રયાસ કરી રહી છે કે હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સોનો પણ ઝડપથી ટેસ્ટ થઈ શકે, જેથી તે લાંબા સમય સુધી દર્દીઓની સેવા કરી શકે. 

અન્ય સમાચારો પણ છે...