દરેક જગ્યાએ ક્વીન અથવા રાજાશાહીનાં પ્રતીકો:ચલણી નોટોથી પોસ્ટ બોક્સ સુધી, સ્ટેમ્પ્સથી મસાલાઓ સુધી; આખરે શું-શું બદલશે બ્રિટન?

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બ્રિટનમાં બધી જગ્યાએ ક્વીન એલિઝાબેથથી જોડાયેલાં પ્રતીક છે. પાંચ પાઉન્ડની નોટ હોય કે કાંસાના બનેલા એક પાઉન્ડના સિક્કા હોય, પોસ્ટ બોક્સ હોય કે સ્ટેમ્પ તેમજ જાર અને જેકેટ્સ પર પણ ક્વીન એલિઝાબેથનો ફોટો રાજાશાહીનું પ્રતીક તરીકે જોવા મળશે. 8 સપ્ટેમ્બરના રોજ ક્વીન એલિઝાબેથનું અવસાન થયું હતું. આજે સરકારી સન્માન સાથે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે, પરંતુ પ્રશ્ન એ છે કે બ્રિટનની ક્વીન સાથે જોડાયેલાં પ્રતીકોને કેવી રીતે અને કેટલા સમય માટે બદલી શકશે? એનો સાચો જવાબ મેળવવો સરળ નથી, કદાચ સમય જતાં ચિત્ર સ્પષ્ટ થશે.

દરેક વસ્તુ મોંઘી છે
ભૂતપૂર્વ મંત્રી અને 'એન્ડ વોટ ડુ યુ વોન્ટ? ધ રોયલ ફેમિલી ડોન્ટ વોન્ટ યુ ટુ નો' ના લેખક નોર્મન બેકર કહે છે, રાજાશાહી માટે કિંમત તો ચૂકવવી પડે છે. બીજા શબ્દોમાં કહીએ તો પહેલાંથી જ બધી વસ્તુઓ મોંઘી બનતી જાય છે. એક રોયલથી બીજા રોયલ સુધીની સફર પણ ખૂબ જ ખર્ચાળ હોય છે.

રોયલ મેલ ગ્રુપે કહ્યું હતું કે રોયલ પોસ્ટલ સર્વિસે હમણાં સુધી જાણકારી આપી નથી કે કિંગ ચાર્લ્સનો ફોટો સ્ટેમ્પમાં હશે કે નહિ. હાલમાં ક્વીનના સ્ટેમ્પ ચાલુ રહેશે. એના પર બારકોડ લગાવવામાં આવી શકે છે, જેથી સુરક્ષાને લઈ મુશ્કેલી પેદા ન થાય. ક્વીનના ફોટો અને બારકોડ સ્ટીકર ધરાવતા સ્ટેમ્પ આવતા વર્ષની શરૂઆત સુધી ચલણમાં રહી શકે છે. લીન્સેસ્ટર યુનિવર્સિટીમાં લેકચરર લોરા ક્લેંસી કહે છે કે અચાનક રોજ ઉપયોગમાં લેવામાં આવતા સ્ટેમ્પ બદલાઈ જશે, જે મારા માટે એક ખાસ લાગણી છે.

કરન્સીમાં મુશ્કેલી આવી શકે છે
ક્વીન એલિઝાબેથનો ફોટો પ્રથમવાર 1960માં બેંક ઓફ ઈંગ્લેન્ડના કરન્સી નોટ પર આવ્યો હતો. કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલના મૂરો એફ ગુલિયન કહે છે કે જો કિંગ ચાર્લ્સનો ફોટો કરન્સી પર આવે તો ખર્ચ ઓછો થાય. ક્વીનનો ફોટો કરન્સીના સર્ક્યુલેશનથી બહાર કરવા માટે બેથી ચાર વર્ષ લાગી શકે છે. હવે પોલિમર કરન્સી પર નવો ફોટો લગાવવામાં આવી શકે છે. 2016માં પાંચ પાઉન્ડની નોટ પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે કિંગ પોતે નક્કી કરશે કે તેમનો કયો ફોટો કરન્સી પર લગાવવામાં આવશે.

એ પણ જોવાનું રહેશે કે કિંગ ડાબી બાજુના ફોટાનો ઉપયોગ કરે છે કે જમણી બાજુના. નોટો કરતાં સિક્કા બદલવા વધુ મોંઘા થશે. એ પણ મહત્ત્વનું છે કે ક્વીનના ચહેરા સાથેના સિક્કા કેટલા લાંબા સમય સુધી સર્ક્યુલેશનમાંથી બહાર કાઢવામાં આવે છે.

ફૂડ ફ્લેવર અને બીજી બ્રાન્ડનું શું થશે
બ્રિટનમાં ફૂડ ફ્લેવર, સોસ અને મસાલાઓની હજારો બ્રાન્ડ્સ છે, જેના પર ક્વીન અને રાજાશાહીથી જોડાયેલાં પ્રતીક બોટલના ઉપરના હિસ્સામાં છે. Heinz અને Burberry જેવી પ્રખ્યાત બ્રાન્ડ આ યાદીમાં હાજર છે. આ ઘણાં વર્ષોથી ચાલી રહ્યું છે. એક અંદાજ મુજબ, લગભગ 600 બ્રાન્ડ્સ એવી છે, જે રોયલ ફેમિલી અથવા ક્વીન સાથે સંકળાયેલાં પ્રતીકો ધરાવે છે.

આ તસવીરો અને પ્રતીકોના ઉપયોગની મંજૂરી રોયલ હોલ્ડર્સ એસોસિયેશન દ્વારા આપવામાં આવે છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ ફેરફાર પાછળ વધુ સમય અને પૈસા થશે નહીં.

જ્વેલરી બ્રાન્ડ પર અસર
એવી કેટલીક જ્વેલરી બ્રાન્ડ્સ પણ છે, જે ક્વીનના નામ અથવા રાજાશાહીનાં પ્રતીકોનો ઉપયોગ કરે છે, જેમાં સિલ્ક રોડ માર્કેટનો સમાવેશ થાય છે. તેમાં માત્ર ક્વીન જ નહીં, પણ કિંગ ચાર્લ્સ અને કેમિલા પાર્કરના ફોટાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓગસ્ટમાં આ બ્રાન્ડે ક્વીન એલિઝાબેથથી જોડાયેલા માત્ર ત્રણ નંગો વહેંચ્યા હતા. ખાસ વાત એ છે કે આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં ક્વીનની તસવીરો કે પ્રતીકો સાથે જોડાયેલા 60 નંગ વેચાયા છે. જ્યારે, કિંગ ચાર્લ્સ સાથે જોડાયેલા 8 નંગો વહેંચવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...