વૈશ્વિક સ્તરે કરાર:કોર્પોરેટ ટેક્સને જી-20ની મંજૂરી

રોમ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 136 દેશ પહેલાં જ આ પ્રસ્તાવને મંજૂરી આપી ચૂક્યા છે, મોટી કંપનીઓની નફાખોરી પર અંકુશ આવશે
  • વડાપ્રધાન મોદી બેઠકમાં સામેલ, ઈટાલીના વડાપ્રધાન દ્રાધી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી

જી-20 સંમેલનમાં મોટી કંપનીઓને ટેક્સ અને નોકરીઓ શિફ્ટ કરતી રોકવા માટે વૈશ્વિક સ્તરે કરાર થયો છે. દુનિયાના 19 દેશો અને યુરોપિયન યુનિયનનું સભ્યપદ ધરાવતા જી-20 જૂથના નેતાઓએ તેને મંજૂરી આપી દીધી છે. આ કરારમાં લઘુતમ કોર્પોરેટ ટેક્સ 15% કરવાનું નક્કી થયું હતું.

ઈટાલીની રાજધાની રોમમાં શનિવારે ઉદઘાટન સત્રમાં વૈશ્વિક કરારને સ્વીકૃતિ આપવાની જાહેરાત થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં સામેલ હતા. ક્લાઈમેટ ચેન્જ સાથે જ બે દિવસીય બેઠકમાં કોરોના સહિત આરોગ્ય અને અર્થતંત્રને લગતા મુદ્દાની ચર્ચા થશે.

જી-20ની સંમતિ લઘુમત 15% કોર્પોરેટ ટેક્સની જોગવાઈવાળા કરારને લાગુ કરવાની દિશામાં એક મહત્ત્વનો પડાવ મનાય છે. મોટી કંપનીઓની નફોખોરી રોકવા આ મહિનાની શરૂઆતમાં જ 130 દેશ સંમત થયા હતા.

આ કરાર પછી એપલ અને ફેસબુક જેવી મોટી તકવાદી કંપનીઓ દ્વારા ઓછો ટેક્સ ધરાવતા ટેક્સ હેવન દેશોમાં નફો શિફ્ટ કરવા પર પણ લગામ લાગશે. આ સિસ્ટમ આગામી વર્ષે લાગુ થવાની શક્યતા છે. જોકે, અમેરિકાને જ આ કાયદો લાગુ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ માટે બાઈડેન એડમિનિસ્ટ્રેશને સંસદમાં પોતાની પાર્ટીના સાંસદોનો જ વિરોધ સહન કરવો પડી શકે છે.

ક્લાઈમેટ ચેન્જ મુદ્દે તાત્કાલિક પગલાંની માગ
ક્લાઈમેટ ચેન્જ મુદ્દે જી-20 દેશોમાંથી તાત્કાલિક કાર્યવાહી કરવાની માગને લઈને ક્લાઈમેટ ચેન્જ કેમ્પમાં દેખાવકારોએ રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો. જોકે, પોલીસે તેમને હળવા બળપ્રયોગ પછી હટાવી દીધા.

આફ્રિકન દેશોને 100 અબજ ડૉલર
મેક્રોને આશા વ્યક્ત કરી કે હૈજી-20 આફ્રિકન દેશોના અર્થતંત્રને વધારાના 100 અબજ ડૉલરની મદદ કરવાની મંજૂરી અપાશે. આ યોજના સિવાય આફ્રિકન દેશોની પણ યુરોપિયન યુનિયન સાથે બેઠક યોજાશે.

રશિયન પ્રમુખ પુટિન, ચીનના પ્રમુખ જિનપિંગ ગેરહાજર
જી-20 બેઠકમાં રશિયન પ્રમુખ વ્લાદિમિર પુટિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ ગેરહાજર છે. જી-20 સંમેલનમાં કોઈ પણ અપ્રિય ઘટનાને રોકવા માટે રોમમાં 5500 વધારાના જવાન તહેનાત કરાયા છે. આમ છતાં, ક્લાઈમેટ એક્ટિવિસ્ટોએ સંમેલન સ્થળ બહાર દેખાવો કર્યા.

જી-20 પછી ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જ સામે લડવાના ઉપાયોની ચર્ચા કરવા ગ્લાસગોમાં ક્લાઈમેટ ચેન્જ કોપ26 સંમેલન પણ શરૂ થશે. તે ખૂબ મહત્ત્વનું છે કારણ કે, અમેરિકન પ્રમુખ બાઈડેન તેમાં સામેલ થશે. આ પહેલાં ટ્રમ્પે ક્લાઈમેટ ચેન્જને લગતા પેરિસ કરારમાંથી અલગ થવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...