તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઇમના કવર પર ભારતવંશી:ગીતાંજલિ રાવની કિડ ઓફ ધ યર તરીકે પસંદગી થઈ, ડ્રગ્સ અને સાઇબર બુલિંગ વિરુદ્ધ કામ કર્યું

ન્યૂયોર્ક4 મહિનો પહેલા
ટાઈમ મેગેઝિને પહેલી વખત તેમના કવર પર કોઈ બાળકને સ્થાન આપ્યું છે. જેના માટે પાંચ હજાર નોમિનેશનમાંથી ભારતવંશી ગીતાંજલિ રાવની પસંદગી કરી. તેને કિડ ઓફ ધ યર તરીકે જાહેર કરાઈ છે. - Divya Bhaskar
ટાઈમ મેગેઝિને પહેલી વખત તેમના કવર પર કોઈ બાળકને સ્થાન આપ્યું છે. જેના માટે પાંચ હજાર નોમિનેશનમાંથી ભારતવંશી ગીતાંજલિ રાવની પસંદગી કરી. તેને કિડ ઓફ ધ યર તરીકે જાહેર કરાઈ છે.

મૂળ ભારતની અમેરિકન ગીતાંજલિ રાવની ટાઈમ મેગેઝિને કિડ ઓફ યર તરીકે પસંદગી કરી છે. ગીતાંજલિ અંદાજે 15 વર્ષની છે, તેને સાયન્સ સાથે જોડાયેલી સફળતા હાંસિલ કરી છે. ટાઈમ મેગેઝિને ગીતાંજલિને સાઈન્ટિસ્ટ અને ઈન્વેન્ટર ગણાવી છે. મેગેઝિને પહેલી વખત આ કેટેગરીમાં કોઈની પસંદગી કરી છે.

ટાઈમના જણાવ્યા પ્રમાણે, ગીતાંજલિએ પીવાના પાણીમાં પ્રદૂષણને અટકાવવા, અફીણની લત છોડાવવા અને સાઈબર બુલિંગને અટકાવવા માટે અદ્ભુત કામગીરી કરી છે. એટલા માટે મેગેઝિને તેમના કવર પેજ પર તેમને સ્થાન આપ્યું છે. તેમણે આ સમસ્યાઓને દૂર કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી એપ અને ક્રોમ એક્સટેન્શન તૈયાર કર્યાં.

5000 નોમિનેશન્સમાંથી પસંદગી કરાઈ
મેગેઝિનને પહેલા કિડ ઓફ ધ યર માટે 5 હજારથી વધુ નોમિનેશન મળ્યાં હતાં, જેમાંથી માત્ર ગીતાંજલિની પસંદગી કરવામાં આવી છે. આ પહેલાં ટાઈમ સ્પેશિયલ માટે તેમનો ઈન્ટરવ્યુ એક્ટર અને એક્ટિવિસ્ટ એન્જેલિના જોલીએ લીધો હતો.

નવી જનરેશન ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે
ગીતાંજલિએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આપણી જનરેશન ઘણી એવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહી છે, જે પહેલાં ક્યારેય જોવા મળી નથી. જૂની સમસ્યાઓ પણ યથાવત્ છે. એક બાજુ આપણે મહામારીનો સામનો કરી રહ્યા છીએ તો બીજી બાજુ માનવાધિકાર સાથે જોડાયેલી સમસ્યાઓ પણ છે. ક્લાઇમેટ ચેન્જ અને સાઈબર બુલિંગ જેવી સમસ્યાઓ આપણે પેદા નથી કરી. જોકે આપણે ટેકનોલોજી દ્વારા એનો નિવેડો લાવવો પડશે.

ટાઈમના કવર પર સ્થાન મેળવનાર સૌથી ઓછી વયની છોકરી
ગીતાંજલિ ટાઈમ મેગેઝિનના કવર પર સ્થાન મેળવનાર સૌથી ઓછી ઉંમરની છોકરી છે. ગત વર્ષે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગને 16 વર્ષની ઉંમરમાં મેગેઝિને પર્સન ઓફ ધ યરની પસંદગી કરી હતી. મેગેઝિને 1927થી દર વર્ષે ખાસ ઉપલબ્ધિ હાંસિલ કરનારા લોકોને મેન ઓફ યર પસંદ કરે છે. દર વર્ષે એ પોતાની કેટેગરી અપડેટ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો