હવે ડ્રેગનની ઘેરબંધી:આ મહિને જર્મન વૉરશિપ મુંબઈ પહોંચશે, ઈન્ડો-પેસિફિકમાં ભારતની સાથે હવે ફ્રાંસ પણ ચીનનું અભિમાન ઉતારશે

મુંબઈ/બર્લિન10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમુદ્રમાં ચીનની દાદાગીરી ખતમ કરવા માટે દુનિયા એકજૂથ થવા લાગી છે. દક્ષિણ ચીન સાગર પછી હવે હિંદ અને પ્રશાંત ક્ષેત્રમાં ચીનને જવાબ આપવા માટેની સ્ટ્રેટેજી પર ઝડપથી કામ થઈ રહ્યું છે. આ અંતર્ગત ભારત, ફ્રાંસ અને જર્મનીએ ગત વર્ષે હાથ મિલાવ્યા હતા. હવે જર્મનીની લેટેસ્ટ વૉરશિપ બેયર્ન 21 જાન્યુઆરીએ મુંબઈ પહોંચશે. જે બાદ ફ્રાંસ પણ પોતાનું વૉરશિપ ભારત મોકલશે. કુલ મળીને આ ચીનને સ્પષ્ટ સંદેશ છે કે સમુદ્રમાં એકતરફી દબદબો બનાવવાની તેની ચાલને સફળ નહીં થાય.

ઈન્ટરનેશન રુલસ જ ચાલશે
'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા'ના એક રિપોર્ટ મુજબ ગત વર્ષે અમેરિકા પછી જર્મની અને ફ્રાંસે પણ સ્પષ્ટ કરી દીધું હતું કે હિંદ-પ્રશાંત હોય કે સાઉથ ચાઈના સી અહીં ઈન્ટરનેશનલ નિયમ અંતર્ગત જ ટ્રેડ અને બાકીના ઓપરેશન્સ થશે.

ચીન પર કઈ રીતે અંકુશ લગાડવામાં આવી રહ્યો છે તેનું એક ઉદાહરણ જર્મની અને ફ્રાંસની રણનીતિ છે. 20 વર્ષમાં એવું પહેલી વખત થયું જ્યારે જર્મનીએ ચીનની ચિંતા કર્યા વગર સાઉથ ચાઈના સીમાં આ જ બેયર્ન વૉરશિપ મોકલી હતી. ફ્રાંસે પણ જાહેર કરી દીધું છે કે તેઓ પણ જર્મનીના માર્ગે જ ચાલશે.

જર્મનીની આ વૉરશિપ દુનિયાની સૌથી ઉમદા વૉરશિપમાંથી એક છે (ફાઈલ)
જર્મનીની આ વૉરશિપ દુનિયાની સૌથી ઉમદા વૉરશિપમાંથી એક છે (ફાઈલ)

બેયર્ન આવે છે તે એટલું મહત્વનું કેમ?
ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસ વધી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બેયર્ન હવે મુંબઈમાં હશે ત્યારે સ્થિતિ મુજબ નિર્ણય લેવામાં આવશે. શક્યતા છે કે લોકો તેને વર્ચ્યુઅલી જોઈ શકે. ગત વર્ષે ઓગસ્ટમાં પણ જર્મનીએ તેને હિંદ-પ્રશાંતમાં પેટ્રોલિંગ માટે મોકલી હતી. સપ્ટેમ્બરમાં જ્યારે આ ચીનના શાંઘાઈ પોર્ટ પર પહોંચ્યું તો ચીને તે ત્યાં રોકાવવાની મંજૂરી આપી ન હતી.

આ મામલે એક ખાસ વાત એ છે કે ચીન અને જર્મની વચ્ચે મજબૂત ટ્રેડ રિલેશન છે, પરંતુ તેમ છતાં સમુદ્રમાં ચીનના દબદબાને ચેલેન્જ આપે છે. જેનો સીધો અર્થ એ છે કે યુરોપના બે શક્તિશાળી દેશ ફ્રાંસ અને જર્મની સી-ટ્રેડના મામલે ચીનની દાદાગીરી નહીં ચાલવા દે.

જર્મનીની સ્પષ્ટ વાત
બેયર્ન ગત મહિને સિંગાપુરમાં હતું. ચીન તેનાથી ઘણું જ નારાજ હતું. ત્યારે જર્મનીના નેવી ચીફ વાઈસ એડમિરલ એચિન કોબેકે કહ્યું હતું કે- આ ચીનને સ્પષ્ટ સંદેશ છે કે સમુદ્રમાં ગેરકાયદે અને દાદાગીરીના કોઈ પણ ષડયંત્રને સફળ નહીં થવા દેવાય. ચીનના દાવાઓ નહીં માનવામાં આવે. બેયર્ન અહીં આવ્યું તે માત્ર એક ઝલક છે. જો કે હજુ સુધી અમે તાઈવાનના સમુદ્રમાં એન્ટ્રી નથી કરી.

જર્મની સરકારે એક નિવેદનમાં કહ્યું હતું- હિંદ અને પ્રશાંત મહાસાગરમાં વેપારની સપ્લાઈ ચેનને ખરાબ કરવાના પ્રયાસ થઈ રહ્યાં છે. તેની ગંભીર અસર જર્મની અને યુરોપમાં પણ થશે.

અન્ય સમાચારો પણ છે...