• Gujarati News
  • International
  • German Government In Trouble, Thousands Take To The Streets In Protest Of Sanctions, Lockdown In Another Chinese City

કોરોના દુનિયામાં LIVE:24 કલાકમાં 21 લાખ પોઝિટિવ કેસ નોંધાયા; અમેરિકી હોસ્પિટલમાં પોઝિટિવ સ્ટાફ પણ કરી રહ્યાં કોરોના સંક્રમિતોની સારવાર

વોશિંગ્ટન10 દિવસ પહેલા

વિશ્વમાં છેલ્લાં 24 કલાકમાં 21.04 લાખ નવા સંક્રમિતોની ઓળખ થઈ છે. 9.55 લાખ લોકો સ્વસ્થ થયા છે અને 4,608 લોકોના મોત નિપજ્યા છે.

અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલમાં પણ સ્ટાફની ઉણપ જોવામાં આવી રહી છે. દેશની અનેક હોસ્પિટલમાં તે સ્ટાફ મેમ્બર્સને પણ ડ્યૂટી પર બોલાવવામાં આવ્યા છે જે પોતે સંક્રમિત છે. મીડિયા રિપોટ્સ મુજબ આ સ્ટાફ મેમ્બર્સને પણ ડ્યૂટી પર બોલાવવામાં આવ્યા છે જે પોતે જ સંક્રમિત છે. મીડિયા રિપોટ્સ મુજબ આ સ્ટાફ મેમ્બર્સ તે છે જેમનામાં સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે. અમેરિકામાં કોરોનાની સાથે ઓમિક્રોન પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ સ્થિતિ ન્યૂયોર્ક, રોડે આઈલેન્ડ અને એરિઝોનામાં વધુ છે.

આ વચ્ચે ચીનના અનયાંગ શહેરમાં 2 ઓમિક્રોન સંક્રમિત મળ્યા બાદ લોકડાઉન લગાવી દેવાયું છે. આ શહેરની વસતિ 55 લાખ છે. આ પહેલા અહીંના 1 કરોડ 30 લાખ વસતિવાળા શીઆન શહેર અને 11 લાખની વસતિવાળા યુઝોઉ શહેરમાં લોકડાઉન લગાડવામાં આવ્યું છે. ચીનમાં હવે કુલ 1.96 કરોડ વસતિ લોકડાઉનમાં છે. મોટા પાયે કોવિડ તપાસ માટે આ લોકડાઉન લગાડવામાં આવ્યું છે.

દુનિયામાં અત્યાર સુધીમાં કોરોનોની સ્થિતિ

કુલ કેસ : 30.84 કરોડ

સાજા થયા : 25.98 કરોડ

એક્ટિવ કેસ : 4.30 કરોડ

કુલ મૃત્યુ : 55.07 લાખ

જર્મન સરકાર મુશ્કેલીમાં, પ્રતિબંધોનાં વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા
યુરોપિયન દેશોમાં ફરી એકવાર કોરોનાને કારણે પ્રતિબંધો લાગુ થવા લાગ્યા છે. જ્યારે સરકારે પ્રતિબંધો લગાવ્યા ત્યારે લોકો દ્વારા તેનો વિરોધ પણ શરૂ થયો છે. 'ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, સોમવારે, જર્મનીના ઘણા શહેરોમાં પ્રતિબંધો વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યુ હતુ. બીજી તરફ ઈટાલીની સરકાર વેક્સિનેશનને લઈને કડક વલણ અપનાવવા જઈ રહી છે.

ખાસ વાત એ છે કે જર્મનીમાં 2 સપ્તાહ દરમિયાન કોરોના અને ઓમિક્રોનના કેસ 91% જ્યારે ઈટાલીમાં 300% વધ્યા છે. હવે સમગ્ર યુરોપમાં સરકારો વેક્સિનેશન અને બૂસ્ટર ડોઝ ફરજિયાત કરવા જઈ રહી છે. યુરોપિયન યુનિયનમાં 69% લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ છે. જો આપણે ઇટાલી અને જર્મની વિશે વાત કરીએ, તો ઇટાલીમાં 75% જ્યારે જર્મનીમાં 72% સંપૂર્ણ વેક્સિનેટેડ છે.

જર્મનીમાં 2 સપ્તાહ દરમિયાન કોરોના અને ઓમિક્રોનના કેસ 91% જ્યારે ઈટાલીમાં 300% વધ્યા છે.
જર્મનીમાં 2 સપ્તાહ દરમિયાન કોરોના અને ઓમિક્રોનના કેસ 91% જ્યારે ઈટાલીમાં 300% વધ્યા છે.

ચીનના વધુ એક શહેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે
ચીનના તિયાનજિનમાં એક દિવસમાં ઓમિક્રોન અને કોરોનાના કુલ 40 કેસ નોંધાયા બાદ આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. તિયાનજિનથી બેઇજિંગ સુધીની બસ-ટ્રેન સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી છે અને શહેરના લોકોને જરૂરી વીના બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું છે. બીજી તરફ ચીનના ઝિયાન અને યુઝોઉ શહેર પહેલેથી જ બે અઠવાડિયાથી લોકડાઉનનો સામનો કરી રહ્યું છે.

ચીનના તિયાનજિનમાં એક દિવસમાં ઓમિક્રોન અને કોરોનાના કુલ 40 કેસ નોંધાયા બાદ આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે.
ચીનના તિયાનજિનમાં એક દિવસમાં ઓમિક્રોન અને કોરોનાના કુલ 40 કેસ નોંધાયા બાદ આંશિક લોકડાઉન લાદવામાં આવ્યું છે.

આ દેશોમાં ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા

દેશ

કેસ

1

અમેરિકા

673,837

2

ભારત

161,505

3

યુકે

142,224

4

ફ્રાન્સ

93,896

2

ઈટાલી

101,762

6

તુર્કી

65,236

7

જર્મની

38,618

8

કેનેડા

55,350

9

નેધરલેન્ડ

27,891

10

પોલેન્ડ

7,785

અન્ય સમાચારો પણ છે...