અહો આશ્ચર્યમ!:2000 કિલો કરતાં વધુ વજનવાળી મહાકાય માછલી જાળમાં ફસાઈ, 2 ક્રેન દ્રારા ઉંચકીને બહાર નીકાળવી પડી

એક મહિનો પહેલા
  • વૈજ્ઞાનિકોએ કહ્યું, આના વિશે માત્ર વાંચ્યું હતું. પહેલીવાર તેને નજરોનજર જોઈ

સાંપ્રત સમયમાં દુનિયાભરના સમુદ્રમાં કુતુહલ સર્જે તેવી ઘટનાઓ સર્જાઈ રહી છે. હવે 2 હજાર કિલોની મહાકાય કહી શકાય તેવી સનફિશ માછલી જોવા મળી છે. જમ્બો કહી શકાય તેવી માછલીને જોઈને વૈજ્ઞાનિકો પણ નવાઈ પામ્યા છે. સનફિશ માછલીનું વજન પણ અધધધ કહી શકાય તેમ 2 હજાર કિલોથી વધુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. અત્યારે સોશિયલ મીડિયામાં પણ આ માછલીના વીડિયોઝ અને ફોટોઝ વાઈરલ થઈ રહ્યા છે.

સેવિલે યૂનિવર્સિટીના એસ્ટ્રેચો મરીન બાયોલોજી સ્ટેશનના જણાવ્યા મુજબ આ માછલી આફ્રિકાના ઉત્તરીય તટ પર 4 ઓક્ટોબરના રોજ જાળમાં ફસાઈ હતી. સમુદ્રી જીવ વૈજ્ઞાનિક એનરિક ઓસ્ટેલના કહેવા મુજબ આ માછલીની વિશાળતા જોઈને તેનું વજન 2 હજાર કિલો કરતાં પણ વધુ હોવું જોઈએ. આ સનફિશ માટે અલગ અલગ જહાજો પર બે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ માછલીની લંબાઈ 10.5 ફૂટ અને પહોળાઈ 9.05 ફૂટ જણાવવામાં આવી છે. મહાકાય માછલીને ક્રેન દ્રારા જહાજ પર લાવવી એ ખૂબ જ કપરો સમય હતો. આ મહાકાય માછલી જીવતી હોવાથી કોઈ પણ સમયે જહાજ પર દુર્ઘટના પણ સર્જાઈ શકે તેવી શક્યતાઓ નથી. જેથી ત્યાં હાજર તમામ લોકોએ એક પણ સેકન્ડ બગાડ્યા સિવાય આગળની પ્રોસેસ કરી હતી. જેમાં તેમણે આ સનફિશના DNA નમૂના લીધા હતા.

જો કે, આ માછલી મોલા એલેક્ઝેન્ડ્રિયન કે દક્ષિણી સનફિશ હોવાનું પણ મનાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે દક્ષિણી સનફિશ બંને પ્રજાતિમાં સૌથી વિનમ્ર હોય છે. આ પ્રજાતિ સમુદ્રી જેલીનો શિકાર કરે છે. અત્રે ઉલ્લેખનિય છે કે જ્યાંથી આ માછલી મળી હતી તે વોકુએટા આફ્રિકાના જ નવ સ્પેનિશ ક્ષેત્રોમાંનું એક છે. જે ભૂમધ્ય સાગર અને એટલાન્ટિક મહાસાગરની સીમાની સાથે મોરક્કોની હદમાં છે.

અન્ય સમાચારો પણ છે...