ચીનમાં કોરોનાથી હાલત ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. એવો દાવો કરવામાં આવે છે કે આગલા કેટલાક મહિનાઓમાં 21 લાખ લોકોનાં મોત થશે. બીજિંગના સ્મશાનોમાં 24 કલાક અંતિમ સંસ્કાર થઇ રહ્યા છે. આવા સમયમાં ચીનની મશહૂર સિંગર જેન ઝાંગે જાણીજોઇને પોતાને પોઝિટિવ કરી લીધી. આ વાતની જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી.
જેવી સિંગરે પોઝિટિવ હોવાની જાણકારી આપી તો લોકોએ તેને ખરી-ખોટી સંભળાવવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ ઝાંગે પોસ્ટને ડિલીટ કરી દીધી. સાથે જ લોકોની માફી માગી લીધી.
શું છે પૂરો મામલો?
સિંગર ઝાંગે ચીની સોશિયલ મીડિયા Weibo પર જાણકારી આપી. તેણે કહ્યું કે તે જાણીજોઇને ઓમિક્રોનના નવા વેરિયન્ટ BF.7થી પોઝિટિવ થઇ છે. તે એ ઘરમમાં ગઇ, જ્યાં તેના મિત્રો પોઝિટિવ હતા. તેણે મિત્રોને ગળે લગાવ્યા અને તેમની સાથે ઘણા સમય સુધી રહી.
તેના એક દિવસ પછી જ તેના ગળામાં ખરાશ થવા લાગી અને ફીવર આવ્યો. ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ જણાઇ.
જાણીજોઇને પોઝિટિવ બનવાનો અજીબ તર્ક આપ્યો
સિંગરે કહ્યું કે ન્યૂ યરની સાંજે તેનો એક મ્યુઝિક પ્રોગ્રામ છે. તે સમયે તે આવી રીતે પોઝિટિવ ન હોય, એના માટે તેણે પોતાને પહેલાંથી જ પોઝિટિવ કરી ઠીક કરી લીધી. આ ખુલાસા પછી લોકો વધુ ભડકી ગયા અને તેના પર ગુસ્સો નિકાળવા લાગ્યા. જ્યારે સિંગરને ટ્રોલ કરવામાં આવ્યા તો તેણે માફી માંગતી પોસ્ટ ડિલીટ કરી નાખી.
કોરોના સંબંધિત મુખ્ય ખબર પણ વાંચો...
ચીનમાં 80 કરોડ કોરોના સંક્રમિત હશેઃ સામૂહિક અંતિમ સંસ્કાર શરૂ
ચીનમાં આગલા કેટલાક મહિનાઓમાં 80 કરોડ લોકો કોરોના સંક્રમિત થઇ શકે છે. લંડનની ગ્લોબલ હેલ્થ ઇન્ટોલિજન્સ કંપની એરફિનિટીએ કહ્યું કે ચીનમાં ઝીરો કોવિડ પોલિસી ખત્મ થયા બાદ 21 લાખ મોત થઇ શકે છે. એરફિનિટીએ તેનું કારણ ચીનમાં ઓછું વેક્સિનેશન અને એન્ટિબોડીઝમાં ઊણપ બતાવ્યું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.