વિશ્વનાં વિભિન્ન પ્રાણીઓના આયુષ્યમાં પણ તફાવત જોવા મળે છે. એવું શા માટે છે કે માણસ 80 વર્ષ સુધી જીવિત રહે છે જ્યારે જિરાફ માત્ર 24 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ પામે છે. આ વિષય પર હાલમાં કેમ્બ્રિજમાં વેલકમ સેન્ગર ઇન્સ્ટિટ્યૂટનો એક નવો અભ્યાસ તાજેતરમાં પ્રકાશિત થયો હતો. અંદાજે 16 પ્રજાતિઓના આનુવાંશિક પરિવર્તનના અભ્યાસમાં સામે આવ્યું છે કે વધુ અને ઓછા આયુષ્ય પાછળ આનુવાંશિકતા અને ડીએનએ મ્યુટેશન મુખ્ય કારણ હોય છે. વધુ આયુષ્ય ધરાવતાં પ્રાણીઓ પોતાના ડીએનએ મ્યુટેશનને સફળતાપૂર્વક ધીમા કરીને વધુ આયુષ્ય ભોગવતા હોય છે.
પ્રાણીઓમાં આનુવાંશિક પરિવર્તનોની એક સમાન પેટર્નને એક બીજાથી ઉંદર અને વાઘના રૂપમાં અલગ તારવવું નવાઇ પમાડે તેવું હતું, પરંતુ અભ્યાસ અનુસાર સોમેટિક મ્યુટેશન ઉંમરના વધારામાં ભૂમિકા નિભાવી શકે છે. મનુષ્ય અને પ્રાણીની ઉંમરમાં તફાવતને તમે એ રીતે સમજી શકો છો કે, મનુષ્યને એક વર્ષમાં માત્ર 47 મ્યુટેશનનો સામનો કરવો પડે છે. જ્યારે, જે ઉંદરોનું આયુષ્ય 3.7 વર્ષ હોય છે, તે દર વર્ષે 796 મ્યુટેશનની ભારે સંખ્યાનો સામનો કરે છે. મનુષ્યની સરેરાશ આયુષ્ય 70થી 80 વર્ષ હોય છે.
2017માં, સંયુક્ત રાષ્ટ્રએ અનુમાનિત વૈશ્વિક સરેરાશ આયુષ્ય 72.6 આંક્યું હતું. માણસની લાંબી ઉંમર પાછળ પહેલાં વિજ્ઞાનીઓની માન્યતા હતી કે, તેનો આપણા શરીરના આકાર સાથે કંઇક જોડાણ છે. શરીરનો નાનો આકાર ઊર્જાને જલદી પૂરી કરે છે, જેને કારણે ઉંમરમાં જલદી ઘટાડો થાય છે.
શ્વાનથી વધુ આયુષ્ય છછૂંદરનું હોય છે, 25 વર્ષ જીવે છે
5 ઇંચના નેકેડ મોલ રેટ (છછૂંદર)નું આયુષ્ય લાંબુ હોય છે. છછૂંદરનું આયુષ્ય શ્વાનથી પણ વધુ હોય છે. આ છછૂંદરોની સરેરાશ ઉંમર જીરાફની સરેરાશ ઉંમરને સમાન હોય છે. 1 જીરાફ સામાન્યપણે 24 વર્ષ તેમજ છછૂંદર 25 વર્ષ સુધી જીવિત રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.