• Gujarati News
  • International
  • G7 UPDATE| The PM Will Address World’s 7 Largest Economies; US Brought B3W Project Against China's OBOR

G 7 સમિટમાં PM મોદી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન અર્થ-વન હેલ્થનો મંત્ર આપ્યો, ઓસ્ટ્રેલિયા અને જર્મનીએ પણ સમર્થન કર્યું

લંડન5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર). - Divya Bhaskar
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઈલ તસવીર).
  • આ મીટિંગની થીમ- BUILD BACK BETTER રાખવામાં આવી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં ચાલી રહેલા G-7 સમિટના આઉટરીચ સેશનને શનિવારે રાત્રે સંબોધિત કર્યું. PMએ G-7 દેશોને વન અર્થ-વન હેલ્થનો મંત્ર આપ્યો, જેને જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કેલે પણ સમર્થન કર્યું હતું. આ અગાઉ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને મોદી સાથે ચર્ચા કરી હતી.

તેમણે ટ્રેડ-રિલેટેડ આસ્પેક્ટ ઓફ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ (TRIPS) એગ્રીમેન્ટ અંગે વાતચીત કરી ભારત પ્રત્યે પોતાનું સમર્થન દર્શાવ્યું હતું. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને જણાવ્યું હતું કે વેક્સિન માટે આવશ્યક કાચા માલસામાનનો સપ્લાઈ કોઈ જ અવરોધ વગર મળવો જોઈએ, જેથી ભારત જેવા દેશ કોઈપણ અવરોધ વગર વેક્સિનનું ઉત્પાદન કરી શકે.

G7 દેશના નોતાઓએ શનિવારે ગરીબ દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે એક પ્લાન રજૂ કરી રાખ્યો છે. આ પ્લાન ચીનના વન બેલ્ટ વન રોડ (OBOR) પ્રોજેક્ટ વિરુદ્ધ લાદવામાં આવ્યો છે. આનું નેતૃત્વ અમેરિકા કરશે. G7 નેતાઓની મુલાકાતમાં USના રાષ્ટ્રપતિ જો બાઇડને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

આ પ્રસ્તાવને બિલ્ડ બેક બેટર વર્લ્ડ B3W નામ આપ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે 2013માં OBOR પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. આ પ્રોજેક્ટ દ્વારા ચીન પોતાની કનેક્ટિવિટી યુરોપ સુધી વધારવા ઇચ્છે છે. ઘણા દેશને લોન આપીને ચીને તેમને પોતાના પ્રોજેક્ટમાં સામેલ કરી લીધા છે. દક્ષિણ એશિયામાં ભુતાન અને ભારત સિવાય તમામ દેશોએ આમાં ભાગ લીધો હતો.

મહામારીને 100 દિવસમાં રોકવાની યોજના
G7 દેશોએ આવનારી મહામારીને 100 દિવસની અંદર નાથવા માટેની યોજના બનાવી હતી. આ પ્રસ્તાવ અંગે જલદી મંજૂરી મળી શકે છે. આને કાર્બિસ બે ડિક્લેરેશન નામ અપાયું છે. બ્રિટને નિવેદન જાહેર કર્યું હતું કે G7 દેશના નેતાઓને આ ડિક્લેરેશનમાં સહી કરવાની મંજૂરી આપી દીધી છે.

વર્ચ્યુઅલ મોડમાં મોદી જોડાયા
બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોહન્સને મોદીને એમાં સામેલ કરવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ દેશમાં કોરોનાના વધતા જતા કેસને પરિણામે મોદીએ બ્રિટન પ્રવાસ રદ કર્યો હતો. તેઓ શનિવારે અને 13 જૂનના રોજ વર્ચ્યુઅલ મોડમાં આમાં ભાગ લીધો.

2 વર્ષમાં આ પ્રથમ તક છે, જ્યારે દુનિયાની સાત સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓ એકસાથે એક પ્લેટફોર્મ પર જોવા મળ્યા છે. ચીન અને રશિયા અલગ-અલગ કારણોસર આનો ભાગ નથી. આ વખતે મીટિંગની થીમ- BUILD BACK BETTER રાખવામાં આવી છે.