તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Frustrated By The Epidemic And Its Aftermath, The Mayors Of 13 U.S. Cities Are Stepping Down; Said Tired Of Struggle, Now We Will Do Something Else

કોરોના સામે નેતાઓ હાંફ્યાં!:રોગચાળા અને ત્યાર પછીની હાલતથી હતાશ અમેરિકાનાં 13 શહેરોનાં મેયર હોદ્દો છોડી રહ્યાં છે; કહ્યું- સંઘર્ષથી થાકી ગયા, હવે બીજું કંઈ કરીશું

ન્યૂયોર્ક16 દિવસ પહેલાલેખક: મોહમ્મદ અલી
  • કૉપી લિંક
જેની  ડરકન, મેયર, સીએટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
જેની ડરકન, મેયર, સીએટલ - ફાઇલ તસવીર

કોરોનાનું સંચાલન પડકારજનક હતું. કોઈ નહોતું જાણતું કે ઇતિહાસના સૌથી મોટા જાહેર આરોગ્ય સંકટ સામે કેમ કામ પાર પાડવું. આનાથી ખ્યાલ આવ્યો કે આ કામ હું કરી શકું છું અથવા જેને માટે મને ચૂંટી અથવા નોકરી ટકાવી રાખવા માટે કામ કરી રહી છું પરંતુ હું બંને મોરચે નિષ્ફળ રહી. સિયટલ મેયર જેની ડરકન પસ્તાવો કરતા કહે છે કે તે હવે બીજીવાર મેયર બનશે નહીં. ડરકન એકલી નથી, બે વર્ષથી કોરોના સામે સંઘર્ષ કરી ભયાનક રીતે થાકી ચૂકેલા અને હતાશ થયેલા લગભગ 13 જેટલા અમેરિકાના મોટા શહેરના મેયર રાજીનામું આપી રહ્યાં છે અથવા તેમનો હોદ્દો છોડવાની જાહેરાત કરી ચૂક્યા છે.

કોરોનાને કારણે આમ થવા પામ્યું છે. તેઓ રાજકીય કેરિયર છોડીને બીજો વિકલ્પ શોધી રહ્યાં છે. અમેરિકા પહેલીવાર આવા સંકટનો સામનો કરી રહ્યું છે. પહેલા કોરોના અને ત્યારપછી મંદી, બજેટમાં ઘટાડો અને નાણાંકીય તકલીફથી તેઓ ઘણા થાકી ગયા છે. દેશના સૌથી ચર્ચિત મેટ્રો શહેર એટલાન્ટાની મેયર કિશા લાન્સ ડેમોક્રેટિક પાર્ટીની સૌથી હોનહાર નેતા મનાય છે. તેને પણ હાલમાં કહ્યું કે તે બીજું કંઈ કામ શોધી રહી છે. કિશા કહે છે કોવિડમાં મુશ્કેતો હતી પરંતુ સૌથી વધુ દુઃખ લોકોને મરતા જોવાનું હતું. હું કોઈપણ શબ્દ વાપરું પરંતુ તે છેલ્લા 18 મહિનાના દર્દને જણાવી શકશે નહીં. સૌથી મુશ્કેલીભર્યો દોર માસાચ્યુસેટ્સ રાજ્યનો છે. અહીં 8 મેયર ચાલુ વર્ષે તેમનો હોદ્દો છોડી ચૂક્યા છે. 5 જણાએ કહ્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે. બાકીના ત્રણ નવી નોકરી શોધી રહ્યાં છે. તેમાં બોસ્ટનના મેયર માર્ટી વૉલ્શ પણ છે.

માસાચ્યુસેટ્સના ન્યૂબરપોર્ટની મેયર ડોના હોલાડે કહે છે કે, 12 વર્ષ પછી રાજકીય કેરિયર છોડી રહી છું. કોવિડને કારણે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. સોમરવિલેના મેયર જો કર્ટાટોન કહે છે કે કામથી નથી થાક્યા પરંતુ કોરોનાએ થકવી દીધા છે. લોકોની સેવા કરવાનું ઝનૂન છે. એવા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ તો બારી બહાર જોઈએ તો પક્ષી પણ જોવા મળતું નથી. પણ તમે જોઈ શકો છો કે અમારા સાથી અમારી સાથે ઊભા છે.

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પછી સૌથી મુશ્કેલ કામ મેયરનું છેઃ કોલમેન
રાજકીય વિશ્લેષક તેને કોવિડ બર્નઆઉટ માને છે. અમેરિકી કોન્ફરન્સ ઓફ મેયર્સના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ એન્ટોનિયો વિલારાઇગોસા કહે છે કે થાક અને હતાશાને સીધો સંબંધ છે. સૌથી હાઈપ્રોફાઈળ અને તણાવપૂર્ણ નોકરી હોવાથી તમે સંકટનું સ્તર વિચારી શકો છો અને હજુ આ ખતમ થયું નથી. કોલંબસના ભૂતપૂર્વ મેયર માઈકલ કોલમેન કહે છે કે 9/11 અને 2008ની મંદી કરતા આ બે વર્ષ ભારે છે. અમેરિકી રાષ્ટ્રપતિ પછી સૌથી મુશ્કેલ કામ મેયરનું જ હોય છે. લોકોને અપેક્ષા વધી છે અને પહેલા કરતા પડકારજનક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...