તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Fugitive Diamond Trader Tells London Court: Indian Jail Conditions Are Bad, I Can Commit Suicide Due To Depression

નીરવ મોદીની નવી યુક્તિ:ભાગેડુ હીરા કારોબારીએ લંડનની કોર્ટમાં કહ્યું- ભારતની જેલની સ્થિતિ ખરાબ, ડિપ્રેશનમાં આવીને સુસાઇડ કરી શકું છું

લંડન2 દિવસ પહેલા
  • દક્ષિણ-પશ્ચિમ લંડનની નેટવર્થ જેલમાં બંધ નીરવ વર્ચ્યુઅલી સુનાવણીમાં સામેલ થયો હતો
  • મહારાષ્ટ્રે લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટને બેરક નંબર- 12 વિશે માહિતી આપી હતી

PNB કૌભાંડમાં વોન્ટેડ હીરા કારોબારી નીરવ મોદી ભારત આવવાથી બચવા માટે રોજ નવી યુક્તિઓ અપનાવી રહ્યો છે. બ્રિટનની એક કોર્ટમાં બુધવારે થયેલી સુનાવણી દરમિયાન નીરવના વકીલોએ ભારતની જેલની સ્થિતિ ખરાબ હોવાની વાત કહી છે. વકીલોએ આ અંગે રજૂઆત કરતાં કહ્યું હતું કે આવી સ્થિતિમાં નીરવ ડિપ્રેશનમાં આવીને સુસાઈડ કરી શકે છે. એને પગલે પ્રત્યાર્પણ ન થવું જોઈએ.

દક્ષિણ-પશ્ચિમ લંડનની નેટવર્થ જેલમાં બંધ નીરવ વર્ચ્યુઅલી સુનાવણીમાં સામેલ થયો હતો. નીરવના વકીલોએ ફેબ્રુઆરીમાં મેજિસ્ટ્રેટ કોર્ટને પ્રત્યાર્પણના આદેશ આપવા અને એપ્રિલમાં બ્રિટનના ગૃહમંત્રી પ્રીતિ પટેલ દ્વારા તેને મંજૂરી આપવાની સામે અરજી કરી છે.

મુંબઈમાં હોસ્પિટલ જવું પણ મુશ્કેલ
જસ્ટિસ માર્ટિન ચેમ્બરલેનની સામે દાખલ કરવામાં આવેલી નવી અરજીમાં સુનાવણી દરમિયાન નીરવના વકીલોએ જણાવ્યું હતું કે ડોક્ટરની અછત અને ભીડ વધુ હોવાને કારણે કેદીઓને જરૂર પડે ત્યારે હોસ્પિટલમાં લઈ જવામાં મોડું થાય છે. મોદીએ મુંબઈની આર્થર રોડ જેલમાં સ્થિતિ હોવાની માહિતી આપી છે. તેના વકીલ જણાવ્યું હતું કે આર્થર રોડ જેલમાં ડોક્ટરની સાથે પ્રાઈવેટ કન્સલ્ટેશનની ક્યારે પણ પરવાનગી આપવામાં આવી નથી. વધુમાં રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું હતું કે મોદીની માનસિક સ્થિતિ સારી નથી અને દબાણ વધવાથી તે માનસિક રીતે બીમાર થાય તેવી શક્યતા છે.

ડોક્ટરનો રિપોર્ટનો આપ્યો હવાલો
નીરવના વકીલોએ મનોચિકિત્સક ડો.એન્ડ્રયુ ફોરેસ્ટરના રિપોર્ટનો ઉલ્લેખ કર્યો, જેને વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફોરેસ્ટરે 27 ઓગસ્ટ 2020ના રિપોર્ટમાં કહ્યું હતું કે હાલ નહિ પરંતુ નીરવ આગળ જતાં આત્મહત્યા કરવા પ્રેરાય તેવો ખતરો છે. વકીલોએ ભારતમાં કોરોનાની સ્થિતિનો ઉલ્લેખ કરતાં ત્યાંની ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાની પણ દલીલ કરી. કોર્ટમાં હજુ સુનાવણી ચાલુ છે.

નીરવ મોદી જે જેલમાં રહેશે ત્યાં શું-શું હશે?
મહારાષ્ટ્રના પ્રિઝન ડિપાર્ટમેન્ટે 2019માં જ લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં બેરક નંબર- 12 વિશે માહિતી આપી હતી. ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યું હતું કે જે જગ્યાએ નીરવ મોદીને રાખવામાં આવશે, તે જગ્યા હાઈ સિક્યોરિટીવાળી હશે અને ત્યાં મેડિકલ ફેસિલિટી પણ હશે. ઓગસ્ટ 2020માં વેસ્ટમિંસ્ટર કોર્ટે બેરક નંબર-12નો વીડિયો પણ બતાવ્યો હતો. એ પછી જ કોર્ટે નીરવ મોદીને ભારત લાવવાની મંજૂરી આપી.

કોર્ટે કહ્યું હતું કે નીરવ મોદી બેરક નંબર-12માં સંપૂર્ણ સેફ રહેશે. નીરવે દલીલ કરી હતી કે તેમની માનસિક સ્થિતિ સારી નથી અને જો તેને ભારત મોકલવામાં આવે છે, તો તે સુસાઈડ કરી લેશે. આ અંગે કોર્ટે કહ્યું હતું કે બેરક નંબર-12માં નીરવ સુસાઈડ કરે એવા ચાન્સ નથી, કારણ કે ત્યાં તેમના આરોગ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.