તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:એપ સ્ટૉર મામલે એપલ, ગૂગલની ઈજારાશાહી અને 30% કમિશનને ગેમિંગ કંપની એપિકે કોર્ટમાં પડકાર્યુ

ન્યુયોર્ક14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એપિકે તેના સબસ્ક્રાઈબરને ડિસ્કાઉન્ટ આપ્યું તો એપલે સ્ટોરથી બહાર કરી દીધી

એપલ અને ગૂગલ દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓ તેમના એપ સ્ટોર પર ચાલતી એપ્લિકેશન પાસેથી 30 ટકા સુધી કમિશન વસૂલે છે. આ કમિશન રેટને લઈને દુનિયાની મોટા ભાગની કંપનીઓ પરેશાન છે પણ આ કંપનીઓની ઈજારાશાહીને લીધે કોઈ અવાજ ઉઠાવી શકતી નથી. એપલ અને ગૂગલની આ ઈજારાશાહીને ગેમિંગ કંપની એપિકે કોર્ટમાં પડકારી છે. એપિક ગેમ્સ દુનિયાભરમાં લોકપ્રિય ગેમ ફોર્ટનાઈટની નિર્માતા છે. એપિક કંપનીના સીઈઓ ટિમ સ્વીનીને એપલને તેમની ગેમ અને એપ પર થતી ખરીદી માટે 30 ટકા કમિશન આપવાનું માફક આવી રહ્યું નહોતું.

ઓકલેન્ડ કેલિફની ફેડરલ કોર્ટમાં આ મામલે સુનાવણી થશે. જાણકારો કહે છે કે આ સુનાવણી ત્રણ સપ્તાહ સુધી ચાલી શકે છે. જો એપિકનો વિજય થશે તો તે 100 અબજ ડૉલરના એપ માર્કેટના અર્થતંત્ર પર ઘેરી અસર કરશે. તેના પછી લાખો કંપનીઓ અને ડેવલોપર માટે એપલને એપથી થતા વેચાણ પર 30 ટકા કમિશન નહીં ચૂકવવાનો માર્ગ મોકળો થશે. જોકે લોકો કહે છે કે આ મામલે એપલની સ્થિતિ મજબૂત છે.

એપલની તુલનાએ એપિક નાની કંપની તો છે જ પણ કોર્ટ સામાન્ય રીતે એન્ટી ટ્રસ્ટના કેસમાં બચાવ પક્ષ સાથે સહાનુભૂતિ ધરાવે છે કેમ કે કંપની પાસે અધિકાર હોય છે કે તે કોઈ સાથે વેપાર કરવા ઈચ્છે છે કે નહીં? એપલના વકીલો કહે છે કે આઈફોન પાસે ગ્રાહકો સુધી પહોંચવાનો એક જ માર્ગ છે અને એપલની ફી ઈન્ડસ્ટ્રીના માપદંડોને અનુરૂપ જ છે પણ એપિકના વકીલોનો તર્ક છે કે એપલ તેની ઈજારાશાહીનો દુરુપયોગ કરી રહી છે.

આ રીતે વિવાદ શરૂ થયો
ગત વર્ષે તેમણે આઈફોન પર પોતાની એપના સબસ્ક્રાઈબરને ઓફર કરી કે જો તે એપલની પેમેન્ટ સિસ્ટમની બહારથી ખરીદી કરશે તો તેમને સારું ડિસ્કાઉન્ટ ચૂકવાશે. આ પરિવર્તનને લીધે એપલની દુનિયાની સૌથી લોકપ્રિય ગેમ ફોર્ટનાઈટની આવક ઘટી ગઇ અને અમુક જ કલાકોમાં એપલે આઈફોનના એપ સ્ટોર પરથી આ ગેમને બહારનો રસ્તો બતાવી દીધો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો