તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેહુલ ચોકસીને ડોમિનિકા કોર્ટમાંથી રાહત:ભાગેડુ હીરા વેપારીને સારવાર માટે એન્ટીગુઆ જવા માટે મળ્યાં વચગાળાના જામીન, સ્વસ્થ થઈ પરત ફરવું પડશે

સોન્તો દોમિન્ગો22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોકસીને ગેરકાયદે રીતે ડોમિનિકામાં એન્ટ્રીના આરોપમાં 25 મેનાં રોજ પકડવામાં આવ્યો હતો - Divya Bhaskar
ચોકસીને ગેરકાયદે રીતે ડોમિનિકામાં એન્ટ્રીના આરોપમાં 25 મેનાં રોજ પકડવામાં આવ્યો હતો

કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીને ડોમિનિકા કોર્ટે વચગાળા જામીન આપી દીધા છે. કોર્ટે ચોકસીના ખરાબ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને એન્ટીગુઆ-બારબુડા જવાની મંજૂરી આપી છે. જો કે સ્વસ્થ થયા બાદ ચોકસીને ડોમિનિકા આવીને કોર્ટની સુનાવણીમાં સામેલ થવું પડશે.

આ પહેલાં ચોકસીને ગેરકાયદે રીતે ડોમિનિકામાં એન્ટ્રીના આરોપમાં 25 મેનાં રોજ પકડવામાં આવ્યો હતો. તેને પોતાની ધરપકડને હાઈકોર્ટમાં ચેલેન્જ કરી હતી. ચોકસીનો દાવો છે કે તેને એન્ટીગુઆ-બારબુડાથી અપહરણ કરીને ડોમિનિકા લવાયો હતો. જો કે સરકારી વકીલે ચોકસીના દાવાનો વિરોધ કરતા કહ્યું હતું કે ગેરકાયેદ રીતે તે ડોમિનિકામાં એન્ટર થયો છે અને તેને કારણે તેની ધરપકડ કરાઈ છે.

ચોકસીને ગેરકાયદે રીતે ડોમિનિકામાં એન્ટર કરવાને લઈને 25 મેનાં રોજ પકડવામાં આવ્યો હતો
ચોકસીને ગેરકાયદે રીતે ડોમિનિકામાં એન્ટર કરવાને લઈને 25 મેનાં રોજ પકડવામાં આવ્યો હતો

ડોમિનિકા પહોંચ્યા તે પહેલાં એન્ટીગુઆમાં રહેતો હતો ચોકસી
મેહુલ ચોકસી એન્ટીગુઆની નાગરિકતાને લઈને 2018થી જ તે રહેતો હતો, પરંતુ 23 મેનાં રોજ અચાનક તે ત્યાંથી લાપતા થઈ ગયો. જેના 2 દિવસ પછી તે ડોમિનિકામાં પકડાયો હતો. આ સમગ્ર મામલે એન્ટીગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉનને એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં કહેવાયું હતું કે મેહુલે નાગરિકતા સંબંધિત જાણકારી છુપાવી હતી.

14 ઓક્ટોબર 2019નાં રોજ લખેલા પત્રમાં બ્રાઉને કહ્યું હતું, 'હું એન્ટીગુઆ અને બારબૂડા નાગરિકતા અધિનિયમ કેપ 22ની ધારા 8 મુજબ એક આદેશ આપવાનો પ્રસ્તાવ કરું છું કે જેથી તમને તથ્યોને જાણીજોઈને છુપાવવાના આધાર પર એન્ટીગુઆ અને બારબૂડાની નાગરિકતાથી વંચિત કરવામાં આવી શકે.'

મેહુલ પર આરોપ છે કે તેની ગર્લફ્રેન્ડને મળવા ડોમિનિકા આવ્યો હતો
મેહુલ પર આરોપ છે કે તેની ગર્લફ્રેન્ડને મળવા ડોમિનિકા આવ્યો હતો

2017માં એન્ટીગુઆ-બારબુડાની નાગરિકતા લીધી હતી
14,500 કરોડ રૂપિયાનો PNB કૌભાંડનો આરોપી ચોકસી જાન્યુઆરી 2018માં વિદેશ ભાગી ગયો હતો. જે બાદ ખ્યાલ આવ્યો કે તે 2017માં જ એન્ટીગુઆ-બારબુડાની નાગરિકતા લઈ ચુક્યો હતો. PNB કૌભાંડની તપાસ કરી રહેલી CBI અને ED જેવી એજન્સીઓ ચોકસીના પ્રત્યાર્પણ પ્રયાસ કરી રહી છે.

મેહુલ ચોકસી ખરાબ સ્વાસ્થ્યનું બહાનું આગળ ધરીને ભારતમાં હાજર થવાનો ઈનકાર કરી ચુક્યો છે. ક્યારેક ક્યારેક તે વીડિયો કોન્ફરન્સિંગથી હાજર થાય છે. ભારતમાં તેની અનેક સંપત્તિઓને પણ જપ્ત કરવામાં આવી છે.

ભાણેજ નીરવને ભારત પાછો લાવવાની મંજૂરી મળી ગઈ છે
આ કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીનો ભાણેજ નીરવ મોદી લંડનની જેલમાં છે. જ્યાંની કોર્ટ અને સરકારે તેને પ્રત્યાર્પણની મંજૂરી પણ આપી છે, પરંતુ નીરવે પ્રત્યાર્પણના નિર્ણયને લંડનની હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલે હાઈકોર્ટનો નિર્ણય આવવામાં 10થી 12 મહિનાનો સમય લાગી શકે છે.

આ કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીનો ભાણેજ નીરવ મોદી લંડનની જેલમાં છે (ફાઈલ)
આ કૌભાંડના મુખ્ય આરોપી ચોકસીનો ભાણેજ નીરવ મોદી લંડનની જેલમાં છે (ફાઈલ)