તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Girls Will Go To School Wearing Veils, Curtains Will Also Be Put Up In Class So That Boys And Girls Cannot See Each Other

હવે અફઘાનિસ્તાનમાં પડદામાં ભણતર:છોકરીઓ બુરખો પહેરીને શાળામાં જશે, વર્ગમાં પણ લગાવાશે પડદો, જેથી છોકરા-છોકરીઓ એકબીજાને જોઈ ન શકે

કાબુલ20 દિવસ પહેલા
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી લગભગ તમામ મહિલાઓ બુરખા પહેરવા લાગી છે.
  • તાલિબાને છોકરાઓને કડક સૂચના આપી છે કે તેઓ છોકરીઓ સાથે વાત કરવાનો પ્રયાસ ન કરે

અફઘાનિસ્તાનમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલી અશાંતિ વચ્ચે કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ શરૂ થયો છે. તાલિબાનોએ છોકરીઓને ભણવાની છૂટ આપી છે, પણ તેમને કડક પ્રતિબંધોમાંથી પસાર થવું પડી રહ્યું છે.

સોમવારે મઝાર-એ-શરીફ સ્થિત ઈબ્ન-એ-સિના યુનિવર્સિટીનો ફોટો સામે આવ્યો છે. આમાં પડદા દ્વારા વર્ગને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. છોકરાઓ એક તરફ બેઠેલા છે અને છોકરીઓ બીજી તરફ બેઠેલી છે.

ફોટો ઇબ્ન-એ-સિના યુનિવર્સિટીનો છે. અહીં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે પડદો લગાવીને પાર્ટિશન કરવામાં આવ્યું છે.
ફોટો ઇબ્ન-એ-સિના યુનિવર્સિટીનો છે. અહીં છોકરાઓ અને છોકરીઓ વચ્ચે પડદો લગાવીને પાર્ટિશન કરવામાં આવ્યું છે.

છોકરીઓએ આ આદેશોનું પાલન કરવું પડશે

  • કોલેજ-યુનિવર્સિટીમાં જતી દરેક છોકરીએ નકાબ પહેરવાનું રહેશે.
  • ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી છોકરીઓએ બુરખો પહેરવો પડશે.
  • દરેક છોકરીએ મોટે ભાગનો સમય પોતાના ચહેરો ઢાંકીને રાખવો પડશે.
તાલિબાને છોકરાઓને કડક સૂચના આપી છે કે તેઓ છોકરીઓ સાથે વાત કરવાનો પ્રયાસ ન કરે.
તાલિબાને છોકરાઓને કડક સૂચના આપી છે કે તેઓ છોકરીઓ સાથે વાત કરવાનો પ્રયાસ ન કરે.

મહિલાઓએ બુરખા પહેરવાનું શરૂ કર્યું
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પહેલાં ઘણી ઓછી મહિલાઓ શેરીઓમાં બુરખા અને નકાબ પહેરેલી જોવા મળી રહી હતી. હવે તાલિબાનના કબજા પછી લગભગ તમામ મહિલાઓ બુરખા પહેરવા લાગી છે. તાલિબાને મહિલાઓને નકાબ પહેરવાનું કહ્યું છે, જેમાં મોટા ભાગનો ચહેરો ઢંકાઈ જાય.

અફઘાનિસ્તાનમાં અધ્યાપકો કહે છે કે છોકરાઓ અને છોકરીઓ માટે મહિલા શિક્ષિકાની વ્યવસ્થા કરવા માટે પૂરતી મહિલા શિક્ષિકા જ નથી.
અફઘાનિસ્તાનમાં અધ્યાપકો કહે છે કે છોકરાઓ અને છોકરીઓ માટે મહિલા શિક્ષિકાની વ્યવસ્થા કરવા માટે પૂરતી મહિલા શિક્ષિકા જ નથી.

માત્ર મહિલા શિક્ષિકા જ છોકરીઓને ભણાવશે
તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ કબજે કર્યા બાદ જ છોકરીઓના શિક્ષણને લગતા કેટલાક આદેશો આપ્યા હતા. આદેશ અનુસાર, છોકરાઓ અને છોકરીઓએ એક જ વર્ગમાં ભણી શકશે નહીં. બંનેની બેઠક વચ્ચે પડદો રાખવો પડશે. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોલેજ-યુનિવર્સિટીએ છોકરાઓ અને છોકરીઓ માટે અલગ-અલગ વર્ગો રાખવા પડશે. માત્ર મહિલા શિક્ષિકા જ છોકરીઓને ભણાવી શકે છે, તેથી જ મહિલા શિક્ષિકાની ભરતી કરવી પડશે. શિક્ષિકાની ગેરહાજરીમાં વૃદ્ધ પુરુષ શિક્ષક છોકરીઓને ભણાવી શકે છે, પરંતુ એ પહેલાં તેનો રેકોર્ડ સારી રીતે તપાસવો પડશે.

છોકરીઓ અને છોકરાઓના છૂટવાના સમયમાં 5 મિનિટનો ગેપ રાખવામાં આવી રહ્યો છે, જેથી છોકરીઓ પહેલા કોલેજ-યુનિવર્સિટીથી જતી રહે.
છોકરીઓ અને છોકરાઓના છૂટવાના સમયમાં 5 મિનિટનો ગેપ રાખવામાં આવી રહ્યો છે, જેથી છોકરીઓ પહેલા કોલેજ-યુનિવર્સિટીથી જતી રહે.

યુનિવર્સિટી-કોલેજમાં મહિલા શિક્ષિકાઓ નથી
છોકરાઓ વર્ગ છોડે એ પહેલાં તમામ છોકરીઓનો ક્લાસ 5 મિનિટ પહેલાં જ પૂર્ણ થઈ જશે. જેથી તેની પુષ્ટિ થઈ શકે કે છોકરાઓ વર્ગમાંથી બહાર નીકળતાં પહેલાં છોકરીઓ કોલેજમાંથી જતી રહી હોય. છોકરાઓ અને છોકરીઓને કોલેજમાં એકબીજા સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અફઘાનિસ્તાનના એક પ્રોફેસરે AFP સાથે વાત કરતાં કહ્યું હતું કે મોટા ભાગની યુનિવર્સિટીઓમાં ખૂબ ઓછી મહિલા શિક્ષિકા છે.

અન્ય સમાચારો પણ છે...