તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Global Times Writes: India China Troops Agreed To Be Removed From Bench, Decision Taken At Third Meeting At Commander Level

ચીનના મીડિયાનો દાવો:ગ્લોબલ ટાઈમ્સે લખ્યુ- ભારત- ચીન સૈનિકોને તબક્કાવાર હટાવવા રાજી, કમાન્ડર સ્તરની ત્રીજી બેઠકમાં નિર્ણય લેવાયો

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સેના અધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે શુક્રવારે પૂર્વી લદ્દાખમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે-ફાઇલ ફોટો - Divya Bhaskar
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને સેના અધ્યક્ષ મનોજ મુકુંદ નરવણે શુક્રવારે પૂર્વી લદ્દાખમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે-ફાઇલ ફોટો
  • બન્ને દેશના લેફ્ટેનન્ટ કમાન્ડરોની મંગળવારે 12 કલાક બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો
  • સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આર્મી ચીફ મનોજ મુકુદ નરવણે શુક્રવારે લેહ જશે

ભારત અને ચીનના કમાન્ડરો વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો છે કે તણાવ ઓછો કરવા માટે બન્ને દેશ પોતાની સેના તબક્કાવાર હટાવશે. ચીનના મીડિયા ગ્લોબલ ટાઈમ્સે આ અંગે માહિતી આપતા કહ્યું છે કે બન્ને દેશના લેફ્ટેનન્ટ જનરલની મંગળવારે આશરે 12 કલાક ચાલેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે શુક્રવારે લેહ જશે. જ્યાં તેઓ પૂર્વી લદ્દાખમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. તે સમયે સંરક્ષણ પ્રધાન લશ્કરના ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ કરી શકે છે. પૂર્વી લદ્દાખમાં છેલ્લા સાત સપ્તાહથી ભારત અને ચીનની સેના વચ્ચે અનેક જગ્યા પર અથડામણની સ્થિતિ છે.

મંગળવારે યોજાયેલી બેઠકમાં ભારત તરફથી 14 કોર્પ્સ કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ હરમિંદર સિંહ અને ચીન તરફથી તિબ્બત મિલિટ્રીના કમાન્ડર મેજર લિયૂ લિને ભાગ લીધો હતો.

ધીમે ધીમે જ તણાવ ઘટી શકે છે

  • આ બેઠકમાં કહેવામાં આવ્યુ હતું કે LAC પર તણાવ ઘટાડવાની પ્રક્રિયા મુશ્કેલ છે. વર્તમાન સમયમાં મનસ્વી અને ખોટા અહેવાલોથી બચવું જોઈએ
  • મંગળવારે વાતચીતમાં બન્ને દેશે 6 જૂનના રોજ પ્રથમ વખત કમાન્ડર સ્તરની વાતચીતમાં જે સહમતી થઈ તે લાગુ કરવાની વાત કહી
  • સૂત્રોના જણાવ્યા પ્રમાણે LAC પર તણાવ ઓછો કરવાની બન્ને દેશ તરફથી સકારાત્મક વલણ જોવા મળ્યુ છે. બન્ને દેશમાં લશ્કરી અને રાજદ્વારી સ્તર પર પણ વાતચીત થઈ શકે છે
  • આ સિનિયર લશ્કરી કમાન્ડર સ્તરની ત્રીજી બેઠક છે, તેમા બન્ને દેશે એ વાત પર ભાર આપ્યો કે ચોક્કસ સ્તરની વાતચીત મારફતે ધીમે ધીમે તણાવને ઘટાડી શકાય છે

 ભારત-ચીન સીમા પર સૈનિકોને હટાવવા સહમત-ગ્લોબલ ટાઈમ્સ

ગ્લોબલ ટાઈમ્સે સૂત્રોને ટાંકી એવી માહિતી આપી છે કે મંગળવારે કમાન્ડર સ્તરની વાતચીતમાં બન્ને દેશે સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરી હતી. તે સમયે પરસ્પર વિશ્વાસ વધારવા, મતભેદોને દૂર કરવા, LAC પરથી સૈનિકોને ટૂકડીઓમાં હટાવવા તથા સ્થિતિને સામાન્ય કરવાની વાત પર સહમતિ દર્શાવી હતી.  ગ્લોબલ ટાઈમ્સે લખ્યું- હવે એ જરૂરી બની ગયું છે કે ભારતે જાતે જ આગળ વધીને ચીનને મળવું જોઈએ. સરહદ પર સૈનિકોની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા પર સંપૂર્ણ અંકૂશ લાગવો જોઈએ. કોઈ પણ કટ્ટરપંથી પગલાં ઉઠાવવા જોઈએ નહીં અને ભારત-ચીનના સરહદી ક્ષેત્રોમાં શાંતિનું જતન કરવું જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને બુધવારે જણાવ્યું હતું કે ભારત અને ચીનના કમાન્ડર લેવલની વાતચીત મારફતે સ્થિતિને સામાન્ય કરવામાં સારી પ્રગતિ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...