તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોંગોમાં ભૂસ્ખલન:કિવુ પ્રાંતમાં સોનાની ખાણ ધસી પાડવાના કારણે 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, ભારે વરસાદને કારણે દુર્ઘટના સર્જાઈ

બુકાવુ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગોના કિવુ પ્રાંતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ.
  • દક્ષિણ કિવુ પ્રાંતના રાજ્યપાલે રાજ્યમાં બે દિવસનો શોક જાહેર કર્યો છે.
  • રાજ્યપાલે સ્થાનિક લોકોને મૃતદેહોને કાઢવા માટે મદદ કરવા અપીલ કરી છે.

પૂર્વી કોંગોમાં સોનાની ખાણ ધસી પડતાં 50થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. શનિવારે સવારે પ્રાંતના રાજ્યપાલે જણાવ્યું હતું કે દક્ષિણ કીવ પ્રાંતના કમિતુગા શહેરમાં સોનાની ખાણ બપોરે 3 વાગ્યે (સ્થાનિક સમય) ધસી પડી હતી. તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા મોટાભાગના યુવાન અને બાળકો છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદને કારણે આ ઘટના બની છે. રાજ્યપાલે રાજ્યમાં બે દિવસનો શોક જાહેર કર્યો છે. તેમજ મૃતદેહોને નીકળવા માટે સ્થાનિક લોકોને મદદ કરવાની અપીલ કરી છે.

એક યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો
ઘટના સ્થળે એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે 50 લોકોનાં મોત નીપજ્યાં છે. માત્ર એક જ યુવાન જીવતો બચ્યો છે. ઘટનાની તપાસના આદેશો આપવામાં આવ્યા છે. દર વર્ષે, દક્ષિણ કીવુમાં ગેરકાયદેસર ખાણકામના કારણે ભૂસ્ખલન જેવી ઘટનાઓ બનતી હોય છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો