• Gujarati News
  • International
  • Gave Afghans Hope And Freedom, But Even After Two Decades Everything Is The Same As Before; Now The American Army Has Returned, Handing Over The Country To The Taliban

20 તસવીરોમાં અમેરિકાની સેનાના 20 વર્ષ:અફઘાનવાસીઓને આશા અને આઝાદી આપી, પરંતુ બે દાયકા બાદ પણ બધુ પહેલા જેવું જ; હવે તાલિબાનના હવાલે દેશ સોંપીને અમેરિકન સેનાની વાપસી

કાબુલ3 મહિનો પહેલા
  • 2001માં અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાનમાં આતંકીઓ સામે ઓપરેશન શરૂ કર્યું હતુ
  • તાલિબાને બે મહિનાની અંદર દેશના લગભગ તમામ પ્રાંતો પર કબજો જમાવી દીધો

અમેરિકાએ છેવટે અફઘાનિસ્તાનમાંથી પોતાનું સૈન્ય ઓપરેશન સમાપ્ત કરી દીધું છે. ગઇ રાત્રે અમેરિકાના સૈનિકોએ કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આ સાથે જ અફઘાનિસ્તાનના લાખો લોકોનું જીવન તાલિબાનના હવાલે થઈ ગયું છે. 20 વર્ષમાં અફઘાની લોકોને જે આઝાદી મળી અને નિર્ભયપણે જીવવા માટેનો જે જુસ્સો મળ્યો હતો તેનો પણ અંત થઈ ગયો છે.

તાલિબાન ગઈરાતથી જ અમેરિકાણી સેનાની વાપસીની ઉજવણી કરી રહ્યું છે. તાલિબાન લડવૈયાઓએ કાબુલ એરપોર્ટ પર કબજો કર્યો અને ત્યાં હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. તાલિબાનીઓ એટલી આતશબાજી કરી કે રાત્રે કાબુલના આકાશમાં રોશની છવાઈ ગઈ હતી.

2001 થી 2002 સુધી અફઘાનિસ્તાનમાં યુદ્ધનું વાતાવરણ રહ્યું
2001માં અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાનમાં આતંકીઓ સામે ઓપરેશન શરૂ કર્યું હતું. અમેરિકની સ્પેશિયલ ફોર્સે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વિરોધી નોર્દન એલાયન્સ સાથે મેદાનમાં કૂદી પડ્યા હતા. 2001માં નવેમ્બરના બીજા સપ્તાહમાં રાજધાની કાબુલ સાથે કંધહારને પણ તાલિબાનના કબજામાંથી છોડાવી લીઘું હતું. કંધહાર તાલિબાનનો ગઢ હતું. ડિસેમ્બર 2001માં ઓસામા બિન લાદેન ટોરાબોરા પર્વતોથી પાકિસ્તાન ભાગી ગયો અને આ તરફ કાબુલમાં હામીદ કરઝાઇના નેતૃત્વમાં નવી સરકાર બનાવવામાં આવી હતી.

ઓક્ટોબર 2001માં અફઘાનિસ્તાનના ઉત્તર -પૂર્વીય શહેર તાલોકાનમાં તાલિબાનની ચોકીઓ પર ગોળીબાર કરતા નોર્દન એલાયન્સના સૈનિકો.
ઓક્ટોબર 2001માં અફઘાનિસ્તાનના ઉત્તર -પૂર્વીય શહેર તાલોકાનમાં તાલિબાનની ચોકીઓ પર ગોળીબાર કરતા નોર્દન એલાયન્સના સૈનિકો.
નવેમ્બર 2001 માં નોર્દન એલાયન્સના સૈનિકો કાબુલ જઈ રહ્યા હતા ત્યારે એક તાલિબાન લડવૈયાને ખીણમાં છુપાયેલો મળ્યો. તેની વિનંતી કરવા છતાં તેને મારી નાખવામાં આવ્યો હતો.
નવેમ્બર 2001 માં નોર્દન એલાયન્સના સૈનિકો કાબુલ જઈ રહ્યા હતા ત્યારે એક તાલિબાન લડવૈયાને ખીણમાં છુપાયેલો મળ્યો. તેની વિનંતી કરવા છતાં તેને મારી નાખવામાં આવ્યો હતો.
ઓગસ્ટ 2002માં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ઉત્તરે બગરામ એરબેઝ પર હાજર અમેરિકન સૈનિકો. આ એરબેઝ અમેરિકાનું સૌથી મોટું મિલિટરી બેઝ હતું.
ઓગસ્ટ 2002માં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની ઉત્તરે બગરામ એરબેઝ પર હાજર અમેરિકન સૈનિકો. આ એરબેઝ અમેરિકાનું સૌથી મોટું મિલિટરી બેઝ હતું.

2003 થી 2007 વચ્ચે અમેરિકાની સરકારનું ધ્યાન ઈરાક યુદ્ધ તરફ વળી ગયું
મે 2003માં તે સમયે અમેરિકાના રક્ષા મંત્રી ડોનાલ્ડ રમસ્ફેલ્ડએ અફઘાનિસ્તાનમાં મુખ્ય સૈન્ય અભિયાન સમાપ્ત કરવાની વાત કરી હતી. આ દરમિયાન અમેરિકાનું ધ્યાન ઈરાકમાં સદદમ હુસેનને સત્તા પરથી દૂર કરવામાં લાગેલું હતું. તાલિબાને આ ટકાનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું. 2004માં અફઘાનિસ્તાનનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું, પરંતુ ધીમે ધીમે તાલિબાને ઘાત લગાવીને હુમલા કરવાનું અને આત્મઘાતી હુમલા કરવાનું શરૂ કર્યું હતું.

ઓક્ટોબર 2004 માં ઐતિહાસિક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહિલાઓ મત આપવા માટે રાહ જુએ છે. ચૂંટણી તરત જ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી.
ઓક્ટોબર 2004 માં ઐતિહાસિક રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહિલાઓ મત આપવા માટે રાહ જુએ છે. ચૂંટણી તરત જ વિવાદમાં ઘેરાઈ ગઈ હતી.
નવેમ્બર 2005માં કાબુલમાં અફઘાન પોલીસ ભરતીઓને તાલીમ આપી રહ્યાં છે અમેરિકન કોન્ટ્રાક્ટર ડાઇન કોર્પ. કાબુલ અને કેટલાક મુખ્ય વિસ્તારોમાં અફઘાન પોલીસનો પ્રભાવ રહ્યો છે.
નવેમ્બર 2005માં કાબુલમાં અફઘાન પોલીસ ભરતીઓને તાલીમ આપી રહ્યાં છે અમેરિકન કોન્ટ્રાક્ટર ડાઇન કોર્પ. કાબુલ અને કેટલાક મુખ્ય વિસ્તારોમાં અફઘાન પોલીસનો પ્રભાવ રહ્યો છે.
ઓગસ્ટ 2005 માં પાકિસ્તાનની સરહદે આવેલા પકતીકા પ્રાંતમાં યુએસ લશ્કરી વાહનની નજીક ઉભેલો એક અફઘાની નાગરિક.
ઓગસ્ટ 2005 માં પાકિસ્તાનની સરહદે આવેલા પકતીકા પ્રાંતમાં યુએસ લશ્કરી વાહનની નજીક ઉભેલો એક અફઘાની નાગરિક.

2008 થી 2010 અમેરિકાએ તાલિબાનને ધકેલવા માટે ફરી જોર લગાવ્યું
ફેબ્રુઆરી 2009માં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ અફઘાનિસ્તાનમાં વધુ 17 હજાર સૈનિકોને મોકલવાની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાનમાં પહેલાથી જ 36 હજાર વિદેશી સૈનિકો હાજર હતા. ઓબામાએ 2010 સુધી કુલ એક લાખ સૈનિકો મોકલ્યા હતા. અફઘાનિસ્તાનમાં ફરીથી ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું હતું.

અમેરિકન સૈનિકો ઓક્ટોબર 2008માં અફઘાનિસ્તાનના કામૂ વિસ્તારના પર્વતોમાં લોવેલ લશ્કરી ચોકી પર તાલિબાનના મોટા હુમલાનો સામનો કરે છે.
અમેરિકન સૈનિકો ઓક્ટોબર 2008માં અફઘાનિસ્તાનના કામૂ વિસ્તારના પર્વતોમાં લોવેલ લશ્કરી ચોકી પર તાલિબાનના મોટા હુમલાનો સામનો કરે છે.
ડિસેમ્બર 2009માં કાબુલમાં એક હોટલ પાસે આત્મઘાતી હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. તાલિબાને આ સમયગાળા દરમિયાન આવા ઘણા વધુ હુમલા કર્યા.
ડિસેમ્બર 2009માં કાબુલમાં એક હોટલ પાસે આત્મઘાતી હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. તાલિબાને આ સમયગાળા દરમિયાન આવા ઘણા વધુ હુમલા કર્યા.
એપ્રિલ 2010માં લશ્કરી પરિવહન વિમાન દ્વારા મઝાર-એ-શરીફ પહોંચતા પહેલા અમેરિકી સૈનિકોની મોટી ટુકડી. આ દરમિયાન, અમેરિકાએ સતત તેના સૈનિકોમાં વધારો કર્યો.
એપ્રિલ 2010માં લશ્કરી પરિવહન વિમાન દ્વારા મઝાર-એ-શરીફ પહોંચતા પહેલા અમેરિકી સૈનિકોની મોટી ટુકડી. આ દરમિયાન, અમેરિકાએ સતત તેના સૈનિકોમાં વધારો કર્યો.

ઓસામા બિન લાદેન 2011માં માર્યો ગયો, અમેરિકાએ સૈન્યમાં ઘટાડો કરવાનું શરૂ કર્યું
મે 2011 માં યુએસ નેવીના સીલ કમાન્ડોએ પાકિસ્તાનના એબોટાબાદમાં અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેનની મારવામાં આવ્યો હતો. તે જ વર્ષના જૂનમાં રાષ્ટ્રપતિ ઓબામાએ મે 2012 સુધી 33 હજાર સૈનિકોને પાછા બોલાવવાની જાહેરાત કરી. આ દરમિયાન, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇએ નાગરિકોના મૃત્યુ માટે વિદેશી સૈનિકોને જવાબદાર ઠેરવવાનું શરૂ કર્યું. અફઘાન સરકારના સંબંધો બગડવા લાગ્યાં ત્યારે અમેરિકાએ 2013માં અફઘાનોને આંતરિક સુરક્ષા સોંપી દીધી, પરંતુ તાલિબાનનો આતંક ચાલુ રહ્યો.

જાન્યુઆરી 2012માં વિમાનવાહક જહાજ જહોન સી સ્ટેનિસ પર હાજર લડાકુ વિમાનો. ઉત્તર અરબી સમુદ્રથી આ વિમાનો અફઘાનિસ્તાનમાં આતંકવાદી નિશાન પર બોમ્બમારો કરી રહ્યા હતા.
જાન્યુઆરી 2012માં વિમાનવાહક જહાજ જહોન સી સ્ટેનિસ પર હાજર લડાકુ વિમાનો. ઉત્તર અરબી સમુદ્રથી આ વિમાનો અફઘાનિસ્તાનમાં આતંકવાદી નિશાન પર બોમ્બમારો કરી રહ્યા હતા.
ફેબ્રુઆરી 2013માં અફઘાન (ડાબી બાજુએ) અને યુએસ સૈનિકોએ કંદહાર પ્રાંતના લાયદિરા ગામમાં ફાયરિંગ વચ્ચે તાલિબાનની એક પોસ્ટને ઉડાવી દીધી હતી.
ફેબ્રુઆરી 2013માં અફઘાન (ડાબી બાજુએ) અને યુએસ સૈનિકોએ કંદહાર પ્રાંતના લાયદિરા ગામમાં ફાયરિંગ વચ્ચે તાલિબાનની એક પોસ્ટને ઉડાવી દીધી હતી.
સઇદ વજીરે નવેમ્બર 2013માં વારદાક પ્રાંતમાં તાલિબાનની જગ્યાઓ પર રોકેટ ફાયર કર્યા હતા. ચાલીસ વર્ષના સઈદ એક સમયે રશિયા સામે મુજાહિદ્દીન રહ્યો હતો.
સઇદ વજીરે નવેમ્બર 2013માં વારદાક પ્રાંતમાં તાલિબાનની જગ્યાઓ પર રોકેટ ફાયર કર્યા હતા. ચાલીસ વર્ષના સઈદ એક સમયે રશિયા સામે મુજાહિદ્દીન રહ્યો હતો.

2014-2018 વચ્ચે તાલિબાન ફરી માથું ઉંચુ કરવા લાગ્યું
મે 2014માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2016 સુધીમાં મોટાભાગના અમેરિકી સૈનિકોને પાછા ખેંચવાનું સમયપત્રક બહાર પાડ્યું હતું. ઘણા સૈનિકો પણ પાછા ફર્યા અને તાલિબાન ફરી સક્રિય થવા લાગ્યું. 13 એપ્રિલ 2017 ના રોજ અમેરિકાએ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પર સૌથી ખતરનાક પરમાણુ બોમ્બ ફેંક્યો હતો. પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં વધુ સૈનિકો તૈનાત કરવાની વાત કરી હતી.

ઓક્ટોબર 2015માં અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતમાં એક હોસ્પિટલ પર અમેરિકાના હવાઈ હુમલામાં 42 લોકો માર્યા ગયા હતા. અમેરિકા તેને માનવીય ભૂલ કહે છે.
ઓક્ટોબર 2015માં અફઘાનિસ્તાનના કુન્દુઝ પ્રાંતમાં એક હોસ્પિટલ પર અમેરિકાના હવાઈ હુમલામાં 42 લોકો માર્યા ગયા હતા. અમેરિકા તેને માનવીય ભૂલ કહે છે.
અફઘાનિસ્તાન અને ઇરાક યુદ્ધમાં મૃત્યુ પામેલા ઘણા સૈનિકોને યુએસ રાજ્ય વર્જિનિયામાં આર્લિંગ્ટન નેશનલ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. ફોટો મે 2018નો છે.
અફઘાનિસ્તાન અને ઇરાક યુદ્ધમાં મૃત્યુ પામેલા ઘણા સૈનિકોને યુએસ રાજ્ય વર્જિનિયામાં આર્લિંગ્ટન નેશનલ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. ફોટો મે 2018નો છે.

2018 થી 2020 સુધી તાલિબાન સાથે અમેરિકાના શાંતિ મંત્રણા કરાર
2018માં અમેરિકા અને તાલિબાને શાંતિ મંત્રણા શરૂ કરી. ખાસ વાત એ છે કે અફઘાન સરકાર આમાં સામેલ નહોતી. તાલિબાને તેની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો. 29 ફેબ્રુઆરી 2020 ના રોજ કતારની રાજધાની દોહામાં અમેરિકાએ તાલિબાન સાથે સૈનિકોને પાછા બોલાવવા બાબતે કરાર કર્યા હતા. આ ડીલમાં અમેરિકાએ બે ખાસ શરતો પણ મૂકી હતી. પ્રથમ- તાલિબાન હિંસા ઘટાડશે અને બીજું- તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે વાતચીત શરૂ થશે. જ્યારે બાઈડેને અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણ રીતે અમેરિકાની વાપસીની જાહેરાત કરી ત્યારે તેણે આ શરતોનો ઉલ્લેખ કર્યો ન હતો. તેની અસર પણ સ્પષ્ટ દેખાતી હતી. આ જાહેરાતના થોડા દિવસો બાદ તાલિબાન સંપૂર્ણપણે મેદાનમાં આવી ગયું.

ઓગસ્ટ 2019માં કાબુલમાં એક લગ્નમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના આત્મઘાતી હુમલામાં 63 લોકો માર્યા ગયા હતા. તેમાંથી એકના અંતિમ સંસ્કાર કરતા પરિવારના સભ્યો.
ઓગસ્ટ 2019માં કાબુલમાં એક લગ્નમાં ઇસ્લામિક સ્ટેટ (ISIS) ના આત્મઘાતી હુમલામાં 63 લોકો માર્યા ગયા હતા. તેમાંથી એકના અંતિમ સંસ્કાર કરતા પરિવારના સભ્યો.
નવેમ્બર 2019માં કાબુલ નજીક સૌથી મોટું યુએસ મિલિટરી બેઝ બગરામ એરબેઝ પર પોતાના સૈનિકો વચ્ચે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.
નવેમ્બર 2019માં કાબુલ નજીક સૌથી મોટું યુએસ મિલિટરી બેઝ બગરામ એરબેઝ પર પોતાના સૈનિકો વચ્ચે તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ.
ફેબ્રુઆરી 2020: તાલિબાન સામે બેઝ ગુમાવ્યા બાદ અફઘાન પોલીસ અધિકારીઓ. અમેરિકાના ખસી જવાના સમાચારે તાલિબાનને વધુ આક્રમક બનાવ્યા.
ફેબ્રુઆરી 2020: તાલિબાન સામે બેઝ ગુમાવ્યા બાદ અફઘાન પોલીસ અધિકારીઓ. અમેરિકાના ખસી જવાના સમાચારે તાલિબાનને વધુ આક્રમક બનાવ્યા.
ડિસેમ્બર 2020 માં અફઘાનિસ્તાનના લગમેન વિસ્તારમાં તાલિબાનના લાલ યુનિટમાંથી પસાર થઇ રહેલા બાળકો. તાલિબાન મોટાભાગના ગ્રામીણ વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે.
ડિસેમ્બર 2020 માં અફઘાનિસ્તાનના લગમેન વિસ્તારમાં તાલિબાનના લાલ યુનિટમાંથી પસાર થઇ રહેલા બાળકો. તાલિબાન મોટાભાગના ગ્રામીણ વિસ્તારો પર નિયંત્રણ ધરાવે છે.

30 ઓગસ્ટ 2021 ના રોજ અમેરિકાએ અફઘાનિસ્તાન છોડી દીધું
આ વર્ષે અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન છોડવાનું શરૂ કર્યું. આ પછી તાલિબાનો વધુને વધુ સક્રિય થવા લાગ્યા. જ્યારે યુએસ આર્મી માત્ર કાબુલ એરપોર્ટ સુધી સીમિત રહી ગઈ હતી ત્યારે તાલિબાને બે મહિનાની અંદર દેશના લગભગ તમામ પ્રાંતો પર કબજો જમાવી લીધો. અફઘાન સેનાએ લડ્યા વિના તેની સામે હથિયારો મૂકી દીધા. 15 ઓગસ્ટે રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા.

તાલિબાને દેશ પર પોતાનું શાસન જાહેર કર્યું. આ પછી તાલિબાનથી ભાગવા માટે એરપોર્ટ પર લોકોની ભારે ભીડ જામી રહી હતી. મોટી સંખ્યામાં લોકોને બચાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ખુરાસાન ઈસ્લામિક સ્ટેટ ઓફ પ્રાંતે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી હુમલા કર્યા, જેનો અમેરિકાએ એર સ્ટ્રાઈક સાથે જવાબ આપ્યો. છેલ્લે દેશ છોડવાની સમયસીમાના એક દિવસ પહેલા 30 ઓગસ્ટના રોજ અમેરિકાની સેનાને અફઘાનિસ્તાનથી વિદાય લઈને રવાના થઈ ગઈ હતી.

30 ઓગસ્ટની રાત્રે યુએસ આર્મીની છેલ્લી ટુકડીએ કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આના થોડા સમય બાદ તાલિબાન લડવૈયાઓએ એરપોર્ટનો કબજો લઈ લીધો.
30 ઓગસ્ટની રાત્રે યુએસ આર્મીની છેલ્લી ટુકડીએ કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આના થોડા સમય બાદ તાલિબાન લડવૈયાઓએ એરપોર્ટનો કબજો લઈ લીધો.
તાલિબાને અમેરિકન સૈનિકોની વાપસીની ઉજવણી કરી. કાબુલ એરપોર્ટ પર આતશબાજી અને હવાઈ ફાયરિંગ કર્યું. તાલિબાને અફઘાનિસ્તાનને આઝાદ જાહેર કર્યું.
તાલિબાને અમેરિકન સૈનિકોની વાપસીની ઉજવણી કરી. કાબુલ એરપોર્ટ પર આતશબાજી અને હવાઈ ફાયરિંગ કર્યું. તાલિબાને અફઘાનિસ્તાનને આઝાદ જાહેર કર્યું.
અન્ય સમાચારો પણ છે...