આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકા પછી અંતે પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે પંજાબ પ્રાંતમાં ક્ષતિગ્રસ્ત થયેલા મંદિરની મરામત કરાવીને એને લઘુમતી હિન્દુ સમુદાયને સોંપ્યું છે. પાકિસ્તાન સરકારે સોમવારે જણાવ્યું હતું કે તેણે ગુસ્સે ભરાયેલા ટોળા દ્વારા ગત સપ્તાહમાં ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કરવામાં આવેલા એક મંદિરને મરામત કર્યા પછી હિન્દુ સમુદાયને સોંપી દીધું છે. આ હુમલામાં કુલ 90 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક સ્થાનિક મદરેસામાં કથિત રીતે પેશાબ કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા આઠ વર્ષીય હિન્દુ છોકરાને કોર્ટ દ્વારા છોડી મૂકવાના વિરોધમાં ટોળાએ મંદિરમાં હુમલો કર્યો હતો.
ગણપતિ મંદિર પર ટોળાએ કર્યો હતો હુમલો
લાહોરથી લગભગ 590 કિલોમીટર દૂર આવેલા રહીમ ખાન જિલ્લાના ભોંગમાં આવેલા એક ગણપતિના મંદિર પર ટોળાએ બુધવારે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે એક સ્થાનિક મદરેસામાં કથિત રીતે પેશાબ કરવા બદલ ધરપકડ કરવામાં આવેલા આઠ વર્ષીય હિન્દુ છોકરાને કોર્ટ દ્વારા છોડી મૂકવાના વિરોધમાં ટોળાએ મંદિરમાં હુમલો કર્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ હથિયારો, લાકડીઓ અને ડંડા વડે મંદિરની બહાર ઊભેલા પોલીસકર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને એના એક ભાગને સળગાવી દેવામાં આવ્યો હતો.
પૂજા માટે તૈયાર છે મંદિર
હુમલાખોરોએ મંદિરને અપવિત્ર કરીને મૂર્તિઓ, દીવાલો, દરવાજાઓ અને વીજળીના ફિટિંગને નુકસાન પહોંચાડ્યું હતું. રહીમ ખાનના જિલ્લા પોલીસ અધિકારી અસદ સરફરાઝે સોમવારે જણાવ્યું હતું કે સરકારે મંદિરની મરામતનું કામ પૂરું કરી લીધું છે અને સ્થાનિક સમુદાયને સોંપી દીધું છે. તેમણે કહ્યું હતું કે આ મંદિરમાં હવે પૂજા કરી શકાશે. મંદિર પર હુમલો કરવાની ઘટનામાં અત્યારસુધીમાં કેટલા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે એ અંગેના સવાલ પર સરફરાજે કહ્યું હતું કે વીડિયો ફૂટેજની મદદથી અત્યારસુધીમાં કુલ 90 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
150થી વધુ લોકોની વિરુદ્ધ આતંકવાદ અંતર્ગત કેસ નોંધાયો
અધિકારીઓએ કહ્યું હતું કે મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરી લેવામાં આવી છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. એક અન્ય અધિકારીએ કહ્યું હતું કે સરકારે મંદિરની મૂર્તિઓ બનાવવા માટે હૈદરાબાદના મજૂરોને કામે લગાડ્યા છે. આ પહેલાં પોલીસે 50 શંકાસ્પદની ધરપકડ કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુજદરે મંદિર પર કરાયેલા હુમલાને શરમજનક ગણાવ્યો હતો. મંદિર પર હુમલો કરવામાં સંકળાયેલા 150થી વધુ લોકોની વિરુદ્ધ આતંકવાદ અને પાકિસ્તાન દંડ સહિતાની અન્ય ધારાઓ અંતર્ગત FIR કરવામાં આવી છે.
વીડિયો વાઈરલ થતા પાકિસ્તાન સરકારનું દબાણ વધ્યું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.