તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Funds To Save Britain's Hotel restaurant Industry From Corona In Restaurants: Give Half Bill, Half Bill Will Be Paid By Government

નવતર પ્રયોગ:બ્રિટનની હોટલ-રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીને કોરોનાથી ઉગારવાનો ફંડા રેસ્ટોરન્ટમાં જમોઃ અડધું બિલ આપો, અડધું બિલ સરકાર ભરશે

લંડન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

બ્રિટનમાં સોમવારે સવારે ઘણા પરિવાર યોજના બનાવવામાં વ્યસ્ત થઈ ગયા કે તેઓ મેકડોનાલ્ડમાં નાસ્તો કરશે, પિઝા એક્સપ્રેસમાં બપોરનું ભોજન કરશે અને નાંદોમાં રાત્રિનું ભોજન કરશે. કારણ એ હતું કે સમગ્ર બ્રિટનમાં ભારતવંશી નાણાંમંત્રી ઋષિ સુનકની પહેલના આધારે ઈટ આઉટ ટુ હેલ્પ આઉટ ઓફર શરૂ થઈ ગઈ છે. એટલે કે રેસ્ટોરન્ટમાં નાસ્તો, ભોજન કરો તો અડધું બિલ જ ભરવું પડશે. બાકીનું અડધું બિલ સરકાર ભરશે. આ ઓફર 3થી 31 ઓગસ્ટ સુધી સોમવારથી બુધવાર સુધી લાગુ રહેશે. દરેક વ્યક્તિને મહત્તમ 10 પાઉન્ડ (980 રૂપિયા)ની છૂટ મળશે.

રેસ્ટોરન્ટ્સ અડધી કિંમતે પણ ભોજન આપે છે
સામાન્ય રીતે 4 લોકોના સામાન્ય ભોજનનું બિલ 30થી 40 પાઉન્ડ થતું હોય છે. હકીકતમાં કોરોનાકાળમાં લૉકડાઉનને કારણે લોકો બહાર ખાવાનું પસંદ કરતા નથી. એવામાં હોટલ-રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીનો વેપાર ઠપ થઈ ગયો છે. આ ઇન્ડસ્ટ્રીને ઉગારવા માટે આ પહેલ કરાઈ છે. જેથી લોકો બહાર જમે અને અર્થતંત્ર વધુ ગતિશીલ બની શકે. સરકારે આ માટે 50 કરોડ પાઉન્ડ (4900 કરોડ રૂપિયા)નું પેકેજ જાહેર કર્યું છે. આ યોજનાથી દેશના અડધા એટલે કે 72 હજાર રેસ્ટોરન્ટ, પબ અને કાફે જોડાઈ ચૂક્યા છે અને અડધી કિંમતે ભોજન આપી રહ્યા છે. તેમાં 90 બ્રાન્ડ જેવી કે મેકડોનાલ્ડ, નાંદો, બર્ગરકિંગ, પિઝાહટ, સ્ટારબક્સ, પિઝા એક્સપ્રેસ વગેરે સામેલ છે.

છેલ્લા વર્ષની સરખામણીમાં 70 ટકા વેપાર ઓછો
ઓફરની શરત એ છે કે ગ્રાહકે રેસ્ટોરન્ટમાં બેસીને જ જમવું પડશે. ટેક અવે પર છૂટ મળશે નહીં. આલ્કોહોલ પર પણ છૂટ મળશે નહીં. બેગલબાઈટ રેસ્ટોરન્ટના માલિક કહે છે કે છેલ્લા વર્ષની સરખામણીએ વેપારમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ યોજનાથી વેપાર વધશે. લોકો કહે છે કે એકતરફ સરકાર લોકોને વજન ઓછું કરવાનું કહી રહી છે અને બીજીબાજુ આવી યોજના લાગુ કરીને જંકફૂડ ખાવા પ્રોત્સાહિત કરી રહી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો