તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Glacier Melting Lakes Rise 50% In 30 Years, Himalayan Region Lakes At Dangerous Levels, Could Burst Anytime

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂરનું જોખમ:ગ્લેશિયર પીગળીને બનેલા તળાવ 30 વર્ષમાં 50% વધ્યા, હિમાલયન ક્ષેત્રના તળાવો જોખમી સ્તરે, ગમે ત્યારે ફાટશે

લંડન13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિજ્ઞાનીઓએ ભારત, નેપાળ અને ચીનમાં આવા 3,624 તળાવ શોધ્યા
 • ભારતમાં આવા 45 તળાવ; નદીકાંઠામાં રહેતા લોકોને વધુ જોખમ

હિમાલયમાં ઝડપથી પીગળતા ગ્લેશિયરના કારણે ત્યાં તળાવની સંખ્યા અને તેમાં જળસપાટીમાં વધારો થયો છે. એટલું જ નહીં, આ તળાવોનું કદ પણ વધી રહ્યું છે, જેના કારણે પૂરનું જોખમ વધ્યું છે. નદીકાંઠાના વિસ્તારોને વધુ જોખમ છે. બ્રિટન, ઓસ્ટ્રિયા અને પેરુ સહિત દુનિયાભરની વિવિધ યુનિવર્સિટીઓના વિજ્ઞાનીઓએ ગહન અભ્યાસના આધારે આ ચેતવણી આપી છે. તેમાં નેપાળ, ચીન અને ભારતમાં પણ મોટી વસતીને આ તળાવોથી આવનારા પૂરના જોખમ અંગે સાવચેત કરાઇ છે.

બેઝિન નજીક રહેતા લોકોને ખતરો
વિજ્ઞાનીઓના જણાવ્યાનુસાર 30 વર્ષમાં દુનિયાભરમાં આવા તળાવોની સંખ્યા 50% સુધી વધી ગઇ છે. વિજ્ઞાનીઓએ રિમોટ સેન્સિંગ અને સેટેલાઇટ દ્વારા આ 3 દેશમાં આવા અંદાજે 3,624 ગ્લેશિયલ લૅક્સ એટલે કે ગ્લેશિયર પીગળવાથી બનતા તળાવ શોધ્યા છે. તેમાંથી સૌથી વધુ 2,070 તળાવ નેપાળમાં છે, જે કોશી, ગંડકી અને કર્ણાલી નદી બેઝિન નજીક રહેતા લોકો માટે જોખમી બની શકે છે. ચીનમાં આવા 1,509 જ્યારે ભારતમાં 45 તળાવ શોધાયા છે. ચીન અને ભારતમાં આ તળાવ તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં બન્યા છે.

ગમે ત્યારે તળાવ ફાટે તેવી સ્થિતિ
એક્સટર યુનિ.ના ક્લાઇમેટ ચેન્જના નિષ્ણાત પ્રો. સ્ટીફન હેરિસન કહે છે કે કેટલાક તળાવ ખૂબ જોખમી સ્તર પર છે, જેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. તે ગમે ત્યારે ફાટી શકે છે. હિમાલયની પર્વતમાળામાં તેનું જોખમ વધુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો