તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • French Magazine Threatened Again For Printing Cartoons Of Prophet Mohammed, 12 Killed In 2015 Terror Attack

શાર્લી એબ્દોને ફરી અલકાયદાની ધમકી:ફ્રાન્સની મેગેઝિનને પૈગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપવા બદલ ફરી ધમકી , 2015ના આતંકી હુમલામાં 12ના મોત થયા હતા

પેરિસ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલકાયદાએ તેની અંગ્રેજી મેગેઝિન વન ઉમ્માહ દ્વારા ધમકી આપી
  • 2 સપ્ટેમ્બરથી શાર્લી એબ્દો પર હુમલાની કોર્ટમાં સુનાવણી શરૂ થઇ છે

અલકાયદાએ ફરી એક વખત ફ્રાન્સની મેગેઝિન શાર્લી એબ્દોને હુમલાની ધમકી આપી છે. શાર્લી એબ્દોએ તાજેતરમાં ફરી પૈગંબર મોહમ્મદના કાર્ટુન છાપ્યા છે. આ એ જ કાર્ટુન છે જેના લીધે 2015માં તેના પર આતંકવાદી હુમલો થયો હતો. શાર્લી એબ્દોના કાર્ટુનિસ્ટ વ્યંગ દ્વારા અલગ અલગ ધર્મોની કમી દર્શાવે છે. તેઓ પહેલા ખ્રિસ્તી અને યહુદી ધર્મના કાર્ટુન પણ છાપી ચૂક્યા છે. જોકે ઇસ્લામ અંગેના કાર્ટુન છાપ્યા બાદ તેની ઓફિસ પર આતંકવાદી હુમલો થયો હતો.

અમેરિકામાં 9/11 હુમલાના 19 વર્ષ પૂરા થવાના પ્રસંગે અલકાયદાએ અંગ્રેજી મેગેઝિન વન ઉમ્માહ છાપી છે. તેના દ્વારા ચેતવણી આપતા કહ્યું- જો શાર્લી એબ્દો એમ માને છે કે તેના પર માત્ર એક વખત જ હુમલો થશે તો એ તેની ભૂલ છે. તેમાં કહેવામા આવ્યું- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોએ મેગેઝિનને કાર્ટુન છાપવા માટે લીલી ઝંડી આપી છે. મેંક્રોને અમે એ જ મેસેજ આપવા માગીએ છીએ છે તેમના પહેલા રાષ્ટ્રપતિ ફ્રેંકોઇસ હોલેન્ડને આપ્યો હતો.

2 સપ્ટેમ્બરે હુમલાની સુનાવણી શરૂ થઇ
2 સપ્ટેમ્બરે શાર્લી એબ્દો હુમલાની સુનાવણી શરૂ થઇ છે. આ સુનાવણીમાં હુમલામાં સામેલ આતંકવાદીઓની મદદ કરનારા આરોપી 14 લોકો પર કેસ ચાલશે. શાર્લી એબ્દોએ સુનાવણી પહેલા પૈગંબર મોહમ્મદના કાર્ટુન 1 સપ્ટેમ્બરના ઓનલાઇન વર્ઝન અને 2 સપ્ટેમ્બરના પ્રિન્ટ એડિશનમાં છાપ્યા હતા.

2015ના હુમલામાં 12 લોકોના મોત થયા હતા
ફ્રાન્સની આ મેગેઝિનની હેડઓફિસ પર 7 જાન્યુઆરી 2015માં આંતકવાદી હુમલો થયો હતો. આ હુમલો અલકાયદાની યમન બ્રાન્ચે કર્યો હતો. મેગેઝીને પૈગંબર મોહમ્મદનું કાર્ટુન છાપ્યું હતું. આ હુમલામાં ફ્રાન્સના પ્રસિદ્ધ કાર્ટુનિસ્ટ સહિત 12ના મોત થયા હતા.

મેગેઝિનના ડાયરેક્ટરે શું કહ્યું ?
શાર્લી એબ્દોના ડાયરેક્ટર લોરેન્ટ સોરીસેઉએ કહ્યું કે તેમને ફરી કાર્ટુન છાપવાનો કોઇ અફસોસ નથી. 2015માં હુમલા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા . કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું- અફસોસ એ વાતનો છે કે આઝાદીની રક્ષા માટે કેટલા ઓછા લોકો લડે છે. જો આપણે આપણી સ્વતંત્રતા માટે નહીં લડીએ તો એક ગુલામની જેમ જીવીશું અને ઘાતક વિચારધારાને પ્રોત્સાહન આપીશું કાર્ટુન ફરી છાપવા અંગે તેમણે કહ્યું- સુનાવણીની શરૂઆતના પ્રસંગે જો આ કાર્ટુન ન છાપત તો એ સાબિત થાત કે પહેલા કાર્ટુન છાપીને ભૂલ કરી હતી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો