તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈકોનોમિસ્ટમાંથી...:દસ વર્ષમાં ગેસોનું ઉત્સર્જન 16% વધ્યું, જેમાં કોલસા, પેટ્રોલ, ડીઝલ અને સિમેન્ટ ઉત્પાદનની મુખ્ય ભૂમિકા

ન્યુયોર્ક5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સાસમાં બરફના તોફાન અને બ્લેકઆઉટે અમેરિકાને જળવાયુ પરિવર્તન મુદ્દે નિર્ણાયક પહેલની તક આપી
  • દુનિયાએ કાર્બન પ્રદૂષણથી મુક્તિ માટે દર વર્ષે ગેસોના ઉત્સર્જનમાં 7.6%નો કાપ કરવાની જરૂર

દુનિયાએ કાર્બન પ્રદૂષણથી મુક્તિ માટે દર વર્ષે ગેસોના ઉત્સર્જનમાં 7.6%નો કાપ કરવાની જરૂર ટેક્સાસ રાજ્યમાં ભયાનક બરફના તોફાને અમેરિકાની વિરાટ ઊર્જા સમસ્યાઓ આગળ ધરી છે. અમેરિકામાં હવામાન આધારિત આફતોની સંખ્યા વધી છે. ટેક્સાસમાં ગેસથી ચાલતા વીજળીઘર, પરમાણુ રિએક્ટર અને હવાથી વીજળી બનાવતા ટર્બાઈન સુધ્ધાં ઠપ પડી ગયા હતા.

લાંબા બ્લેકઆઉટની સ્થિતિ બની હતી. આ ઘટનાએ અમેરિકામાં સ્વચ્છ અને વધુ ટકાઉ ગ્રિડની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. અમેરિકા દુનિયામાં ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં બીજા સ્થાને છે. બીજી તરફ જળવાયુ સંબંધિત નીતિઓ, ટેક્નોલોજી અને નેતૃત્વ બાબતે તે આગળ છે. ત્યાં આગામી દસ વર્ષમાં જે કંઈ થશે તેની અસર દુનિયા પર પડશે. તેણે ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં મોટી ભૂમિકા ધરાવતા કોલસા આધારિત વીજળીઘરને બંધ કરવા વૈશ્વિક પહેલ કરવી પડશે. ચીનની બેન્કોએ બીજા દેશોમાં આવા વીજળી ઘર માટે અબજો રૂપિયા આપ્યા છે.

અમેરિકા માટે સમય ઓછો છે. દુનિયામાં જીવાશ્મ ઈંધણ અને સિમેન્ટ ઉત્પાદનથી ગેસોનું ઉત્સર્જન 2019માં 2009ની સરખામણીએ 16% વધુ રહ્યું છે. તાપમાનમાં વધારાને 2 ડિગ્રી સેલ્સિયસથી ઓછો રાખવો મુશ્કેલ થઈ શકે છે. કાર્બનથી છૂટકારો મેળવવા માટે દુનિયાએ દસ વર્ષ સુધી દર વર્ષે 7.6% ઉત્સર્જનમાં કાપ મૂકવાની જરૂર છે. જે 2020થી ઘણું ઓછું છે, જ્યારે કોવિડ-19ના કારણે તેલ અને કોલસાની માગ ઓછી થઈ હતી. અમેરિકામાં ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઘટાડા પર અપેક્ષા યથાવત છે. રિપબ્લિકન પાર્ટી કોઈ પણ પ્રકારની પહેલની વિરુદ્ધ છે, પરંતુ લોકો જળવાયુ પરિવર્તનથી ચિંતિત છે.

એક સરવે અનુસાર 60%થી વધુ લોકો વિચારે છે કે, સરકાર આ દિશામાં ઘણા ઓછા ઉપાય કરી રહી છે.અમેરિકાએ જો કાર્બન ઉત્સર્જન ઘટાડવા નિર્ણાયક પગલાં ન લીધા તો તેનાથી મોટા જોખમ પેદા થશે. ક્લીન એનર્જીના નવા અર્થતંત્રમાં અમેરિકા પાછળ રહી જશે. સોલાર પેનલો અને બેટરીઓનાં ઉત્પાદનમાં ચીનનો દબદબો છે. તેણે તેમને બનાવવા માટે જરૂરી ખનિજોના સપ્લાય માટે બીજા દેશોમાં ખાણો ખરીદી છે. યુરોપે સ્વચ્છ ઊર્જા ઉદ્યોગો વધારવા સારું કામ કર્યું છે.

તેની યોજના એ દેશોની આયાત પર ટેક્સ લગાવવાની છે જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો નથી કરી રહ્યા. પહેલ ન કરવાને કારણે અમેરિકા જળવાયુ પરિવર્તનના સંબંધમાં વૈશ્વિક પ્રભાવ નાખવાથી ચૂકી જશે. સંસદે 2009 પછી કોઈ મહત્ત્વપૂર્ણ જળવાયુ કાયદા અને પ્રસ્તાવ પર વિચાર કર્યો નથી. આજે સ્થિતિ જુદી છે.

પવન અને સૂર્યથી વીજ ઉત્પાદનના ખર્ચમાં 90%નો ઘટાડો
કાર્બન શૂન્ય રણનીતિ અપનાવવા માટે સૌથી ઉત્સાહજનક વાત એ છે કે, છેલ્લા દસ વર્ષમાં પવન અને સૂર્યથી વીજળી ઉત્પાદનનો ખર્ચ 70% અને 90% ઘટ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અશ્મીભૂત ઈંધણ અપનાવવા છતાં અમેરિકામાં સારા દરે કાર્બન ઉત્સર્જન ઘટ્યું છે. અડધાથી વધુ રાજ્યો સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપી રહ્યા છે. બાઈડેને તેને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માગે છે. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના રિસર્ચર કહે છે, આમ કરવા માટે આગામી દાયકામાં લગભગ રૂ.18 લાખ કરોડથી વધુના વધારાના રોકાણની જરૂર પડશે. અબજપતિ બિલ ગેટ્સે એક નવા પુસ્તકમાં લખ્યું છે કે, ઊર્જા સંગ્રહ, આધુનિક પરમાણુ રિએક્ટરોથી માંડીને કોન્ક્રીટ બનાવવાની સ્વચ્છ ટેક્નોલોજી જેવા ક્ષેત્રમાં રિસર્ચ જરૂરી છે.

કોલસાથી વીજળી ઉત્પાદન માટે ચીનનું રૂ. 3.69 કરોડનું રોકાણ
અમેરિકા 19 ફેબ્રુઆરીના રોજ પેરિસ જળવાયુ કરારમાં ફરીથી સામેલ થઈ રહ્યું છે. તે નવેમ્બરમાં ગ્લાસગો, સ્કોટલેન્ડમાં યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં સંપૂર્ણ રીતે ભાગ લઈ શકશે. જો અમેરિકા ઘરેલુ સ્તરે ઉત્સર્જન ઘટાડવાની નીતિ સામે રાખશે તો દુનિયા પર તેની અસર થશે. હકીકતમાં, ચીનની બે મોટી બેન્કોએ 2008 પછી વિદેશોમાં કોલસા આધારિત વીજળીઘરો માટે રૂ.3.69 કરોડ આપ્યા છે. અમેરિકાએ આ પ્રકારના રોકાણનો વિરોધ કરવો જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો